AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Opening Bell : શેરબજાર 4 દિવસની તેજી બાદ લાલ નિશાન નીચે સરક્યું, સેન્સેક્સ 79778 પર ખુલ્યો

Share Market Opening Bell : સતત 4 દિવસની તેજી બાદ ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા કારોબારી સપ્તાહમાં લાલ નિશાન નીચે સરક્યું છે. બંને મુખ્ય ઇન્ડેક્સ ઘટાડો દર્શાવી રહ્યા છે. સેન્સેક્સ અને નિફટીમાં 0.3 ટકા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે.

Share Market Opening Bell : શેરબજાર 4 દિવસની તેજી બાદ લાલ નિશાન નીચે સરક્યું, સેન્સેક્સ 79778 પર ખુલ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2024 | 9:15 AM

Share Market Opening Bell : સતત 4 દિવસની તેજી બાદ ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા કારોબારી સપ્તાહમાં લાલ નિશાન નીચે સરક્યું છે. બંને મુખ્ય ઇન્ડેક્સ ઘટાડો દર્શાવી રહ્યા છે. સેન્સેક્સ અને નિફટીમાં 0.3 ટકા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે.

Stock Market Opening (05 July 2024)

  • SENSEX  : 79,778.98 −270.70 
  • NIFTY      : 24,213.35 −88.80 

વૈશ્વિક બજારનો કારોબાર

ગ્લોબલ માર્કેટમાંથી સુસ્તીના સંકેત મળી રહ્યા છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ બિઝનેસ કરતો જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારો ગઈ કાલે બંધ રહ્યા હતા. બીજી તરફ ક્રૂડમાં મામૂલી મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટની કિંમત 88 ડોલર તરફ જતી જોવા મળી રહી છે.

છેલ્લાં સત્રનો કારોબાર

શેરબજાર સતત ચોથા ટ્રેડિંગ દિવસે લીલા નિશાન પર બંધ થયું હતું. વીકલી એક્સપાયરીના દિવસે પ્રથમ વખત સેન્સેક્સ 80 હજારના મનોવૈજ્ઞાનિક સ્તરની ઉપર બંધ કરવામાં સફળ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ પ્રથમ વખત 24300 પાર કર્યા પછી બંધ થયો હતો. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, જ્યારે સેન્સેક્સ 80,392ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, ત્યારે નિફ્ટી પણ પ્રથમ વખત 24,401 પર પહોંચ્યો હતો. નિફ્ટી બેન્ક પણ પ્રથમ વખત 53,357ની સપાટીએ પહોંચી હતી.

કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!
કરોડો રુપિયાનો માલિક મોહમ્મદ સિરાજનો આવો છે પરિવાર
'લૉડ ઠાકુર'નો આવો છે પરિવાર
આ 5 ફૂડ તમારા દાંતને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે

આખરે સેન્સેક્સ 62.87 (0.07%) પોઈન્ટ્સ મજબૂત થયો અને 80,049.67 ના સ્તરે બંધ થયો. તે જ સમયે, નિફ્ટી 15.66 (0.06%) પોઈન્ટ ઉછળીને 24,302.15 ના સ્તરે બંધ રહ્યો હતો. ગુરુવારે રૂપિયો 4 પૈસા મજબૂત થઈને 83.49 પર બંધ થયો હતો. રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા પછી માર્કેટમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું અને બેન્ચમાર્ક સૂચકાંકો તેમના ઉચ્ચ સ્તરેથી સરકીને બંધ થયા હતા.

આજે આ શહેરોમાં બેંક બંધ રહેશે

આજે શુક્રવારે ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે. ગુરુ હરગોવિંદ જી જયંતિના કારણે 5મી જુલાઈએ બેંકમાં રજા રહેશે. જોકે, આ રજા દેશના તમામ રાજ્યોમાં નથી. એટલે કે આજે દેશના તમામ રાજ્યોમાં બેંકો બંધ નથી. જે રાજ્યોમાં આ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે ત્યાં જ બેંક શાખાઓ બંધ રહેશે.

આરબીઆઈની યાદી મુજબ આજે જમ્મુ સિવાય શ્રીનગરમાં બેંકો બંધ રહેશે. ગુરુ હરગોવિંદજીની જન્મજયંતિના કારણે આ રજા યાદીમાં આપવામાં આવી છે. બાકી દેશના તમામ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. સામાન્ય દિવસોની જેમ અહીં કામકાજ થશે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">