Share Market : શેરબજારમાં તેજીનો માહોલ, Sensex 57,846 સુધી ઉછળ્યો

|

Dec 01, 2021 | 12:04 PM

ખાણ ઉદ્યોગ માટે સામાન બનાવતી કંપની ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ( Tega Industries IPO ) આજે 1 ડિસેમ્બરે ખુલ્યો છે.કંપની દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર કંપનીનો આઈપીઓ 3 ડિસેમ્બરે બંધ થશે.

Share Market : શેરબજારમાં તેજીનો માહોલ, Sensex 57,846 સુધી ઉછળ્યો
Stock Market

Follow us on

મંગળવારે ઘટાડા સાથે કારોબારની સમાપ્તિ છતાં આજે શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિમાં ખુલ્યું છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર આગળ ધપાવી રહ્યા છે. Sensex આજે 57,365.85 ની સપાટી ઉપર ખુલ્યો હતો જે મંગળવારના 57,064.87 બંધ સ્તર કરતા ૩૦૦ અંક ઉપર છે. આજના પ્રારંભિક કારોબારમાં ઇન્ડેક્સ 57,846.45 સુધી ઉપલી સપાટીએ જોવા મળ્યો હતો. Nifty ની વાત કરીએ તો સૂચકઆંક ગઈ કાલની છેલ્લી 16,983.20 ની સપાટી સામે 17,104.40 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ ઉપલી સપાટીએ 17,213.05 ઉપર જયારે નીચલા સ્તરે 17,079.75 ઉપર નોંધાયો હતો.

મંગળવારે ઘટાડા સાથે બંધ થયું હતું બજાર
શેરબજાર મંગળવારે જબરદસ્ત ઉતાર – ચઢાવ સાથે બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ દિવસ દરમિયાન 923 પોઈન્ટ સુધી વધ્યો હતો જ્યારે તે 1,316 પોઈન્ટ જેટલો તૂટ્યો હતો. છેલ્લે તે 195 પોઈન્ટ (0.34%) ઘટીને 57064 પર બંધ રહ્યો હતો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82 પોઈન્ટ (0.48%) ઘટીને 16,972 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સે 58,183ની ઊંચી સપાટી બનાવી હતી જ્યારે 56,867ની નીચી સપાટી બનાવી હતી. સવારે બજાર 12 પોઈન્ટના વધારા સાથે 57,272 પર ખુલ્યું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે અને 16 શેર ઘટ્યા હતા. પાવર ગ્રીડ, ટાઇટન અને બજાજ ફાઇનાન્સમાં સૌથી વધુ ફાયદો થયો હતો. નેસ્લે, ઈન્ફોસિસ અને બજાજ ફિનસર્વ પણ ઉછાળા સાથે બંધ થયા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આજે Tega Industries IPO ખુલ્યો
દેશનું IPO માર્કેટ તેજીમાં છે. એક પછી એક ઘણી કંપનીઓ તેમની ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO લાવી રહી છે. હવે ખાણ ઉદ્યોગ માટે સામાન બનાવતી કંપની ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ( Tega Industries IPO ) આજે 1 ડિસેમ્બરે ખુલ્યો છે.કંપની દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર કંપનીનો આઈપીઓ 3 ડિસેમ્બરે બંધ થશે.આ આઈપીઓ સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર કરે છે એટલે કે OFS છે. આવી સ્થિતિમાં કંપનીને આ IPOમાંથી કોઈ ફંડ નહીં મળે.

 

આ પણ વાંચો : આજથી દીવો પ્રગટાવવો બનશે મોંઘો: 14 વર્ષ બાદ માચીસની કિંમતમાં વધારો થયો, આજથી 1 Matchbox માટે 2 રૂપિયા ચૂકવવા પડશે

 

આ પણ વાંચો : આ Pensioner હજુ પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે, 30 નવેમ્બરની સમયમર્યાદા પછી પણ પેન્શન બંધ નહીં થાય, જાણો કારણ

Published On - 9:36 am, Wed, 1 December 21

Next Article