Share Market : શેરબજારની સર્વોચ્ચ સપાટી વચ્ચે ગત સપ્તાહે સેન્સેક્સમાં 1739 પોઈન્ટનો ઉછાળો, જાણો Top 10 કંપનીઓની સ્થિતિ
Sensex Top 10 Companies : શેરબજારમાં લિસ્ટેડ દેશની ટોચની 10 કંપનીઓના સંયુક્ત માર્કેટ વેલ્યુએશનમાં ગયા સપ્તાહે રૂ. 1.88 લાખ કરોડનો વધારો થયો છે. HDFC બેંક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ફાયદો મેળવ્યો હતો. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 1,739.19 પોઈન્ટ અથવા 2.76 ટકા ઉછળ્યો હતો.

Sensex Top 10 Companies : શેરબજારમાં લિસ્ટેડ દેશની ટોચની 10 કંપનીઓના સંયુક્ત માર્કેટ વેલ્યુએશનમાં ગયા સપ્તાહે રૂ. 1.88 લાખ કરોડનો વધારો થયો છે. HDFC બેંક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ફાયદો મેળવ્યો હતો. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ(SENSEX) 1,739.19 પોઈન્ટ અથવા 2.76 ટકા ઉછળ્યો હતો. શુક્રવારે છેલ્લા સત્રના કારોબારના અંતે સેન્સેક્સ 803.14 પોઈન્ટ મુજબ 1.26 ટકા ઉછળીને 64,718.56ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં આ તેજીને કારણે ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓના સંયુક્ત બજાર મૂલ્યમાં રૂ. 1,88,050.82 કરોડનો વધારો થયો છે.
TCS નું મૂલ્યાંકન 30,388 કરોડ વધ્યું
HDFC બેન્કનું મૂલ્યાંકન રૂ. 32,600.19 કરોડ વધીને રૂ. 9,51,584.36 કરોડ થયું છે. TCSનું મૂલ્યાંકન રૂ. 30,388.43 કરોડ વધ્યું હતું અને તેનું બજાર મૂલ્ય વધીને રૂ. 12,07,669.91 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું મૂલ્યાંકન રૂ. 28,862.38 કરોડ વધીને રૂ. 5,54,091.27 કરોડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મૂલ્યાંકન રૂ. 23,984.28 કરોડ વધીને રૂ. 17,25,704.60 કરોડ થયું છે.
HDFC BANK બેંક ત્રીજા નંબરે નોંધાઈ
ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન સૌથી વધુ હતું. તે પછી ટાટાની કંપની TCS, HDFC BANK, ICICI BANK, હિન્દુસ્તાન યુનિલિવર(HUL), ITC, ઇન્ફોસિસ, HDFC, SBI અને ભારતી એરટેલનો ક્રમ જોવા મળ્યો છે.
Company | Last Closing | M.Cap |
RELIANCE INDUSTRIES LTD. | 2550.7 | 1725704.6 |
TATA CONSULTANCY SERVICES LTD. | 3300.5 | 1207669.91 |
HDFC Bank Ltd | 1701.75 | 951584.36 |
ICICI BANK LTD. | 934.35 | 653704.04 |
HINDUSTAN UNILEVER LTD. | 2678.4 | 629314.52 |
ITC LTD. | 451.65 | 561311.42 |
INFOSYS LTD. | 1335.2 | 554091.27 |
HOUSING DEVELOPMENT FINANCE CORP.LTD. | 2821.5 | 522368.64 |
STATE BANK OF INDIA | 572.8 | 511201.77 |
BHARTI AIRTEL LTD. | 878.15 | 490063.76 |
HDFC મર્જર પછી ફિક્સ્ડ ડિપોઝિટનું રીન્યુઅલ કેવી રીતે થશે?
જો FD રીન્યુઅલની તારીખ મર્જરની અસરકારક તારીખથી આગળ હોય તો FDનું રીન્યુઅલ બેંકના નિયમો અને શરતો અનુસાર થશે અને નવીકરણ સમયે પ્રવર્તતા વ્યાજ દરો લાગુ થશે. વ્યક્તિગત ગ્રાહકો ગ્રાહક પોર્ટલ દ્વારા અથવા HDFC લિમિટેડની હાલની ડિપોઝિટ ઑફિસો અથવા અન્ય HDFC બેંક શાખાઓની મુલાકાત લઈને HDFC લિમિટેડ સાથેની FDs પર પાકતી મુદતની માર્ગદર્શિકા બદલી શકે છે. બિન-વ્યક્તિગત ગ્રાહકો HDFC અથવા HDFC બેંકની કોઈપણ શાખાને વિનંતી સબમિટ કરીને HDFC લિમિટેડ સાથેની FDs પર પરિપક્વતા માર્ગદર્શિકા બદલી શકે છે.
રિલાયન્સ ચોકલેટ બનાવશે
અંબાણીના પોર્ટફોલિયોમાં વધુ એક મોટી કંપનીનો સમાવેશ થયો છે. ચોકલેટ મેકર લોટસ ચોકલેટ અંબાણી બનાવશે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (Reliance Consumer Products Limited / RCPL) એ આ કંપનીમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે અને કંપની દ્વારા તેનું સંપાદન પૂર્ણ થવાની માહિતી શેર કરવામાં આવી છે.