Share Market : મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની ફ્લેટ શરૂઆત, પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ
બુધવારે શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા.સેન્સેક્સ 323 પોઈન્ટ ઘટીને 58341 ના સ્તરે બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 88 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 17415 ના સ્તરે બંધ થયો હતો.
ભારતીય શેરબજાર(Share Market)ની આજે ફ્લેટ શરૂઆત થઇ છે. સેન્સેક્સ (Sensex) 58,363.93 ની સપાટી ઉપર ખુલ્યો છે જે ગઇકાલે 58,340.99 ની સપાટી પર બંધ થયો હતો. બીજી તરફ નિફટી બુધવારના 17,415.05 બંધ સ્તર સામે 17,417.30 ની સપાટીએ ખુલ્યો હતો. આજે પણ ગઈકાલની જેમ કારોબારમાં ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે.
વૈશ્વિક સંકેતો મિશ્ર ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ અમેરિકાના બજારોમાં બુધવારે પણ આ જ સ્થિતિ રહી હતી. ડાઉ જોન્સમાં 9 પોઈન્ટનો નજીવો ઘટાડો થયો હતો અને તે 35804 ના સ્તરે બંધ થયો હતો. નાસ્ડેકમાં 70 પોઈન્ટની મજબૂતાઈ હતી અને તે 15845 ના સ્તરે બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ પણ વધારા સાથે બંધ થયો હતો. યુએસમાં 10-વર્ષના બોન્ડ યીલ્ડમાં વધારો થયો, જેના કારણે ટેક શેરોમાં નબળાઈ જોવા મળી હતી.જો એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે Nikkei 225 અને Straight Times તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે. કોસ્પીમાં ઘટાડો જોવા મળ્યો તો હેંગસેંગ, તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કમ્પોઝિટ લીલા નિશાન ઉપર ટ્રેડ કરી રહ્યા છે.
F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજે NSE પર F&O હેઠળ 2 શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ શેરોમાં એસ્કોર્ટ્સ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.
જાણવા જેવું ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (Fitch Group) એ સાયબરટેક સિસ્ટમ્સ એન્ડ સૉફ્ટવેરના લાંબા ગાળાના રેટિંગને ‘BBB-/Stable/A3’ થી ‘BBB/Stable/A3+’ માં અપગ્રેડ કર્યું છે. બીજી તરફ ભારતીય જીવન વીમા નિગમ(LIC)એ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનો 2.02 ટકા હિસ્સો વેચ્યો છે. હવે કંપનીનો હિસ્સો 11.85 ટકાથી ઘટીને 9.83 ટકા પર આવી ગયો છે.
IPCA Labs એ Lyka Labs ના 48 લાખ ઈક્વિટી શેર ખરીદ્યા છે. આ ડીલ 130.4 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરવામાં આવી હતી.
FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બુધવારે રૂ. 5,122.65 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 3809.62 કરોડનું રોકાણ કર્યું હતું.
બુધવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું બુધવારે શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા. બજાર તેજી સાથે ખુલ્યું હતું પરંતુ દિવસભર ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. સેન્સેક્સ 323 પોઈન્ટ ઘટીને 58341 ના સ્તરે બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 88 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 17415 ના સ્તરે બંધ થયો હતો. આઈટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ક, ફાયનાન્સિયલ, ફાર્મા અને મેટલ લીલા નિશાનમાં બંધ થયા હતા. લોસર્સમાં મારુતિ, ઇન્ફોસિસ, TECHM, ITC, RELIANCE, LT, INDUSINDBK, ULTRACEMCO અને HDFC નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Mutual Fund ના રોકાણકારો માટે અગત્યના સમાચાર : જો તમે ડિવિડન્ડથી કમાણી કરો છો, તો હવે તમારે ચૂકવવો પડશે ટેક્સ
આ પણ વાંચો : IT Refund: Income Tax વિભાગે કરદાતાઓને 1.23 લાખ કરોડ રૂપિયા રિફંડ કર્યા, આ રીતે તપાસો તમારા રિફંડની સ્થિતિ