AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabka Sapna Money Money: મહિને 1000 રુપિયાનું SIPમાં રોકાણ કરવાથી 5, 10, 15 અને 20 વર્ષમાં મળશે આટલુ રિટર્ન,જાણો કેટલા વર્ષ રોકાણ કરશો

આજના સમયમાં રોકાણ (Investment) કરવામાં માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIPને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તેમાં લાંબા સમય માટે રોકાણ કરવાથી વધુ સારુ મળતર મળી શકે છે. જો તમે SIPમાં પ્રથમ વાર રોકાણ કરવા જઇ રહ્યા છો અને તમને સમજાતુ નથી કે તમારે તમારુ લક્ષ્ય શું રાખવુ જોઇએ અને કેટલા વર્ષ માટે રોકાણ કરવુ જોઇએ તો આ સમાચાર તમારા માટે છે.

Sabka Sapna Money Money: મહિને 1000 રુપિયાનું SIPમાં રોકાણ કરવાથી 5, 10, 15 અને 20 વર્ષમાં મળશે આટલુ રિટર્ન,જાણો કેટલા વર્ષ રોકાણ કરશો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 4:38 PM
Share

Mutual Fund : આજના સમયમાં રોકાણ (Investment) કરવામાં માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIPને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તેમાં લાંબા સમય માટે રોકાણ કરવાથી વધુ સારુ મળતર મળી શકે છે. જો તમે SIPમાં પ્રથમ વાર રોકાણ કરવા જઇ રહ્યા છો અને તમને સમજાતુ નથી કે તમારે તમારુ લક્ષ્ય શું રાખવુ જોઇએ અને કેટલા વર્ષ માટે રોકાણ કરવુ જોઇએ તો આ સમાચાર તમારા માટે છે.

આ પણ વાંચો-  Sabka Sapna Money Money: જોબ સેલેરીની સાથે એકસ્ટ્રા ઇન્કમ પણ મેળવવા માગો છો ? આ યોજનાથી એકત્ર કરી શકશો ફંડ

અમે તમને જણાવીશુ છે SIP મ્યુચ્યુઅલ ફંડમાં 5, 10, 15 અને 20 વર્ષ માટે રોકાણ કરવાથી તમારુ કેટલુ ફંડ એકત્ર થઇ શકે છે. તમે તેમાં કેટલા નાણાં રોકશો અને તેમાં તમને કેટલા ફાયદો મળશે તેની ગણતરી અમે તમને સમજાવીશું.

જ્યારે પણ રોકાણની વાત આવે છે ત્યારે SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો ઉલ્લેખ ચોક્કસ કરવામાં આવે છે. કારણકે SIPમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે. તમે મહિને માત્ર 100 રુપિયાથી કે 500 રુપિયાથી પણ રોકાણ શરુ કરી શકો છો.તમે સમય જતા તેમાં રોકાણ વધારી પણ શકો છો. તમે કોઇપણ સમયે SIPમાં રોકાણ બંધ કરી શકો છો અને ગમે ત્યારે ફરીથી રોકાણ શરુ કરી શકો છો. અમે તમને આજે મહિને 1000 રુપિયાનું રોકાણ કરવામાં આવે તો તમને વર્ષો જતા કેટલો કેટલો નફો થશે તેની માહિતી આપીશુ.

માર્કેટના નિષ્ણાતો માને છે કે SIP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સરેરાશ 12 ટકા અને ક્યારેક 15 અને 20 ટકા સુધી પણ રિટર્ન મળી શકે છે. તેમાં તમને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે.તમે SIP દ્વારા સરળતાથી મોટી સંપત્તિ બનાવી શકો છો.જો કે તમે SIP જેટલો લાંબો સમય ચાલુ રાખશો, તેટલો સારો ફાયદો તમને મળશે. જો તમે પહેલીવાર SIP શરૂ કરવા જઈ રહ્યા છો તો અમે તમને જણાવીએ કે તમને 5, 10, 15 અને 20 વર્ષમાં 1000 રૂપિયાની માસિક SIPમાંથી કેટલું વળતર મળશે.

SIP કેલ્ક્યુલેટર મુજબ જો તમે એક હજાર રૂપિયાની માસિક SIP શરૂ કરો છો, તો 5 વર્ષમાં તમે કુલ 60 હજાર રૂપિયાનું રોકાણ કરશો અને તમને કુલ 22 હજાર 486 રૂપિયા વ્યાજ તરીકે મળશે. 12 ટકા વળતર તરીકે કુલ 82 હજાર 486 રૂપિયા એકત્ર થશે. જો રિટર્ન 15 ટકા છે તો તમને 29 હજાર682 રૂપિયાના વ્યાજ સાથે કુલ 89 હજાર 682 રૂપિયા મળશે.

10 વર્ષની SIP

જો SIP સતત 10 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે તો કુલ રોકાણ રૂ. 1 લાખ 20 હજાર થશે. 12 ટકાના દરે તમને વ્યાજ તરીકે રૂપિયા 1 લાખ 12 હજાર 339 મળશે, જે લગભગ તમારા રોકાણની બરાબર છે. આ રીતે 10 વર્ષ પછી તમને કુલ 2 લાખ 32 હજાર 339 રૂપિયા મળશે.

15 વર્ષની SIP

જો 1000 રુપિયાની SIP 15 વર્ષ સુધી સતત ચાલુ રાખવામાં આવે તો કુલ રોકાણ રુપિયા 1 લાખ 80 હજાર થશે, 12 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તમને કુલ 3 લાખ 24 હજાર 576 રુપિયાનું વ્યાજ મળશે. જે તમારા રોકાણ કરતાં ઘણું વધારે છે. આ રીતે 15 વર્ષ પછી તમને કુલ 5 લાખ 04 હજાર 576 રૂપિયા મળશે.

20 વર્ષની SIP

તમે SIP દ્વારા 20 વર્ષ સુધી સતત માત્ર એક હજાર રુપિયા માસિક રોકાણ કરો છો, તો તમારું કુલ રોકાણ 2 લાખ 40 હજાર રુપિયા થશે. 12 ટકા વળતર સાથે તમને કુલ 7 લાખ 59 હજાર 148 રુપિયા મળશે. જે તમારી રોકાણ કરેલી રકમ કરતાં બમણી છે. આ રીતે 20 વર્ષ પછી તમને કુલ 9 લાખ 99 હજાર 148 રૂપિયા મળશે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">