SBIએ કર્યો એક એવો મોટો નિર્ણય કે એક પણ રૂપિયો આપ્યા વગર શહીદ CRPF જવાનોના પરિજનોની કરી દીધી લાખો રૂપિયાની મદદ
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના પરિજનોની મદદ માટે આખા દેશમાંથી લોકો આગળ આવી રહ્યા છે. આ જ ક્રમમાં SBIએ પણ એક મોટી પહેલ કરી છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ […]
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના પરિજનોની મદદ માટે આખા દેશમાંથી લોકો આગળ આવી રહ્યા છે. આ જ ક્રમમાં SBIએ પણ એક મોટી પહેલ કરી છે.
દેશની સૌથી મોટી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇંડિયા (SBI)એ કરેલી આ વિશેષ પહેલ હેઠળ એક મોટો નિર્ણય કર્યો છે. એસબીઆઈએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો કે તેમના પરિજનોએ લીધેલી લોનની રકમ માફ કરવાનો નિર્ણય કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પુલવામા હુમલામાં જે CRPF જવાનો શહીદ થયા છે, તેમાંથી 23 સૈનિકો કે તેમના પરિજનોએ એસબીઆઈમાંથી જુદી-જુદી પ્રકારની લોન લીધી હતી. એસબીઆઈએ આ તમામ લોનની બાકી રકમ તાત્કાલિક અસરથી માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત એસબીઆઈએ શહીદ સૈનિકોના પરિજનોને વીમાની રકમ પણ જલ્દીથી જલ્દી ઇસ્યુ થાય, તેવી પણ વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે શહીદ થયેલા તમામ સીઆરપીએફ જવાનો ડિફેંસ સૅલેરી પૅકેજ હેઠળ એસબીઆઈના ગ્રાહક હતાં. તેના હેઠળ બૅંક દરેક જવાનને 30 લાખ રૂપિયાનો વીમો ઉપલબ્ધ કરાવે છે. એવામાં જવાનના શહીદ થવા કે ઈજાગ્રસ્ત થવાની સ્થિતિમાં તેમના પરિજનોને રકમ આપવામાં આવે છે, પરંતુ આ આખી પ્રક્રિયામાં બહુ સમય લાગી જાય છે. એસબીઆઈ પ્રમુખ રજનીખ કુમારે કહ્યું, ‘આપણા દેશની સુરક્ષામાં તહેનાત રહેનાર જવાનોની શહાદત હચમચાવનારી છે. સંકટની આ ઘડીમાં અમે શહીદોના પરિવારો સાથે છીએ.’
[yop_poll id=1554]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]