Budget 2022: જ્વેલર્સને રાહત, પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો, મિશ્રિત ઇંધણ પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘું

સરકારના આ નિર્ણયથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત મળશે. નાણામંત્રીએ કહ્યું કે હીરાની આયાત પર 5 ટકાની કસ્ટમ ડ્યુટી એક રીતે શૂન્ય ડ્યુટી સમાન છે.

Budget 2022: જ્વેલર્સને રાહત, પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો, મિશ્રિત ઇંધણ પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘું
Relief to jewellers (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 7:38 PM

બજેટ (Budget 2022)માં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કોમોડિટીઝ પર ઘણી છૂટની જાહેરાત કરી છે. આમાં જ્વેલર્સને પણ રાહત આપવામાં આવી છે. કટ અને પોલિશ્ડ હીરા માટે હીરા પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. હવે પોલિશ્ડ ડાયમંડ પર માત્ર 5 ટકા કસ્ટમ ડ્યુટી લાગશે. હાલમાં આ ડ્યુટી 7.5 ટકા છે. જેમસ્ટોન પર પણ 7.5 ટકાની કસ્ટમ ડ્યુટી લાગે છે. આ સિવાય ઈ-કોમર્સ દ્વારા જ્વેલરી એક્સપોર્ટની સુવિધા શરૂ કરવા માટે સરકાર જૂન 2022માં એક સરળ નિયમનકારી માળખું લાવશે. સરકારના આ નિર્ણયથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત મળશે. નાણામંત્રીએ કહ્યું કે હીરાની આયાત પર 5 ટકાની કસ્ટમ ડ્યુટી એક રીતે શૂન્ય ડ્યુટી સમાન છે.

આ સિવાય ઈમિટેશન જ્વેલરી માટે 400 રૂપિયા પ્રતિ કિલોની કસ્ટમ ડ્યૂટી નક્કી કરવામાં આવી છે. આ સિવાય 350 કૃષિ ઉત્પાદનોને મુક્તિના દાયરામાં લાવવામાં આવ્યા છે. તેમાં રસાયણો, દવાઓનો પણ સમાવેશ થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેપિટલ ગુડ્સ પરની મુક્તિમાં ઘટાડો થશે

નાણામંત્રીએ કહ્યું કે કેપિટલ ગુડ્સ પરની છૂટ ધીમે ધીમે ઓછી કરવામાં આવશે. શરૂઆતમાં કેપિટલ ગુડ્સ પર 7.5 ટકા કસ્ટમ ડ્યૂટી લાગશે. દેશમાં પ્રોડક્શન અને મૈન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે, હાલમાં ડર્ઝનો પાર્ટસની આયાત પર કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવતી નથી.

આ સિવાય ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ડ્યૂટીમાં છૂટની જાહેરાત કરવામાં આવી છે. આ ડિસ્કાઉન્ટ પહેરવા યોગ્ય અને સાંભળવા યોગ્ય ડિવાઈસ પર પણ લાગુ થશે. આ સિવાય મોબાઈલ ફોનના પાર્ટસ પર ડ્યૂટીમાં છૂટ આપવામાં આવશે.

અનબ્લેન્ડ ઇંધણ પર કસ્ટમ ડ્યુટી રૂ. 2 પ્રતિ લિટર એક્સ્ટ્રા

આ સિવાય કોમોડિટી માર્કેટમાં રેટ વધવાને કારણે કેટલીક સ્ટીલ પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી પાછી ખેંચી લેવામાં આવી છે. મિશ્રિત ઇંધણને પ્રોત્સાહન આપવા માટે, બિન-મિશ્રિત ઇંધણ પર વધારાની આબકારી જકાત(એક્સાઈઝ ડ્યૂટી) ની જાહેરાત કરવામાં આવી છે. અનબ્લેન્ડ ઈંધણ પર 2 રૂપિયા પ્રતિ લિટર વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદવામાં આવી છે. આ ડ્યુટી 1 ઓક્ટોબર 2022થી લાગુ થશે.

છત્રી પર 20% ડ્યુટી

આ સિવાય છત્રી પરની ડ્યુટી વધારીને 20 ટકા કરવામાં આવી છે. છત્રીના ભાગો પરનું ડિસ્કાઉન્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ જાહેર થયા બાદ શું કહ્યું કચ્છના વેપારી-ઉદ્યોગપતિ અને નિષ્ણાંતોએ ? જાણો કચ્છને શું ફાયદો ?

આ પણ વાંચો: Viral: ભાઈના પ્રેમનો લાગણીસભર વીડિયો જોઈ લોકો બોલ્યા ‘ભાઈ હો તો ઐસા’

g clip-path="url(#clip0_868_265)">