Sabka Sapna Money Money: જોબ સેલેરીની સાથે એકસ્ટ્રા ઇન્કમ પણ મેળવવા માગો છો ? આ યોજનાથી એકત્ર કરી શકશો ફંડ
Mutual Fund : નોકરિયાત વર્ગની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે પણ તેમને મોટી રકમની જરૂર પડે છે ત્યારે તેમને કોઈ સંબંધી પાસેથી લોન લેવી પડે છે અથવા તો બેંકમાંથી વ્યક્તિગત લોન લેવી પડે છે. કારણ કે તેમને એક મહિના સુધી પગારની (Salary) રાહ જોવી પડે છે અને પછી ખાતામાં જમા થતાં નાણાંથી થોડા દિવસોમાં તમામ ખર્ચો કરી નાખે છે.
Mutual Fund : નોકરિયાત વર્ગની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે પણ તેમને મોટી રકમની જરૂર પડે છે ત્યારે તેમને કોઈ સંબંધી પાસેથી લોન લેવી પડે છે અથવા તો બેંકમાંથી વ્યક્તિગત લોન લેવી પડે છે. કારણ કે તેમને એક મહિના સુધી પગારની (Salary) રાહ જોવી પડે છે અને પછી ખાતામાં જમા થતાં નાણાંથી થોડા દિવસોમાં તમામ ખર્ચો કરી નાખે છે.
કેવી રીતે મેળવશો એક્સ્ટ્રા આવક ?
જો તમને કોઇ કહે કે તમે તમારા પગાર કરતાં અલગથી વધુ કમાણી કરી શકો છો અથવા એમ કહેવામાં આવે કે તમારે પગારને અડવાનો પણ નહીં, કારણ કે દર મહિને તમે અન્ય સ્ત્રોતોમાંથી પગારની સમાન કમાણી કરી શકો છો. તો તમને થશે તમે કહેશો કે આ કેવી રીતે શક્ય બને? તેની પાછળ એક ગણિત છે. જો તમે ખાનગી નોકરી કરો છો તો તમારા માટે આ ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે.
તમે તમારા પગાર જેટલી અલગ આવક મેળવી શકો છો. અમે તમને આ ફોર્મ્યુલા સમજાવીએ તો, તમારો પગાર દર મહિને રૂપિયા 30 હજાર છે અને તમે દર મહિને રૂપિયા 30 હજારની અલગથી આવક મેળવવા માગો છો.તો સૌ પ્રથમ તમારે તમારા પગારના 30 ટકા રોકાણ કરવું પડશે.
જે દર મહિને 9 હજાર રૂપિયા થાય છે. SIPના કેલ્ક્યુલેટર મુજબ જો કોઈ રોકાણકાર દર મહિને 9 હજાર રુપિયાની SIP કરે છે. તો તેને 10 વર્ષમાં 15 ટકા વળતર પર લગભગ 25 લાખ 07 હજરા 915 રૂપિયા મળશે.
SIPનું ગણિત સમજીએ
જો તમે દર મહિને SIPમાં રૂપિયા 9000નું રોકાણ કરો છો, તો આ રકમ 5 વર્ષ પછી લગભગ રૂપિયા 8 લાખ થઈ જશે. જો રોકાણકાર ત્રણ વર્ષ સુધી આ રીતે વધુ પૈસા જમા કરવાનું ચાલુ રાખે તો 8 વર્ષ પછી જમા થયેલી મૂડી વધીને 16.73 લાખ રૂપિયા થઈ જશે અને 10માં રકમ 25 લાખ રૂપિયાથી વધુ થશે.
સેલેરી વધે તેમ રોકાણ વધારવુ
આ ગણતરીનો માત્ર શરૂઆતના પગારના આધારે અંદાજ લગાવવામાં આવ્યો છે. મોટાભાગના લોકોનો પગાર 7 થી 8 વર્ષમાં ડબલ થઈ જાય છે. જો પગારમાં વાર્ષિક 10 ટકાનો વધારો થાય છે, તો દર મહિને 30 હજાર રૂપિયા કમાતા વ્યક્તિનો પગાર 8 વર્ષમાં વધીને 60 હજાર રૂપિયાથી વધુ થઈ જશે. જો રોકાણકાર પગાર વધારા સાથે રોકાણની રકમમાં વધારો કરે છે, તો 10મા વર્ષમાં રોકાણકાર તેના પગારમાંથી દર મહિને 18 હજાર રૂપિયાની બચત કરવાનું શરૂ કરશે.
હવે તમે સમજી શકો છો કે દર મહિને તમારા પગારના 30 ટકા બચત કરીને તમે 10 વર્ષમાં કેટલી મોટી રકમ એકઠી કરી શકો છો. વ્યાજ હંમેશા રોકાણકાર માટે મૂળ રકમ કરતાં વધુ મૂલ્યવાન હોય છે, પરંતુ વ્યાજ મેળવવા માટે રોકાણ કરવુ જરુરી છે. નોકરી કરતા લોકોની આવક ધીમે ધીમે વધે છે. તેથી આજના સમયમાં SIP એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યારે તમે 10 વર્ષ માટે તમારા પગારના 30 ટકાનું રોકાણ કરો છો. તો 10 વર્ષ પછી તમારી પાસે ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા હશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)