AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“સેન્સેક્સ કે સોનું “કોણ પહેલા એક લાખનો પડાવ પાર કરશે ? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ હાલમાં 57,000-58,000 પોઈન્ટની આસપાસ સંઘર્ષ કરી રહ્યો છે, તે ગોલ્ડ પહેલા એક લાખના આંક સુધી પહોંચવાની વધુ સંભાવના ધરાવે છે. મીડિયા રિપોર્ટમાં નરેન્દ્ર સોલંકીનું કહેવું છે કે ભવિષ્યમાં સેન્સેક્સ ચોક્કસપણે 1 લાખના આંકને સ્પર્શશે પરંતુ આ આંકડો કેટલા સમયમાં સમય સ્પર્શશે તે વૃદ્ધિની ગતિ પર નિર્ભર કરશે.

“સેન્સેક્સ કે સોનું “કોણ પહેલા એક લાખનો પડાવ પાર કરશે ? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 9:48 AM
Share

જો કોઈ રોકાણકારનું રોકાણ વૈવિધ્યસભર હોય તો તેમાં સોનાનો હિસ્સો હોય છે. હાલમાં સોનું મજબૂત સ્તરે પહોંચ્યું  છે. આ મહિને પહેલીવાર સોનું  રૂપિયા 60,000ની સપાટી વટાવી ગયું છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો સોનાએ લગભગ 15 ટકા વળતર આપ્યું છે જ્યારે શેરબજાર અથવા તો સેન્સેક્સ ફ્લેટ રહ્યો છે. હાલમાં ગોલ્ડ અને સેન્સેક્સના આંકડા એક સરખા જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ છે કે આ બેમાંથી કોણ સૌથી પહેલા એક લાખની સપાટીને સ્પશે છે?

ઇક્વિટી કરતાં સોનું સારું વળતર આપે છે

સમગ્ર વિશ્વમાં નાણાકીય અસ્થિરતા જોવા મળી રહી છે અને મોંઘવારી પણ તેની ટોચ પર છે. જો અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોય તો તેનાથી બચવા અને ઓછામાં ઓછા સમયમાં સારું વળતર મેળવવા માટે સોનાથી સારી બીજી કોઈ સંપત્તિ નથી. નિષ્ણાતો કહે છે કે હાલમાં સોનાનું વળતર ઇક્વિટી માર્કેટ કરતાં સારું જોવા મળી રહ્યું છે અને તે ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : Global Market : આજે ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો વૈશ્વિક સંકેતનો ઈશારો

સ્ટોક્સબોક્સના રિસર્ચ ચીફ મનીષ ચૌધરીએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિશ્વભરની મુખ્ય કેન્દ્રીય બેન્કોએ પોલિસી રેટમાં ધરખમ વધારો કરીને વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં મંદીનું જોખમ ઉઠાવ્યું છે જે સોનાને ટેકો આપે છે. આ સિવાય વિશ્વના મોટાભાગના દેશોની સેન્ટ્રલ બેંકોએ સોનાની માંગમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં સોનાની કિંમતમાં વધુ વધારો જોવા મળી શકે છે.

પ્રથમ સેન્સેક્સ એક લાખના સ્તરે પહોંચશે

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ હાલમાં 57,000-58,000 પોઈન્ટની આસપાસ સંઘર્ષ કરી રહ્યો છે, તે ગોલ્ડ પહેલા એક લાખના આંક સુધી પહોંચવાની વધુ સંભાવના ધરાવે છે. મીડિયા રિપોર્ટમાં નરેન્દ્ર સોલંકીનું કહેવું છે કે ભવિષ્યમાં સેન્સેક્સ ચોક્કસપણે 1 લાખના આંકને સ્પર્શશે પરંતુ આ આંકડો કેટલા સમયમાં સમય સ્પર્શશે તે વૃદ્ધિની ગતિ પર નિર્ભર કરશે. ટર્ટલ વેલ્થ પીએમએસના રોહન મહેતાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે સોનામાં જોવા મળતા 7 થી 8 ટકા વળતરની સરખામણીમાં સેન્સેક્સ 12 થી 15 ટકાનું લગભગ બમણું વળતર આપે છે.જે રીતે ભારતનો વિકાસ જોવામાં આવી રહ્યો છે, સેન્સેક્સને એક લાખના આંકડા સુધી પહોંચવામાં વધુ સમય લાગશે નહીં. તેની સરખામણીમાં સોનું રૂ.1 લાખ સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">