પગારદારોને મળી શકે છે બજેટમાં ટેક્સ મુક્તિ, લાખો રૂપિયાની થશે બચત

પગારદારોને મળી શકે છે બજેટમાં ટેક્સ મુક્તિ, લાખો રૂપિયાની થશે બચત
Tax exemption (symbolic image)

મોદી સરકારને બજેટમાં ત્રણ વર્ષની બાંધી મુદતની થાપણને (FD) ટેક્સ મુક્તિના દાયરામાં લાવવા માટે કહેવામાં આવ્યું છે. જો આમ થશે તો બજેટમાં લોકોને મોટી રાહત થશે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 18, 2022 | 6:11 PM

Tax Exemption In Budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા આગામી અંદાજપત્રમાં ટેક્સ મુક્તિ મર્યાદા વધારી શકાય છે, ટેક્સ મુક્તિ (Tax exemption)મર્યાદા છેલ્લા ઘણા વર્ષોથી વધી નથી. આ સાથે, 80Cની મર્યાદા વધારવા પર પણ વિચારણા થઈ શકે છે. એટલું જ નહીં, આ વખતે રજૂ થનારા બજેટમાં નોકરીયાત લોકો માટે ઘણા સારા સમાચાર આવી શકે છે. દેશના સૌથી મોટા રાજ્ય યુપી સહિત 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે રજુ થનારા 2022-23ના વર્ષના બજેટમાં લોકોને આડકતરી રીતે ઘણા ફાયદા મળી શકે છે.

બેંકો વતી મોદી સરકારને બજેટમાં ત્રણ વર્ષની બાંધી મુદતની થાપણને (FD) ટેક્સ મુક્તિના દાયરામાં લાવવા માટે કહેવામાં આવ્યું છે. જો આમ થશે તો બજેટમાં લોકોને મોટી રાહત થશે. મોદી સરકાર દ્વારા ટેક્સ છૂટની મર્યાદા પણ વધારી શકાય છે, જે ઘણા વર્ષોથી વધી નથી. ચૂંટણી પહેલા સીધા જ લોકોને રીઝવવા માટે આ એક મહત્વનો નિર્ણય સાબિત થઈ શકે છે. આવો જાણીએ આ બજેટમાં પગારદાર નોકરિયાત લોકોને શું ગિફ્ટ મળી શકે છે.

હાલમાં ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે, જે છેલ્લા 8 વર્ષથી વધી નથી. છેલ્લી વખતે ટેક્સ મુક્તિ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. શક્ય છે કે આ વખતે વેરા મુક્તિની મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવે. કોઈપણ રીતે, આ વખતે યુપી જેવા દેશના સૌથી મોટા રાજ્ય સહિત 5 રાજ્યોમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં બજેટમાં ટેક્સ મર્યાદા વધારવાનો નિર્ણય વધુને વધુ લોકોને ખુશ કરવા માટે પૂરતો છે.

હાલમાં કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટ છે. આ પણ 2014માં રૂ. 1 લાખથી વધારીને રૂ. 1.5 લાખ કરવામાં આવી હતી. સેક્શન 80C એ પગારદારો માટે ટેક્સ બચાવવા માટે સૌથી મહત્વપૂર્ણ આઈટીની કલમ છે. એટલે કે, આ કલમ હેઠળ મુક્તિ મર્યાદા વધારવાનો અર્થ છે વધુને વધુ લોકોને રાહત આપવી. આ બજેટમાંથી એવી પણ અપેક્ષા છે કે આ મર્યાદા ફરી એકવાર વધારવામાં આવશે.

ઈન્ડિયન બેંક્સ એસોસિએશને માંગ કરી છે કે ટેક્સ ફ્રી બાંધી મુદતની થાપણનો (FD ) લોક-ઈન પિરિયડ સ્થગિત કરવામાં આવે. હાલમાં 5 વર્ષની એફડી પર ટેક્સ છૂટ મળે છે, પરંતુ હવે તે ઘટાડીને 3 વર્ષ કરવાની માંગ છે. એવી દલીલ પણ કરવામાં આવે છે કે આમ કરવાથી માત્ર 3 વર્ષની FD બાકીના ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શકશે.

બેંકોએ પણ વ્યાજ દરમાં થોડો ઘટાડો કર્યો છે, પરંતુ PPF જેવી પ્રોડક્ટ્સ પર વ્યાજ દર FDની સરખામણીમાં ખૂબ જ સારો મળી રહ્યો છે. આ કારણે પણ લોકો એફડીમાં ઓછું રોકાણ કરી રહ્યા છે. ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડ અને શેરમાં પણ રોકાણ કરી રહ્યા છે. લોકો 5 વર્ષની FD ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કિસ્સામાં 3 વર્ષની એફડીને પણ ટેક્સ સેવર એફડીમાં સામેલ કરી શકાય છે.

આ પણ વાંચોઃ

Budget 2022 : એકવાર ફરીથી ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ, હાલ લાગે છે 7.5 % ઈમ્પોર્ટ ડ્યુટી

આ પણ વાંચોઃ

Budget 2022: આગામી નાણાકીય વર્ષ માટે સરકાર ઘટાડશે તેની સબસિડી, વાંચો શું છે તેની સંપૂર્ણ યોજના

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati