સબકા સપના મની મની : સેલેરીમાંથી બચાવેલુ માત્ર 7000 રુપિયા રોકાણ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કેવી રીતે કરશો રોકાણ
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સંપત્તિ બનાવવા માટે માત્ર પૈસાની બચત જ પૂરતી નથી, પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું એ પણ મહત્વપૂર્ણ બાબત છે. યોગ્ય રીતે નાણાકીય આયોજન કરવુ અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવુ એ મહત્વપૂર્ણ બાબત છે. બચત અને રોકાણ અંગે શિસ્તબદ્ધતા રાખવી મહત્વપૂર્ણ છે.

દરેક વ્યક્તિને કરોડપતિ બનવાનું સ્વપ્ન હોય છે. જો કે તમે ઓછી સેલેરી હોવા છતા પણ તમારુ આ સ્વપ્ન પુરુ કરી શકો છો.તેના માટે તમારે પહેલે સેલેરી આવે ત્યારથી જ રોકાણ કરવાનું આયોજન શરુ કરી દેવુ પડશે.રોકાણ માટે SIP એટલે કે સિસ્ટેમેટિક પ્લાનનો વિકલ્પ તમે પસંદ કરી શકો છો. તેમાં તમે જેટલુ ઝડપથી અને જેટલા લાંબા ગાળા માટે રોકાણ કરશો તેટલુ સારુ વળતર તમે મેળવી શકશો. SIPમાં લાંબા ગાળાના રોકાણથી તમે કરોડપતિ પણ બની શકો છો.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સંપત્તિ બનાવવા માટે માત્ર પૈસાની બચત જ પૂરતી નથી, પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું એ પણ મહત્વપૂર્ણ બાબત છે. યોગ્ય રીતે નાણાકીય આયોજન કરવુ અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવુ એ મહત્વપૂર્ણ બાબત છે. બચત અને રોકાણ અંગે શિસ્તબદ્ધતા રાખવી મહત્વપૂર્ણ છે. મ્યુચ્યુઅલ ફંડ SIP એ સારુ વળતર મેળવવા માટે યોગ્ય શરૂઆત હોઈ શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે તમે દર મહિને 7000 રૂપિયાનું રોકાણ કરીને પણ 1 કરોડ રૂપિયાની વધુની સંપત્તિ બનાવી શકો છો.
7000 રૂપિયામાં કેવી રીતે બનશો કરોડપતિ ?
જો તમે આજે SIPમાં દર મહિને 7000નું રોકાણ કરો છો, તો લગભગ પછીના 23 વર્ષમાં જ તમે કરોડપતિ બની જશો. જો કે તેના માટે તમારે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવુ ખૂબ જરુરી છે. તમે 23 વર્ષ સુધી સતત રુપિયા 7 હજાર રુપિયાનું રોકાણ કરો છો તો તમારી સંપત્તિ 1,03,11,401 રુપિયાનું ભંડોળ એકઠુ કરી શકો છો.
10 વર્ષમાં કેટલા બનશે નાણા ?
જો તમે 10 વર્ષ માટે મહીને 7 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 16,26,374 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 8,40,000 રૂપિયા અને સંપત્તિમાં 7,86,374 રૂપિયાનું વળતર મળશે.
15 વર્ષમાં કેટલી સંપત્તિ બનશે ?
જો તમે 15 વર્ષ માટે મહીને 7 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 35,32,032 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 12,60,000 રૂપિયા અને સંપત્તિમાં 22,72,032 રૂપિયાનું વળતર મળશે.
આ પણ વાંચો-સબકા સપના મની મની : કરોડપતિ બનવા માટે મહીને માત્ર 6 હજાર રુપિયાની જ કરવી પડશે બચત, જાણો ગણતરી
23 વર્ષ સુધીમાં કેટલા નાણા રોકવા પડશે ?
જો તમે 23 વર્ષ માટે મહીને 7 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 1,03,11,401 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 19,32,000 રૂપિયા અને સંપત્તિમાં 83,79,401 રૂપિયાનું વળતર મળશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)