સબકા સપના મની મની: ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે? જાણો તેમાં રોકાણ કરવાથી તમને શું ફાયદો થશે

|

Nov 05, 2023 | 3:42 PM

ઓછા રિસ્ક લેવાની ક્ષમતા ધરાવતા ઈન્વેસ્ટર્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. ડેટ ફંડ કેટેગરીમાં આવતા એક ડઝનથી વધારે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેમાંથી અડધા લોન્ગ ટર્મ માટેના છે. આજે આપણે ડાયનેમિક મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે માહિતી મેળવીશું. આ તમામ સમયગાળામાં રોકાણ કરવા માટે ફરજિયાત સ્કીમ છે.

સબકા સપના મની મની: ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે? જાણો તેમાં રોકાણ કરવાથી તમને શું ફાયદો થશે
Dynamic Bond

Follow us on

ઈન્વેસ્ટર્સને પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન લાવવા માટે ઇક્વિટીની સાથે ડેટ સિક્યોરિટીઝમાં ઈન્વેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. જેઓ રૂપિયા કમાવવાના હેતુથી રોકાણ કરે છે, તેમનો સૌથી પહેલો ટાર્ગેટ ઈક્વિટી પસંદ કરવાનો હોય છે. પરંતુ ઓછા રિસ્ક લેવાની ક્ષમતા ધરાવતા ઈન્વેસ્ટર્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.

ડેટ ફંડ કેટેગરીમાં આવતા એક ડઝનથી વધારે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેમાંથી અડધા લોન્ગ ટર્મ માટેના છે. આજે આપણે ડાયનેમિક મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે માહિતી મેળવીશું. આ તમામ સમયગાળામાં રોકાણ કરવા માટે ફરજિયાત સ્કીમ છે.

ડાયનેમિક બોન્ડ્સ શું છે?

ડાયનેમિક બોન્ડ ફંડ એ એક ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે, જે સમગ્ર સમયગાળા દરમિયાન રોકાણ કરે છે. તે વ્યાજદરની અપેક્ષાઓ અનુસાર પોર્ટફોલિયોમાં સિક્યોરિટીઝના સમયગાળામાં ફેરફાર કરે છે. જો વ્યાજદરો નીચે આવવાની શક્યતા હોય, તો અવધિ વધારવામાં આવે છે અને જો વ્યાજદરોમાં વધારો થાય છે, તો મુદત ઘટાડવામાં આવે છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી હેઠળ કુલ 22 સ્કીમ

AMFI ડેટા અનુસાર, 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી હેઠળ કુલ 22 સ્કીમ ચાલે છે. તેના સંચાલન હેઠળ કુલ AUM 30,470 કરોડ રૂપિયા છે. 1 વર્ષ પહેલા 30 સપ્ટેમ્બર, 2022ના આંકડા મૂજબ કુલ 22,083 કરોડ રૂપિયાની AUM રકમ સાથે 24 યોજનાઓ હતી.

જાણો શા માટે રોકાણ કરવું જોઈએ

1. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ હોવાથી, આ બોન્ડ ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ કરતા વધારે સુરક્ષિત છે. જો કે તેમાં મળતું રિટર્ન પ્રમાણમાં ઓછું હોય છે, પરંતુ તેને સુરક્ષિત રોકાણ ગણવામાં આવે છે.

2. નાણાકીય સલાહકારો ઘણીવાર ઈન્વેસ્ટર્સને તેમના રોકાણમાં જુદી-જુદી સંપત્તિ વર્ગો એટલે કે ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ડાયવર્સિફિકેશન લાવવા કહે છે.

3. ડાયનેમિક બોન્ડ એ જુદી-જુદી અવધિના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટનું મિશ્રણ છે અને વ્યાજદરની શક્યતાઓ અનુસાર પોર્ટફોલિયોમાં સિક્યોરિટીઝની મુદતમાં ફેરફાર કરે છે.

આ પણ વાંચો : સબકા સપના મની મની: મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂપિયા ઉપાડવા ફાયદાકારક છે કે તેના પર લોન લેવી? જુઓ વીડિયો

એક કેટેગરીના રૂપમાં ડાયનેમિક બોન્ડે ઓછું રિટર્ન આપ્યું છે. મોર્નિંગ સ્ટારના ડેટા અનુસાર છેલ્લા 1 વર્ષમાં એવરેજ રિટર્ન વળતર 5.69 ટકા રહ્યું છે. જો છેલ્લા બે વર્ષની વાત કરીએ તો તે 4.10 ટકા અને છેલ્લા ત્રણ વર્ષમાં 4.07 ટકા રહ્યુ છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:42 pm, Sun, 5 November 23

Next Article