વિશ્વના અન્ય ચલણની સરખામણીએ રૂપિયામાં ઘસારો ઓછો, યેન અને યુરો કરતાં ભારતનું પ્રદર્શન સારું : CEA

નાગેશ્વરને ડૉલર સામે રૂપિયા અને અન્ય કરન્સીના ભાવમાં આ ઘટાડો યુએસ ફેડરલ રિઝર્વના આક્રમક વલણને આભારી છે. તેમણે કહ્યું કે ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે તમામ ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંથી વિદેશી મૂડી પાછી ખેંચવામાં આવી રહી છે.

વિશ્વના અન્ય ચલણની સરખામણીએ રૂપિયામાં ઘસારો ઓછો, યેન અને યુરો કરતાં ભારતનું પ્રદર્શન સારું : CEA
Anantha Nageswaran - Chief Economic Advisor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 6:57 AM

દેશના મુખ્ય આર્થિક સલાહકાર(Chief Economic Advisor) વી અનંત નાગેશ્વરન અનુસાર ભારતીય રૂપિયામાં ઘટાડો એ ડોલર સામે વિશ્વની અન્ય મુખ્ય કરન્સીમાં થયેલા ઘટાડા કરતાં ઓછો છે. એટલે કે અન્ય કરન્સી કરતાં રૂપિયાનું પ્રદર્શન સારું રહ્યું છે. તેમના મતે રૂપિયા સામે યુરો, બ્રિટિશ પાઉન્ડ અને યેનનો ઘટાડો રૂપિયા કરતાં વધુ રહ્યો છે. નાગેશ્વરને જણાવ્યું હતું કે ડૉલર સામે અન્ય કરન્સીમાં ઘટાડો ફેડરલ રિઝર્વ દ્વારા કડક નીતિઓને કારણે થયો છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો (Rupee vs dollar)7 ટકાથી વધુ તૂટ્યો છે.

રૂપિયાના ઘટાડાને લઈને CEAએ શું કહ્યું?

નાગેશ્વરને ડૉલર સામે રૂપિયા અને અન્ય કરન્સીના ભાવમાં આ ઘટાડો યુએસ ફેડરલ રિઝર્વના આક્રમક વલણને આભારી છે. તેમણે કહ્યું કે ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે તમામ ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંથી વિદેશી મૂડી પાછી ખેંચવામાં આવી રહી છે જેના કારણે સ્થાનિક કરન્સી દબાણમાં આવી ગઈ છે. એક કાર્યક્રમમાં નાગેશ્વરને જણાવ્યું હતું કે જાપાની યેન, યુરો, સ્વિસ ફ્રેંક, બ્રિટિશ પાઉન્ડનું ડોલર સામે ઘણું અવમૂલ્યન થયું છે. તેમણે કહ્યું કે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બંનેએ વિદેશી હૂંડિયામણના ઉપાડને રોકવા માટે ઘણા પગલાં લીધા છે. આ સાથે વિદેશી મૂડીને આકર્ષવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે જેથી કરીને ભારતીય ચલણના ઘટતા ભાવને રોકી શકાય. આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકી ડોલર સામે રૂપિયામાં લગભગ 7.5 ટકાનો ઘટાડો થયો છે. સોમવારે રૂપિયાના કારોબાર દરમિયાન રૂપિયો પ્રથમ વખત 80 રૂપિયા પ્રતિ ડૉલરના સ્તરે આવ્યો હતો.

રૂપિયાનું અવમૂલ્યન ચિંતાનું કારણ નથી : આર્થિક બાબતોના સચિવ

આર્થિક બાબતોના સચિવ અજય સેઠે પણ ગઈ કાલે આ જ વાત કરી હતી. તેમણે કહ્યું કે રૂપિયો સારી રીતે મેનેજ કરવામાં આવ્યો છે અને સ્થાનિક ચલણના વિનિમય દરમાં ઘટાડો ચોક્કસપણે ચિંતા કરવા જેવું કંઈ નથી. તેમણે કહ્યું કે બ્રિટિશ પાઉન્ડ, જાપાનીઝ યેન અને યુરો જેવી ઘણી વિદેશી કરન્સી સામે રૂપિયો મજબૂત થયો છે. આના કારણે આ કરન્સીમાં આયાત ડોલર સામે સસ્તી થઈ છે.

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

બુધવારના કારોબારમાં યુએસ ચલણ સામે રૂપિયો 13 પૈસા ઘટીને 80 પ્રતિ ડોલરના મનોવૈજ્ઞાનિક સ્તરની ઉપર બંધ થયો હતો. ઘટાડાનું કારણ આયાતકારો તરફથી ડોલરની ભારે માંગ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો છે. મંગળવારે રૂપિયામાં થોડી મજબૂતી જોવા મળી હતી.

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">