PM MODI નો ભવ્ય રોડ-શૉ પૂર્ણ, PM MODI ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, કમલમમાં ધારાસભ્યો-મંત્રીઓ-નેતાઓ સહિત 432 આગેવાનોની ઉપસ્થિત
PM MODIના કમલમમાં આગમન પહેલા જ ભાજપના અનેક નેતાઓ પહોંચી ગયાં છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ બેઠકમાં હાજર રહેવા માટે પહોંચી ગયા હતા. પ્રદેશ બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારોએ કમલમમાં પ્રવેશ આપી દેવાયો હતો.
PM MODIનો અમદાવાદ- એરપોર્ટથી રોડ શૉ (Road-show) પૂર્ણ કરીને ગાંધીનગર-ભાજપ કાર્યાલય KAMALAM પહોંચી ગયાં છે. PM MODI કમલમમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજવાના છે. કમલમ ખાતે ભાજપના અનેક નેતાઓ વડાપ્રધાનના આગમનની રાહ જોઈ હતી. ત્યારે થોડીવાર પહેલા જ PM કમલમ પહોંચી ગયાં છે. LED લાઈટ, સ્ટેજ લાઈટ સહિતની સુવિધાઓ હોલમાં અંદાજે 432થી વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. હોલમાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસે તેવી વ્યવસ્થા થઇ છે. કમલમ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. નીતિન પટેલ અને રૂપાણી સહિતના નેતાઓએ મોદીના ચરણોમાં ફૂલ અર્પણ કર્યાં હતાં. એરપોર્ટથી કમલમ સુધીનો 10 કિ.મીનો રોડ શો દોઢ કલાકમાં પુર્ણ થયો હતો.
ભાજપ નેતાઓ માટે ટેબ્લેટ લઇને આવવું ફરજિયાત કરાયું
PM MODIના કમલમમાં આગમન પહેલા જ ભાજપના અનેક નેતાઓ પહોંચી ગયાં છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ બેઠકમાં હાજર રહેવા માટે પહોંચી ગયા હતા. પ્રદેશ બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારોએ કમલમમાં પ્રવેશ આપી દેવાયો હતો. દરેક નેતાઓએ બેઠકમાં ભાગ લેતી વખતે તેમને ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું.
કમલમમાં PM MODIની રંગોળી બનાવાઇ
PM MODI ચારેક વર્ષ બાદ કમલમની મુલાકાતે છે. જેથી PM MODI સમગ્ર કાર્યાલય નિહાળવાના છે. PM MODIના સ્વાગત માટે કમલમમાં ખાસ રંગોળી બનાવાઇ છે. તાજેતરમાં PM MODI ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ આપતા ફોટાના પોસ્ટર પર રંગોળી બનાવાઇ છે. આ સાથે વડાપ્રધાનના આગમનને લઈ કમલમને શણગારવામાં આવ્યું છે. કમલમ મુખ્ય ગેટથી માત્ર વડાપ્રધાન પ્રવેશ કરવાના છે તે જગ્યાને ફૂલોથી સજાવવામાં આવી છે. વડાપ્રધાન સિવાયના તમામ નેતાઓએ કમલમના પાછળના દરવાજેથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
વિધાનસભામાં આજે સત્ર નહીં મળે, આખી સરકાર વ્યસ્ત રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હોવાથી વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ આજે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હોવાથી આજે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી 16 માર્ચે બે બેઠક મળશે. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિમંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે 11 માર્ચના શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે .અને ત્યાર બાદ બીજો અને ચોથો શનિ-રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.
આ પણ વાંચો : PM Modi in Gujarat: કોરોનાકાળ બાદ પહેલી વાર ખુલ્લી જીપમાં વડાપ્રધાનનો રોડ શો, લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા