Share Market Opening Bell : ચાલુ નાણાકીય વર્ષના છેલ્લાં સત્રની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 73149 પર ખુલ્યો

|

Mar 28, 2024 | 9:16 AM

Share Market Opening Bell 28 March 2024 : આજે ગુરુવારે શેરબજારમાં નાણાકીય વર્ષ 2024નું છેલ્લું સત્ર છે. બજારના મુખ્ય સૂચકાંકોએ સકારાત્મક શરૂઆત કરી છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી ઉછાળા સાથે 22200 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે.

Share Market Opening Bell : ચાલુ નાણાકીય વર્ષના છેલ્લાં સત્રની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 73149 પર ખુલ્યો

Follow us on

Share Market Opening Bell 28 March 2024 : આજે ગુરુવારે શેરબજારમાં નાણાકીય વર્ષ 2024નું છેલ્લું સત્ર છે. બજારના મુખ્ય સૂચકાંકોએ સકારાત્મક શરૂઆત કરી છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી ઉછાળા સાથે 22200 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પણ તેજી સાથે કારોબાર જોવા મળ્યો છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 526 પોઈન્ટના ઉછાળા સાથે 72,996 પર બંધ થયો હતો.

Stock Market Opening (28 March 2024)

  • SENSEX  : 73,149.34 +153.03 
  • NIFTY      : 22,163.60 +39.95 

Stock Market Closing (27 March 2024)

  • SENSEX  : 72,996.31  +526.02 
  • NIFTY      : 22,123.65  +118.95 

વૈશ્વિક બજારના સંકેત કેવા મળ્યા?

અમેરિકન શેરબજાર ગઈ કાલે ફરી એકવાર રેકોર્ડ સ્તરે બંધ થયું હતું. સ્મોલકેપ ઈન્ડેક્સ Russell2000 ફેબ્રુઆરી પછીના શ્રેષ્ઠ સ્તરે બંધ થયો છે. ડાઉ જોન્સ 478 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 45 પોઈન્ટના વધારા સાથે અને Nasdaq 84 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સના તમામ 11 સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા છે.

એશિયાના બજારોની વાત કરીએ તો આજે અહીં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જોકે, જાપાનનો નિક્કી ઈન્ડેક્સ લગભગ 500 પોઈન્ટના ઘટાડા સાથે કામ કરતો જોવા મળ્યો હતો. હેંગસેંગ ઈન્ડેક્સમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. શાંઘાઈ ઈન્ડેક્સ પણ લીલા નિશાન પર છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ મામૂલી નબળાઈ સાથે કામ કરી રહ્યો છે.

એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો

FIIs-DII ના આંકડા

બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં ₹2,170.32 કરોડના શેર ખરીદ્યા હતા. ડીઆઈઆઈએ ગઈકાલે કેશ માર્કેટમાં ₹1,197.61 કરોડના શેર ખરીદ્યા હતા. FIIએ માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં કુલ ₹3,126.16 કરોડની ખરીદી કરી છે. જ્યારે, DII એ આ મહિનામાં અત્યાર સુધીમાં કુલ ₹53,620.08 કરોડની ખરીદી કરી છે.

વૈશ્વિક બજારમાં કોમોડિટી અપડેટ્સ

  • ડૉલર ઇન્ડેક્સ 5 સપ્તાહની ઊંચી સપાટીએ 104.20 ની નજીક છે
  • ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે
  • સતત 3 દિવસ સુધી સોનામાં મજબૂત પ્રદર્શન રહ્યું છે
  • બેઝ મેટલ્સ ફ્લેટ અને  સાપ્તાહિક ધોરણે સુસ્ત કામગીરી જોવા મળી છે
  • ડિસ્ક્લેમર : tv9 અહીં  એ વાતની સ્પષ્ટતા જાહેર કરે છે કે શેરબજારનું રોકાણ  આર્થિક જોખમોને આધીન હોય છે. શેરબજારમાં રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

    બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:16 am, Thu, 28 March 24

Next Article