સબકા સપના મની મની: મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂપિયા ઉપાડવા ફાયદાકારક છે કે તેના પર લોન લેવી? જુઓ વીડિયો
મ્યુચ્યુઅલ ફંડ પર કેટલી લોન મળે છે તેનો આધાર છે કે તમે ઈન્વેસ્ટમેન્ટ કઈ સ્કીમમાં કર્યું છે. જો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય તો NAVના 50 ટકા થી 60 ટકા લોન મળી શકે. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં અંદાજે 85 ટકા સુધી લોન મળે છે. લોન પર જો વ્યાજદરની વાત કરીએ તો તે 10 ટકાથી લઈને 14 ટકા સુધી હોય છે.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. તે મૂજબ 48.7 ટકા ઇક્વિટી ઈન્વેસ્ટર તેને કરેલું રોકાણ 2 વર્ષ કે તેનાથી ઓછા સમયગાળામાં વેચી દે છે. લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટનું મહત્વ અને ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાતને અવગણીને ફંડમાંથી રૂપિયા ઉપાડી લેવા યોગ્ય નથી. તેથી તમારી પાસે એક વિકલ્પ રહે છે કે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઈ લો. જો તમને ટુંકાગાળા માટે રૂપિયાની જરૂરિયાત હોય તો લોન એક સારો વિકલ્પ બની શકે છે.
NAVના 50 ટકા થી 60 ટકા લોન મળી શકે
મ્યુચ્યુઅલ ફંડ પર કેટલી લોન મળે છે તેનો આધાર છે કે તમે ઈન્વેસ્ટમેન્ટ કઈ સ્કીમમાં કર્યું છે. જો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય તો NAVના 50 ટકા થી 60 ટકા લોન મળી શકે. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં અંદાજે 85 ટકા સુધી લોન મળે છે. લોન પર જો વ્યાજદરની વાત કરીએ તો તે 10 ટકાથી લઈને 14 ટકા સુધી હોય છે.
લોન્ગ ટર્મમા થાય છે મોટો ફાયદો
લોન લેવી એ મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવા કરતા વધારે સારું છે, તે આપણે આ વીડિયોમાં જોઈશું. મ્યુચ્યુઅલ ફંડ વેચીને જો લોન લેવામાં આવે તો રોકાણ ચાલું રહે છે અને તેના પર રિટર્ન પણ મળતું રહે છે. તેથી મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂપિયા ઉપાડવાને બદલે જો લોન લેવામાં આવે તો લોન્ગ ટર્મમા મોટો ફાયદો થાય છે.
આ પણ વાંચો : ધનતેરસ પહેલા સસ્તામાં સોનું ખરીદવાની તક, DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડીએસપી ગોલ્ડ ઇટીએફ ફંડ લોન્ચ કરવામાં આવ્યું
જો તમારે થોડા સમય માટે રૂપિયાની જરૂરિયાત હોય, તો મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેવી વધારે ફાયદાકારક રહે છે. આ સાથે જ લોન લેતી વખતે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. દરેક મ્યુચ્યુઅલ ફંડ પર લોન મળતી નથી. તમે ઓનલાઈન તેને ચેક કરી શકો છો કે લોન મળશે કે કેમ. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડના જેટલા યૂનિટ પર લોન ચાલુ હોય તેને વેચી શકાય નહીં.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
