AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ સ્ટોક એક્સચેન્જની મળી મંજૂરી, જાણો સામાન્ય માણસને શું થશે ફાયદો

શેરબજાર નિયામક સેબીની બોર્ડ બેઠકે મંગળવારે અનેક સુધારાની જાહેરાત કરી હતી. જેમાં ગોલ્ડ એક્સચેન્જની સાથે સોશિયલ સ્ટોક એક્સચેન્જને પણ મંજૂરી આપવામાં આવી છે.

સોશિયલ સ્ટોક એક્સચેન્જની મળી મંજૂરી, જાણો સામાન્ય માણસને શું થશે ફાયદો
Securities and Exchange Board of India - SEBI
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 10:24 PM
Share

સોશિયલ સ્ટોક એક્સચેન્જ અંગે સેબીના ચેરમેન અજય ત્યાગી (Ajay Tyagi)એ જણાવ્યું હતું કે આ એક્સચેન્જ બનાવવાના પ્રસ્તાવને સામાજિક ઉદ્યોગો દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જો કે તેમણે આ એક્સચેન્જ શરૂ કરવાને લઈને હાલમાં કોઈ સમયમર્યાદા જણાવી નથી. તેમણે કહ્યું કે તેઓ આ અંગે આગળની કાર્યવાહી માટે સરકાર સાથે વાત કરશે. આ ઉપરાંત સેબી બોર્ડે ઓપન ઓફર બાદ ડી-લિસ્ટિંગ ફ્રેમવર્કમાં સુધારો કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

 શું છે સોશિયલ સ્ટોક એક્સચેન્જ

સોશિયલ સ્ટોક એક્સચેન્જ (Social stocks exchange) માટે ફ્રેમવર્કને પણ મંજૂરી આપવામાં આવી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ (NGO)ને હવે નાણાં એકત્ર કરવા માટે નવું માધ્યમ મળ્યું છે. આ માધ્યમ શેરબજાર હશે. હવે ખાનગી પેઢીની જેમ એનજીઓ પણ પોતાની જાતને શેરબજારમાં સૂચિબદ્ધ કરી શકશે અને અહીંથી નાણાં એકત્ર કરી શકશે.

તે કેવી રીતે કામ કરશે અને કોને ફાયદો થશે

પોતાના પ્રથમ બજેટમાં આ મોટી યોજનાની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તેનાથી દેશના તમામ નાગરીકોને ફાયદો થશે. આ એક ઈલેક્ટ્રોનિક ફંડ રેઈઝિંગ પ્લેટફોર્મ બનાવવાની યોજના છે. તે એક સોશિયલ સ્ટોક એક્સચેન્જ હશે, જે સમાજના ઉત્થાન માટે કાર્યરત સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની યાદી બનાવવામાં અને મૂડી એકત્ર કરવામાં મદદ કરશે. જો સરળ શબ્દોમાં કહીએ તો સામાન્ય લોકો પણ એનજીઓના શેર ખરીદી અને વેચી શકશે.

હાલમાં સોશિયલ સ્ટોક એક્સચેન્જો ક્યાં રહેલા છે?

યુરોપ, ઉત્તર-દક્ષિણ અમેરિકાના દેશોમાં સોશિયલ સ્ટોક એક્સચેન્જ છે. સોશિયલ સ્ટોક એક્સચેન્જ આવા સંગઠનોને શેર, ડેટ અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મૂડી ઉભી કરવાની મંજૂરી આપશે. આ પ્રકારના સ્ટોક એક્સચેન્જો યુકે, કેનેડા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, જમૈકા અને કેન્યામાં પહેલાથી જ અસ્તિત્વમાં છે. આ ઉપરાંત સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ મંગળવારે અધિગ્રહણ અને ટેકઓવર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે, જે કંપનીઓ અને રોકાણકારો બંને માટે પ્રક્રિયાને સરળ બનાવશે.

આ પણ વાંચો :  Gulab Cyclone Maharashtra: 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર, આગામી 48 કલાક ખૂબ જ મહત્વના

g clip-path="url(#clip0_868_265)">