એપ્રિલથી નિયમો બદલાઈ રહયા છે, In Hand Salary ઓછો થઈ શકે છે, જાણો કેમ?

|

Mar 17, 2021 | 8:28 AM

નવા વેતન નિયમ હેઠળના તમામ ભથ્થાં કુલ પગારના 50 ટકાથી વધુ ન હોઈ શકે. આને કારણે કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં ઘટાડો થશે.

એપ્રિલથી નિયમો બદલાઈ રહયા છે, In Hand Salary ઓછો થઈ શકે છે, જાણો કેમ?
File Photo

Follow us on

એપ્રિલ 2021 થી દેશમાં 4 નવા લેબર કોડ (Labour Codes) અમલમાં આવી રહ્યા છે. આ લેબર કોડમાં પગાર/વેતન કોડ, ઔદ્યોગિક સંબંધો પરનો કોડ, કાર્ય સંબંધિત સલામતી, આરોગ્ય અને કાર્યસ્થળની શરતોનો કોડ (OHS) અને સામાજિક અને વ્યવસાયિક સલામતી કોડ શામેલ છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ ચાર કોડને અધિસૂચિત કરવામાં આવ્યા છે અને શ્રમ મંત્રાલય એપ્રિલથી ચાર કોડ લાગુ કરવાની યોજના ધરાવે છે. મંત્રાલયે શ્રમ કાયદામાં સુધારો લાવવા માટે કુલ 44 પ્રકારના જૂના શ્રમ કાયદાને ચાર બ્રોડ કોડ્સમાં સમાવિષ્ટ કર્યા છે. આ કોડ્સના અમલીકરણથી દેશના શ્રમ બજારમાં સુધારેલા નિયમો અને નિયમોના નવા યુગની શરૂઆત કરશે.

 કોડ શું કહે છે ?
નવા વેતન નિયમ હેઠળના તમામ ભથ્થાં કુલ પગારના 50 ટકાથી વધુ ન હોઈ શકે. આને કારણે કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં ઘટાડો થશે. જોકે ગ્રેજ્યુટીનું પ્રમાણ વધશે. કર્મચારી અને કંપની બંનેનું PF માં ફાળો (PF Contribution) વધશે. આનો અર્થ ગણી શકાય કે તમારી બચત વધશે. કામના કલાકો અંગેના શ્રમ સુધારા (Labour Reforms) ઓવરટાઇમ આપીને અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ ન કરવું જોઈએ. એ જ રીતે, તમે 3 મહિનામાં 125 કલાકથી વધુ સમય કામ કરી શકાતું નથી.

આ નોંધપાત્ર સુધારા હોઈ શકે છે
નવા લેબર કોડ્સ અંગે સરકારનું કહેવું છે કે, 70 વર્ષથી કાર્યરત આ નિયમો કાયદામાં પરિવર્તન લાવશે. નવા કાયદા આંતરરાષ્ટ્રીય ધોરણના છે. જો તેનો અમલ કરવામાં આવે તો કર્મચારીઓને અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવું પડશે એટલે કે તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસની છૂટ મેળવશે. પરંતુ દર અઠવાડિયે તમારે પહેલાની જેમ 48 કલાક કામ કરવું પડશે, એટલે કે, દિવસમાં 12 કલાક કામ કરવું પડશે. આ સિવાય મંત્રાલય જૂન 2021 સુધીમાં એક વેબ પોર્ટલ શરૂ કરવાની પણ વાત કરી રહ્યું છે, જે સ્થળાંતર કરનારા કામદારો સહિતના અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મંત્રાલય એક સાથે ચારેય કોડનો અમલ કરવા માંગે છે
ચાર મુખ્ય લેબર કોડ્સમાંથી, પગાર/વેતન કોડને સંસદ દ્વારા 2019 માં મંજૂરી આપવામાં આવી હતી. બાકીના ત્રણ કોડને લોકસભા અને રાજ્યસભામાં 2020 માં સંસદના બંને ગૃહોથી મંજૂરી મળી હતી. શ્રમ મંત્રાલય એક સાથે ચાર કોડનો અમલ કરવા માંગે છે. રાજ્યો દ્વારા લેબર કોડના કેટલાક નિયમો પણ આખરી ઓપ આપવામાં આવી રહી છે.

Next Article