Share Market Opening Bell : ભારતીય શેરબજાર નવા રેકોર્ડ સ્તરે ખુલ્યું, સેન્સેક્સની 77102 પર શરૂઆત

Share Market Opening Bell : ભારતીય શેરબજારની આજે નવી રેકોર્ડ સપાટીએ શરૂઆત થઇ છે. યુએસ ફેડના નિર્ણય અને મજબૂત વૈશ્વિક સંકેતના કારણે ભારતીય શેરબજારની શરૂઆત પણ રેકોર્ડ સ્તરે થઇ છે.

Share Market Opening Bell : ભારતીય શેરબજાર નવા રેકોર્ડ સ્તરે ખુલ્યું, સેન્સેક્સની 77102 પર શરૂઆત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2024 | 9:15 AM

Share Market Opening Bell : ભારતીય શેરબજારની આજે નવી રેકોર્ડ સપાટીએ શરૂઆત થઇ છે. યુએસ ફેડના નિર્ણય અને મજબૂત વૈશ્વિક સંકેતના કારણે ભારતીય શેરબજારની શરૂઆત પણ રેકોર્ડ સ્તરે થઇ છે. સેન્સેક્સ અને નિફટી 0.6 ટકા તેજી સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 77102 અને નિફટી 23480 પર ખુલ્યો હતો.

Stock Market Opening (13 June 2024)

  • SENSEX  : 77,102.05  +495.48 
  • NIFTY      : 23,480.95 +158.00 

વૈશ્વિક બજારોના સંકેતો

ફેડના નિર્ણય બાદ અમેરિકન માર્કેટમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો. Nasdaq અને S&P 500 ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. સતત ત્રીજા દિવસે આ બંને ઈન્ડેક્સ રેકોર્ડ સ્તરે બંધ રહ્યા હતા. ટેક શેરોમાં ઉછાળાને કારણે નાસ્ડેકમાં આ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ, ડાઉ જોન્સ સતત બીજા દિવસે લાલ નિશાનમાં બંધ રહ્યો હતો. આ ઈન્ડેક્સ ઉપલા સ્તરોથી લગભગ 400 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

એશિયાના બજારોની વાત કરીએ તો આજે અહીં તેજી જોવા મળી રહી છે. જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં 0.56%નો વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.4% ના વધારા સાથે કામ કરી રહ્યો છે. હેંગસેંગ ઈન્ડેક્સમાં વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે.

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

ભારતીય શેરબજાર માટે મહત્વના સંકેત

  1. ફેડ એ ફરી એકવાર રેટ ન ઘટાડવાનો નિર્ણય લીધો છે જે પછી તે 5.25 – 5.5% ની રેન્જમાં રહે છે. જો કે, વર્ષના અંતમાં કાપના સંકેત છે. અગાઉ ફેડએ વર્ષના અંત સુધીમાં ત્રણ કટનો સંકેત આપ્યો હતો. વર્ષ  2025માં આક્રમક દરનો અંદાજ છે. જેરોમ પોવેલે કહ્યું કે મોંઘવારી ઘટી રહી છે પરંતુ તે હજુ પણ લક્ષ્યથી દૂર છે. મોંઘવારી દર 2% પર લાવવા માટે પ્રતિબદ્ધ છે. ઉપલા સ્તરેથી ફુગાવામાં નરમાશ જોવા મળી હતી. અર્થતંત્રમાં વૃદ્ધિ ચાલુ રહે છે અને શ્રમ બજાર મજબૂત છે.
  2. 2. મે મહિનામાં રિટેલ ફુગાવાના દરમાં નરમાઈ જોવા મળી છે. છૂટક ફુગાવાનો દર 4.75% રહ્યો. છેલ્લા 12 સપ્તાહમાં ફુગાવાનો આ સૌથી નીચો સ્તર છે. એપ્રિલમાં છૂટક ફુગાવાનો દર 4.83 ટકા હતો. યુએસમાં ફુગાવાનો દર 0% રહ્યો છે. તે જ સમયે, કોર ફુગાવાનો દર 0.2% હતો.

FIIs – DII ના આંકડા

સંસ્થાકીય રોકાણકારો તરફથી ગઈકાલે ખરીદી જોવા મળી હતી. જો કે, આ આંકડો ખૂબ જ નાનો રહ્યો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં ₹427 કરોડના શેર ખરીદ્યા હતા. જ્યારે, ડીઆઈઆઈએ ગઈકાલે કેશ માર્કેટમાં ₹234 કરોડના શેર ખરીદ્યા હતા.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video
પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video
લુણાવાડામાં મેળા બહાર આવેલા વીજ પોલ પર લાગી આગ
લુણાવાડામાં મેળા બહાર આવેલા વીજ પોલ પર લાગી આગ
g clip-path="url(#clip0_868_265)">