MONEY9: ઑનલાઇન શૉપિંગ કરો છો? અપનાવો આ ટ્રિક્સ, બચાવો પૈસા

કોઇપણ આઇટમને ખરીદવાના બદલે તેને પહેલા વિશલિસ્ટમાં નાંખવાનું શિખી લો. આ આદત બે રીતે પૈસા બચાવવાના કામમાં આવશે. વિશલિસ્ટમાં પ્રોડક્ટ નાંખી દેવાથી કદાચ એવું થઇ શકે કે બાદમાં તેને લેવાની જરૂરત જ ન લાગે. એટલે કે તમારા પૈસા ખર્ચ થતા બચી જાય.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 25, 2022 | 8:06 PM

ફરીદાબાદના મોહિતભાઇ પોતાનું બધુ શૉપિંગ ઑનલાઇન (ONLINE SHOPPING) જ કરે છે. હાલમાં તેમને એક હેડફોન ખરીદવો હતો. તેમણે સર્ચ કર્યું અને ફટાક દઇને એક સુંદર હેડફોન ઑર્ડર (ORDER) કર્યો. ફક્ત 6-7 દિવસ બાદ તેમના દોસ્ત અંકિતે તે જ હેડફોન 500 રૂપિયા ઓછા આપીને ખરીદી લીધો. હકીકતમાં સાઇટ પર ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ (DISCOUNT) ચાલી રહ્યું હતું. હવે મોહિત પસ્તાઇ રહ્યો છે કે કાશ, તે થોડુક રોકાઇ ગયો હોત તો તેના 500 રૂપિયા બચી જાત. આ કહાનીમાં આપણા બધા માટે એક બોધપાઠ છે. જો કે, મોટાભાગના લોકો ખરીદી કરતી વખતે ઉતાવળમાં કોઇ એવી ભૂલ કરી બેસે છે જે તેમના ખિસ્સા પર ભારે પડે છે.

સેલ ક્યારે આવશે?

તો પહેલી ટિપ એ છે કે ખરીદી માટે ઑનલાઇન સાઇટ્સ પર આવનારા સેલની રાહ જુઓ. ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ અને એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ વિશે તો તમે સાંભળ્યું જ હશે. આ ઉપરાંત, એન્ડ ઓફ સીઝન સેલ અને ઘણાં તહેવારો પર તમને સારી એવી છૂટ મળે છે. તો ઉતાવળ ન કરો. જરા થોભો અને જે બચત થાય તેનાથી ગરમાગરમ પિઝાનો આનંદ માણો.

કોઇપણ આઇટમને ખરીદવાના બદલે તેને પહેલા વિશલિસ્ટમાં નાંખવાનું શિખી લો. આ આદત બે રીતે પૈસા બચાવવાના કામમાં આવશે. વિશલિસ્ટમાં પ્રોડક્ટ નાંખી દેવાથી કદાચ એવું થઇ શકે કે બાદમાં તેને લેવાની જરૂરત જ ન લાગે. એટલે કે તમારા પૈસા ખર્ચ થતા બચી જાય. બીજું, વિશલિસ્ટમાં રહેલી આ જ વસ્તુઓને તમે સેલના સમયે ઓછી કિંમતે ખરીદી શકો છો. પ્રાઇસ એલર્ટ લગાવી દો અને જેવા ભાવ ઘટે, ખરીદી લો.

ગૂગલ બાબા કોના માટે છે?

જી હાં, ગૂગલ તમારા પૈસા બચાવવામાં પણ હેલ્પ કરશે. તમારે ફક્ત કોઇપણ ઇ-કૉમર્સ સાઇટ પરથી કંઇપણ ખરીદતા પહેલાં ગૂગલ પર તેને સર્ચ કરી લેવું પડશે. જેનાથી અલગ-અલગ સાઇટ્સ પર જે-તે પ્રોડક્ટ્સની કિંમતોની ખબર પડી જશે. પ્રાઇસ કંપેર કરીને જ્યાં સસ્તું મળતું હોય ત્યાંથી ખરીદી લો.

કાર્ડની ઑફર ક્યાં છે?

અલગ-અલગ સાઇટ્સ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડની અનેક ઑફર્સ મળે છે. તેને જોઇ લો. તમને કાર્ડ દ્વારા સૌથી સારી છૂટ ઑફર થઇ રહી હોય ત્યાં “બાય નાઉ” નું બટન દબાવી દો. આજકાલ ઑનલાઇન કૂપન કોડ પણ મળે છે તો તેને સર્ચ કરો. બની શકે કે થોડાક પૈસા બચી જાય. પ્રાઇસ ટ્રેકર એક્સટેન્શન પણ કામમાં આવશે. આ ટ્રિક ઘણાં કામની છે. જો તમે ડેસ્કટૉપ યૂઝર છો તો તમે તમારા Google Chrome બ્રાઉઝરમાં પ્રાઇસ ટ્રેકરનો ઉપયોગ કરી શકો છો. આ રીતે સમજો. માની લો કે તમે Amazon પરથી કંઇક ખરીદવા માંગો છો તો પ્રાઇસ ગ્રાફ પર જાઓ અને ચેક કરો કે ક્યારે કિંમત ઘટી હતી અને ક્યારે કિંમત વધારે હતી.

સોશિયલ મીડિયાની લો હેલ્પ

ટેલીગ્રામ પર ઘણી એવી ચેનલ્સ, જે હંમેશા સસ્તી ડીલ્સ બતાવે છે. તમે પણ તેને જોઇન કરી લો. બની શકે કે ફાયદો થઇ જાય. વાત હજુ પૂરી નથી થઇ. જતાં જતાં અમે પૈસા બચાવવાના બીજા કેટલાક આઇડિયા પણ તમને આપી રહ્યાં છીએ તમે એમેઝોન પર પ્રાઇમ મેમ્બરશિપ અને ફ્લિપકાર્ટ પર પ્લસ મેમ્બરશિપથી પૈસા બચાવી શકો છો. એમેઝોન જેવી સાઇટ પર ‘Subscribe and Save’નો વિકલ્પ પસંદ કરી શકો છો, જે કોઇ પ્રોડક્ટ પર 15 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપે છે. ઘણી ઇ-કોમર્સ સાઇટનું પોતાનું ઇ-વૉલેટ પણ છે જેના ઉપયોગ પર તે કેશબેક આપે છે.

ઑનલાઇન પેમેન્ટ કરો કારણ કે COD એટલે કે કેશ ઑન ડિલીવરીમાં ચીજોની કિંમતો ઘણીવાર વધી જાય છે. એવી ઘણી એપ છે જેમ કે CashKaro(કેશકરો)- Cashback & Coupons જેના દ્વારા તમે ઇ-કોમર્સ સાઇટ પર શોપિંગ કરશો તો તમને કેશબેક મળશે.

આ પણ જુઓ

મહિનાના અંતે ખિસ્સું ખાલી ન થાય તે માટે શું કરવું?

આ પણ જુઓ

શોખ અને જરૂરિયાતમાં આ રીતે કરો ફરક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">