Share Market All Time High : SENSEX એ 60751 અને NIFTY એ 18162 ની રેકોર્ડ સપાટી નોંધાવી, TATA Motors 18% ઉછળ્યો

Stock Market All Time High : BSE પર 2,539 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,839 શેર વધી રહ્યા છે અને 625 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 269 લાખ કરોડને પાર કરી ગઈ છે.

Share Market All Time High : SENSEX એ 60751 અને NIFTY એ 18162 ની રેકોર્ડ સપાટી નોંધાવી, TATA Motors 18% ઉછળ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 12:46 PM

Share Market All Time High : ભારતીય શેરબજાર (Stock Market)આજે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે પણ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. શરૂઆતી કારોબારમાંજ શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. આજે SENSEX 60751 અને NIFTY 18162 ના(Sensex – Nifty All Time High) ઓલ ટાઈમ હાઈ લેવલ પર જોવા મળ્યા હતા. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે બજારો રેકોર્ડ સપાટીએ ખુલ્યા હતા. સેન્સેક્સ 60,619 અને નિફ્ટી 18,097 પર ખુલ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો લાભ સાથે વેપાર કરી રહ્યા છે અને 3 શેર નબળાઈ સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. Tata Motors નો શેર top  gainer છે  જે બપોરે 12.45 વાગે 18% ઉછાળા સાથે  497 પર દેખાયો હતો. M&M શેર્સ 2%થી વધુ, પાવરગ્રીડના શેર 1%થી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. બીજી બાજુ ટાટા સ્ટીલનો શેર અડધા ટકાની નબળાઈ દેખાડી રહ્યો છે.

BSE પર 2,539 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,839 શેર વધી રહ્યા છે અને 625 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 269 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ અગાઉ મંગળવારે સેન્સેક્સ 148 અંક અથવા 0.25% વધીને 60,284 પર અને નિફ્ટી 46 અંક અથવા 0.26% ના વધારા સાથે 17,991 પર બંધ થયા હતા.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મંગળવારે નિફ્ટીનો રેકોર્ડ બંધ મંગળવારે, નિફ્ટી પ્રથમ વખત 18000 ના સ્તરથી ઉપર બંધ થયો હતો. ગઈકાલે બજારની શરૂઆત નબળાઈથી થઈ હતી પરંતુ બાદમાં તે સુધરી ગઈ. સેન્સેક્સ 149 અંક વધીને 60284 ના સ્તર પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ 58 પોઈન્ટ મજબૂત થઈને 18004 ના સ્તર પર બંધ થયો હતો. બેન્ક, ફાઇનાન્શિયલ, મેટલ, ફાર્મા અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી હતી. જોકે આઇટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પર PSU બેન્ક ઇન્ડેક્સ 3 ટકા વધ્યો હતો. મંગળવારના ટોપ ગેઈનર્સ TITAN, BAJAJ-AUTO, BAJAJFINSV, SBI, NESTLEIND, HINDUNILVR અને ITC હતા.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે આજે Infosys, Wipro, Mindtree, Advik Laboratories, Aditya Birla Money, Morarka Finance જેવી કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવા જઇ રહી છે.

FII અને DII ડેટા 12 ઓક્ટોબરના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાં રૂ. 278.32 કરોડનું વેચાણ કર્યું હતું. તે જ સમયે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ પણ બજારમાંથી 741.22 કરોડ રૂપિયા ખેંચ્યા હતા.

આ પણ વાંચો : દેશની પ્રથમ Digital Bank ટૂંક સમયમાં કાર્યરત થશે, RBI એ Centrum અને BharatPeના કન્સોર્ટિયમને Small Finance Bank નું લાઇસન્સ આપ્યું

આ પણ વાંચો : વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ની રિપોર્ટમાં 8.5% ગ્રોથરેટનો ઉલ્લેખ

g clip-path="url(#clip0_868_265)">