કેન્દ્રીય બજેટ જાહેર થયા બાદ શું કહ્યું કચ્છના વેપારી-ઉદ્યોગપતિ અને નિષ્ણાંતોએ ? જાણો કચ્છને શું ફાયદો ?
કચ્છના સૌથી મોટી ઉદ્યોગીક સંસ્થાને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે બજેટને આવકાર્યુ હતું. ખાસ કરીને બજેટમાં એસ.ઇ.ઝેડ ના ડેવલોપમેન્ટ માટેની જોગવાઇ કરાઇ છે. જેનો સીધો ફાયદો કચ્છને થશે. એસ.ઇ.ઝેડ સાથે 2500 મેમ્બર જોડાયેલા છે.
નિર્મલા સિતારમને આજે કેન્દ્રીય બજેટની ઘોષણા કરી હતી. સમગ્ર દેશમાં તેના મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. વડાપ્રધાને ગરીબોનો મોટો ફાયદો થશે તેમ જણાવી દરેક ક્ષેત્રને આધુનિક બનાવતું બજેટ હોવાનું જણાવ્યું હતું. તો દરેક રાજ્ય અને રાજકીય પાર્ટીઓ પણ દેશની આર્થિક વ્યવસ્થાને ધ્યાને રાખી પોતાના મંતવ્યો આપી રહ્યા છે. ત્યારે કચ્છમાં બજેટને લઇને વેપારી, ઉદ્યોગપતિ અને ખેડુતો અને નાના વેપારીઓએ શું પ્રતિક્રીયા આપી તે પણ જાણીએ,
બજેટને ગાંધીધામ ચેમ્બરે આવકાર્યુ
કચ્છના સૌથી મોટી ઉદ્યોગીક સંસ્થાને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે બજેટને આવકાર્યુ હતું. ખાસ કરીને બજેટમાં એસ.ઇ.ઝેડ ના ડેવલોપમેન્ટ માટેની જોગવાઇ કરાઇ છે. જેનો સીધો ફાયદો કચ્છને થશે. એસ.ઇ.ઝેડ સાથે 2500 મેમ્બર જોડાયેલા છે. જેથી એસ.ઇ.ઝેડના વિકાસ માટે મહત્વની જાહેરાત કરાઇ છે. તો નલ સે જલ યોજના અને રસ્તાના વિસ્તૃતીકરણ માટે બજેટના જોગવાઇથી ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ સારો થશે. તો ટેક્ષ સ્લેબમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય પણ ચેમ્બર પ્રમુખ તેજાભાઇ એસ.કાનગડ આવકાર્યો હતો.
કચ્છના સાંસદે બજેટને 25 વર્ષના વિકાસની બ્લુપ્રિન્ટ ગણાવ્યુ
નિજી નિવેશમાં બઢોતરી, હેલ્થ ઈન્ફાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના સંકલ્પ સાથે PM ગતિ શક્તિ મિશન અંતર્ગત કૃષિ, મહિલા, યુવાનો અને પેયજલ, ડિઝિટલ સર્વજન કલ્યાણકારી લક્ષ્યને આવરતું બજેટ આજે નિર્મલા સિતારામનજીએ રજૂ કરતાં કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા એ આવકરતા કહ્યું હતું કે, સડક પરિવહન, બસ, શિપિંગ દરેક ક્ષેત્રને ઉતેજન આપતું બજેટ મેક ઇન ઈન્ડિયા અંતર્ગત 60 લાખ નવી નોકરીઓ તથા 30 લાખ અતિરિક્ત નોકરીઓ મળશે. 440 નવી વંદે ભારત ટ્રેનો ચલાવવાની, 25 000 KM નેશનલ હાઇવે, 100 કાર્ગો ટર્મિનલ, કેમિકલ મુક્ત ખેતી, 8 નવા રોપવે નું PPP નોડેલ દ્વારા નિર્માણ 80 લાખ PM આવાસ યોજના અંતર્ગત મકાનો, 5 નદીઓને જોડવાનું, શહેરી ટ્રાન્સપોર્ટને રેલ્વે માર્ગ કનેક્ટ કરાશે, કિસાનોને MSP માટે 2.7 લાખ કરોડ હેલ્થ ઈન્ફ્રા માટે ડિઝિટલ નેટવર્ક, પીવાનાં પાણી પ્રોજેકટ માટે 60 હજાર કરોડ રૂ. નું પ્રાવધાન PM ગતિ શક્તિ સંબધિત નિવેશ માટે 50 વર્ષનું વ્યાજ મુક્ત ઋણ, સરક્ષણ આયાત ઘટાડવાની પ્રતિબધ્ધતા, ITI માં ડિઝિટલ કોર્ષ, વન સ્ટેશન વન પ્રોડક્ટ, પોસ્ટ અને બેંક આપસમાં લેન દેન કરવાનું જોડવું, ઈ-પાસપોર્ટ – 5.5 કરોડ ઘરમાં ઘર ઘર નલ – ઘર ઘર જલ જેવાં જનહિતના કાર્યો માળખાગત સુવિધાઓ સાથે અર્થવ્યવસ્થા માટે આ બજેટ સંજીવની રૂપ હોવાનુ જણાવ્યુ હતુ.
બજેટ નિરાશાજનક કચ્છ-કોંગ્રેસ
એક તરફ વેપારી અને વિવિધ રાજકીય આગેવાનો બજેટને આવકારદાયક ગણાવી રહ્યા છે. ત્યાં કોંગ્રેસે આંકડા સાથે બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. મધ્યમવર્ગ, ખેડુતો અને યુવાનો માટે કોઇ મહત્વની જાહેરાત ન હોવાનું કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હા ટેક્ષમાં કોઇ ફેરફાર ન કરતા રાહત થશે. પરંતુ નરેગા તથા ખેડુતો માટેના બજેટમાં ઘટાડો થયો છે. સાથે નવી રોજગારીની વાત વચ્ચે 12 કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે તેવામાં મેક ઇન ઇન્ડીયાના નામે થયેલી જાહેરાત ખરેખર રોજગારી આપશે તે પ્રશ્ન છે. તો શિક્ષણ અને ખાસ કરીને યુવા વર્ગને ફાયદો થાય તેવી બજેટમાં કોઇ જોગવાઇ ન હોય તેવુ કોગ્રેસે યાદીમાં જણાવ્યુ છે.
ખેડુતોને સીધો ફાયદો નહી : કિસાન સંઘ
તો એક તરફ ઉદ્યોગો જ્યા બજેટને આવકારી રહ્યાં છે. ત્યાં બીજી તરફ ખેડુતોને સીધો ફાયદો થાય તેવી બજેટમાં કોઇ જોગવાઇ નથી. ખેતીને ડીઝીટલ કરવાની જોગવાઇ કરાઇ છે. પરંતુ તેમાં કોઇ સ્પષ્ટતા નથી. જ્યારે ડ્રોન દ્વારા દવા છંટકાવ માટેની વાત છે. તો ખેડુતો કંઇ રીતે ખરીદી કરશે તેવા અનેક પ્રશ્નો ખેડુતોના મનમાં છે. ખેડુતોએ બજેટ પહેલા ઉત્પાદનના યોગ્ય ભાવ અને વ્યવસ્થા ઉભી થાય તે હતી સાથે રાસાયણીક ખાતરમાં ભાવ ઘટાડો થાય તે હતી. પરંતુ તે કોઇ જોગવાઇ બજેટમાં કરાઇ નથી. તો વડી ઓર્ગેનીક ખેતીને પ્રોત્સાહન માટેની પણ વાત કરાઇ છે. પરંતુ તેમાં ખેડુતોને ટુંકા ગાળામાં મોટો ફાયદો મળે તેવું લાગી રહ્યું નથી. તેથી સ્પષ્ટતા સાથે બજેટના અભ્યાસ બાદ વધુ કહી શકાય. પરંતુ હાલ એવો કોઇ ફાયદો નથી તેવું કચ્છ ભારતીય કિસાન સંઘ પ્રમુખ શિવજી બરાડીયાએ જણાવ્યું હતું.
કચ્છમાં ખેતી-પશુપાલન,ટ્રાન્સપોર્ટ મુખ્ય વ્યવસાય છે. તેવામાં કચ્છમાં બજેટને લઇને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હા ઉદ્યોગો માટે ઉદારનીતી અને સામાન્ય મધ્યમ વર્ગ માટે ટેક્ષમાં કોઇ ફેરફાર એ ક્યાક ફાયદારૂપ છે. જેને લોકો આવકારી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું નવું બજેટ દેશના અર્થતંત્ર સાથે લોકજીવનમા કેવું પરિવર્તન લાવે છે.
આ પણ વાંચો : Agriculture Budget: ખેતીને સરળ બનાવવા ડ્રોનનો ઉપયોગ થશે, ખેડૂતોની આવક વધારવા PPP મોડલનો ઉપયોગ કરવામાં આવશે
આ પણ વાંચો : IPL 2022 Mega Auction: 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ પર લાગશે બોલી, જાણો મેગા ઓક્શનની 5 મોટી વાતો