Share Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની લાલ નિશાન નીચે શરૂઆત, Sensex 61000 નીચે સરક્યો

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાઈ બજારો દબાણ દર્શાવી રહ્યા છે ત્યારે બુધવારે અમેરિકાના મુખ્ય બજારો નબળા બંધ થયા છે.

Share Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની લાલ નિશાન નીચે શરૂઆત, Sensex 61000 નીચે સરક્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 9:36 AM

ભારતીય શેરબજાર(Share Market) આજે નરમાશ દર્શાવી રહ્યું છે. સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને ઘટાડાઓ દેખાડી રહ્યં છે. સેન્સેક્સ61000 નીચે સરક્યો છે જ્યારે નિફ્ટી 18120 ની નજીક પહોંચી ગયો હતો. બેંક અને ફાયનાન્શીયલ શેરમાં આજે વેચવાલી જોવા મળી રહી છે. મેટલ, ઓટો, આઈટી, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં પણ દબાણ છે. લાર્જકેપ શેરોમાં નફામાં રિકવરીને કારણે સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે અને સેન્સેક્સ 30માંથી 16 શેરો નરમાશ દર્શાવે છે. આજના ટોપ લુઝર્સમાં TITAN, TATASTEEL, ICICIBANK, AXISBANK, ITC, HDFC, SBI અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાઈ બજારો દબાણ દર્શાવી રહ્યા છે ત્યારે બુધવારે અમેરિકાના મુખ્ય બજારો નબળા બંધ થયા છે. ડાઉ જોન્સ બુધવારે 266 પોઈન્ટ ઘટીને 35,490.69 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક ફ્લેટ બંધ થયો જયારે S&P 500 ઇન્ડેક્સમાં પણ નબળાઈ જોવા મળી હતી. યુએસ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી અર્નિંગ સિઝનમાં તેજી ચાલી રહી છે પરંતુ ગઈ કાલે આ સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું. એશિયન બજારોમાં મિશ્ર વલણ છે. SGX નિફ્ટી થોડી બુલિશ છે, Nikkei 1 ટકાથી વધુ નીચે છે અને અન્ય એશિયન ઇન્ડેક્સ પણ દબાણ હેઠળ છે.

આ કંપનીઓના આજે પરિણામ આજે કેટલીક મોટી અને નાની કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવા જઈ રહી છે. આમાં AAVAS, AUBANK, BAJAJFINSV, BLUESTARCO, CARTRADE, COROMANDEL, DLF, INDIANB, INDIGO, JKTYRE, M&MFIN, MARICO, NTPC અને SBICARD નો સમાવેશ થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

F&O હેઠળ NSE પર પ્રતિબંધ કેટલાક શેરો આજે NSE પર F&O હેઠળ ટ્રેડિંગ કરશે નહીં. આ શેર્સમાં Canara Bank, Indiabulls Housing Finance, NMDC અને Sun TVનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) બુધવારે વેચાણકર્તા રહ્યા અને બજારમાંથી રૂ 1913.36 કરોડ ઉપાડ્યા હતા. સ્થાનિક પોર્ટફોલિયો રોકાણકારો (DII) એ બજારમાં રૂ 472.48 કરોડની ખરીદી કરી અને રોકાણ કર્યું હતું.

બુધવારે બજાર ઘટાડા સાથે બંધ થયું બુધવારના કારોબારમાં શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 61,143 પર બંધ થયોહતો. નિફ્ટી 57 પોઈન્ટ નબળો પડ્યો હતો અને 18211ના સ્તરે બંધ થયો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે સ્થાનિક બજારો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 206.93 પોઈન્ટ અથવા 0.34% ઘટીને 61143.33 પર અને નિફ્ટી 57.40 પોઈન્ટ અથવા 0.31% ઘટીને 18211.00 પર બંધ થયો. સૌથી વધુ ઘટાડો મેટલ્સ, ખાનગી બેન્કો અને મીડિયા શેરોમાં જોવા મળ્યો હતો. સરકારી બેંકોના શેરોથી બજારને ટેકો મળ્યો હતો.

એનએસઈના સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો 11માંથી 6 ઈન્ડેક્સ લાલ અને 5 ઈન્ડેક્સ લીલા રંગમાં બંધ થયા છે. સૌથી વધુ ઘટાડો નિફ્ટી મીડિયા (2.03%), નિફ્ટી મેટલ (1.52%) અને નિફ્ટી પ્રાઈવેટ બેંક (1.37%)માં જોવા મળ્યો હતો. નિફ્ટીનો PSU બેન્ક ઈન્ડેક્સ 2.05% વધ્યો હતો.

આ પણ વાંચો : Paytm IPO : દેશનો સૌથી મોટો IPO 8 નવેમ્બરે ખુલશે, કંપનીમાં ચીની કારોબારી જેક માં નું છે મોટું રોકાણ

આ પણ વાંચો : Nykaa IPO : આજથી ખુલ્યો ઓનલાઇન ફેશન બ્રાન્ડનો આઈપીઓ, એક શેરની કિંમત રૂ 1125 , રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">