Share Market: સપ્તાહના પહેલા સત્રની જોરદાર શરૂઆત, Sensex 60 હજાર ઉપર ખુલ્યો

સેન્સેક્સ 60,070 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 60,241ના ઉપલા સ્તરે અને 60,064ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેરમાં ઘટાડો છે.

Share Market: સપ્તાહના પહેલા સત્રની જોરદાર શરૂઆત, Sensex 60 હજાર ઉપર ખુલ્યો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 10:06 AM

સપ્તાહના પ્રથમ દિવસે આજે શેરબજાર(Share Market)માં તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ(Sensex) 60 હજારની ઉપર ખુલ્યો હતો. જે ઉપલા સ્તરે 60,241.61 પર ટ્રેડ કરતો નજરે થયો હતો છે. કારોબારની શરૂઆતની ગણતરીની પળોમાં માર્કેટ કેપમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. નિફટી(Nifty) પણ અડધા ટકાથી વધુનો વધારો દર્શાવી રહ્યો છે.

કારોબારની મજબૂત શરૂઆત

સેન્સેક્સ 60,070 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 60,241ના ઉપલા સ્તરે અને 60,064ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેરમાં ઘટાડો છે. Tata Consultancy Services (TCS) ના શેર 2% થી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. આ કંપનીનું પરિણામ બુધવારે આવશે. તે શેરના બાયબેકની જાહેરાત કરી શકે છે. સેન્સેક્સના તેજી દર્શાવતા શેરોમાં ICICI બેન્ક, મારુતિ, HDFC બેન્ક, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, કોટક બેન્કનો સમાવેશ થાય છે.આ ઉપરાંત આઇટીસી, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, રિલાયન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર પણ તેજીમાં છે. સન ફાર્મા, નેસ્લે, ડૉ. રેડ્ડી, HCL ટેક શેર લાલ નિશાન નીચે છે.

નિફ્ટીમાં 17,955 સુધી ઉછળ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઉપલસ્તરે 17,955 પર ટ્રેડ કરી કરતો જોવા મળ્યો છે. તે 17,913 પર ખુલ્યો અને 17,955ની ઊંચી અને 17,893ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીના નેક્સ્ટ 50, બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને મિડ કેપ ઇન્ડેક્સ આગળ છે. તેના 50 શેરોમાંથી 42 વૃદ્ધિ અને 7 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

UPL, ICICI બેંક, ITC માં તેજી

UPL, ICICI બેન્ક, ITC, મારુતિ, HDFC બેન્કનો મુખ્ય સ્ટોક વધી રહ્યો છે. ઘટતા શેરોમાં વિપ્રો, હિન્દાલ્કો, એશિયન પેઇન્ટ્સ, એચસીએલ ટેક અને ડિવિઝ લેબનો સમાવેશ થાય છે. આ પહેલા શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 142 પોઈન્ટ વધીને 59,744 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 67 પોઈન્ટ વધીને 17,912 પર બંધ થયો હતો.

Top 10 કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં વધારો

દેશની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપિટલ એટલે કે માર્કેટ મૂડીમાં ગયા સપ્તાહે રૂ. 2,50,005.88 કરોડનો વધારો થયો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ નોંધાવ્યો છે.

ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,490.83 પોઈન્ટ અથવા 2.55 ટકા વધ્યો હતો. ટોચની 10 કંપનીઓમાં માત્ર ઈન્ફોસિસ અને વિપ્રોના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ કેપ રૂ 46,380.16 કરોડ વધીને રૂ 16,47,762.23 કરોડ થયું હતું. TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ 43,648.81 કરોડ વધીને રૂ. 14,25,928.82 કરોડ થયું હતું.

આ પણ વાંચો: Petrol Diesel Price : ટૂંક સમયમાં ઇંધણ સસ્તું થવાના મળી રહ્યા છે સંકેત, જાણો આજના રેટ

આ પણ વાંચો: Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન

g clip-path="url(#clip0_868_265)">