AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સબકા સપના મની મની : કરોડપતિ બનવા માટે મહીને માત્ર 6 હજાર રુપિયાની જ કરવી પડશે બચત, જાણો ગણતરી

કરોડપતિ બનવા માટે તમારે દર મહીને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવું પડશે. જેના માટે તમારે કોઈ પ્રોડક્ટ કે ઈન્સ્ટ્રુમેન્ટ ખરીદવાની જરૂર નથી. તેમજ શેરબજારમાં રોકાણ કરવાની પણ જરુર નથી. તેના બદલે તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નાનું રોકાણ કરીને મોટું ભંડોળ ઊભું કરરી શકો છો. SIP દ્વારા લાંબા ગાળે કરોડપતિ બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

સબકા સપના મની મની : કરોડપતિ બનવા માટે મહીને માત્ર 6 હજાર રુપિયાની જ કરવી પડશે બચત, જાણો ગણતરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2023 | 12:04 PM
Share

હાલમાં SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ રોકાણ માટે લોકપ્રિય વિકલ્પ છે. SIPમાં રોકાણ કરવાથી લાંબા ગાળે સારુ વળતર મળે છે. તેના માટે તમારે શિસ્તબધ્ધ રોકાણ કરવુ ખૂબ જ જરુરી છે. તમે દર મહીને માત્ર 6 હજાર રુપિયાનું રોકાણ કરીને લાંબા ગાળે તમારુ કરોડપતિ બનવાનું સ્વપ્ન પુરુ કરી શકો છો. જાણો શું છે તેની સમગ્ર ગણતરી

કરોડપતિ બનવા માટે તમારે દર મહીને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવું પડશે. જેના માટે તમારે કોઈ પ્રોડક્ટ કે ઈન્સ્ટ્રુમેન્ટ ખરીદવાની જરૂર નથી. તેમજ શેરબજારમાં રોકાણ કરવાની પણ જરુર નથી. તેના બદલે તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નાનું રોકાણ કરીને મોટું ભંડોળ ઊભું કરરી શકો છો. SIP દ્વારા લાંબા ગાળે કરોડપતિ બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. કમ્પાઉન્ડિંગ દ્વારા લાંબા ગાળા માટે રોકાણ કરવાનો ફાયદો મળે છે અને મોટું વળતર મેળવી શકાય છે.જો તમે યોગ્ય ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમે નિવૃત્તિના 10 વર્ષ પહેલાં પણ કરોડપતિ બની શકો છો.

SIP કેલ્ક્યુલેટરથી જાણો સમગ્ર ગણતરી

ધારો કે રોકાણની તમારી ઉંમર 20 વર્ષ છે અને તમારા રોકાણનો સમયગાળો 25 વર્ષ છે. તો તમારે 6000 રૂપિયા પ્રતિ માસ રોકાણ કરવુ પડશે. જેનું સરેરાશ વળતર 12 ટકા મળી શકે છે. 45 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયાથી વધુનું ફંડ એકઠુ થશે.

SIP કેલ્ક્યુલેટર મુજબ જો તમે દર મહિને 6,000 રૂપિયાનું રોકાણ કરો છો અને સરેરાશ વાર્ષિક વળતર 12 ટકા વળતર પ્રમાણે 25 વર્ષમાં 1 કરોડ 13 લાખ 85 હજાર 811 રૂપિયાનું ફંડ બનાવી શકાય છે. જેમાં 25 વર્ષમાં તમારું કુલ રોકાણ 18 લાખ રૂપિયા થશે. તો 95 લાખ 85 હજાર, 811 રૂપિયાનું વળતર એટલે કે સંપત્તિનો લાભ મળશે.

30 વર્ષમાં 2 કરોડ રુપિયાથી વધુ મળશે

રોકાણનો સમયગાળો વધુ 5 વર્ષ વધારવામાં આવે, તો 30 વર્ષ માટે કુલ રોકાણ 21,60,000 રૂપિયાનું હશે. 50 વર્ષની ઉંમરે તમારી પાસે 2,11,79,483 કરોડ રૂપિયાની રકમ તૈયાર થશે.

આ પણ વાંચો-  સબકા સપના મની મની : વેતનમાંથી દર મહીને માત્ર 5000 રુપિયાનું કરો રોકાણ, આટલા વર્ષોમાં બની શકો છો કરોડપતિ

આવક, લક્ષ્ય, જોખમ પ્રોફાઇલ નક્કી કરો

SIP એ રોકાણની શિસ્તબદ્ધ પદ્ધતિ છે. આવા ઘણા ફંડ્સ છે જેણે લાંબા ગાળામાં વાર્ષિક 12 ટકા જેટલુ વળતર આપ્યું છે. આમાં રોકાણકારે બજારના જોખમનો સીધો સામનો કરવો પડતો નથી. પરંપરાગત ઉત્પાદનોની તુલનામાં વળતર પણ વધુ છે. ધ્યાનમાં રાખો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ બજારના જોખમોને આધીન છે. તેથી રોકાણકારે આવક, લક્ષ્ય અને જોખમ પ્રોફાઇલને જોયા પછી જ નિર્ણય લેવો જોઈએ.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">