રાહતના સમાચાર : OPEC દેશ ફેબ્રુઆરીથી તેલ ઉત્પાદનમાં દરરોજ 4 લાખ બેરલનો વધારો કરશે
ક્રૂડ ઓઇલમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 80 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. એક મહિના પહેલા બ્રેટ 73 ડોલર પ્રતિ બેરલ પર હતો.
તેલ ઉત્પાદક દેશોએ કહ્યું છે કે તેઓ ફેબ્રુઆરીથી તેલનું ઉત્પાદન વધારશે. મંગળવારે તેલ ઉત્પાદકોના ગઠબંધને જણાવ્યું હતું કે તે કોવિડ ઓમિક્રોનના નવા વેરિએન્ટના ભય છતાં ઇંધણની માંગમાં વધારો થવાની અપેક્ષા રાખે છે તેથી તેઓ ઉત્પાદન વધારવાનો નિર્ણય કરી રહ્યા છે.
દૈનિક 4 લાખ બેરલ વધુ ઉત્પાદન કરાશે
સાઉદી અરેબિયા અને નોન-ઓપેક સભ્ય રશિયાની આગેવાની હેઠળના 23 સભ્યોના ઓપેક પ્લસ ગઠબંધનએ જણાવ્યું હતું કે તે ફેબ્રુઆરીમાં દરરોજ 400000 બેરલ વધુ ઉત્પાદન કરશે. નિષ્ણાતોના મતે ઓમિક્રોનના ઝડપી પ્રસારના સમાચારને પગલે નવેમ્બરના અંતમાં ક્રૂડ તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે હવે ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનની ચારે બાજુથી ચર્ચા થઈ રહી છે ત્યારે ઈંધણની માંગમાં પણ રિકવરી જોવા મળી રહી છે તેથી આગામી સમયમાં માંગમાં વધારો થવાની ધારણા છે.
ઓપેક દેશો હવે તેમના ઉત્પાદનને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોગચાળા દરમિયાન બળતણની માંગમાં ઘટાડો થતાં તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો. હવે જ્યારે કિંમતો વધી રહી છે ત્યારે વિશ્વભરની મોટી અર્થવ્યવસ્થાઓ ઉત્પાદન વધારીને કિંમતોને નિયંત્રિત કરવાની માંગ કરી રહી છે. ભાવ વધારાને સ્થિર કરવા માટે યુ.એસ. અને અન્ય તેલ-વપરાશકર્તા દેશોએ નવેમ્બરના અંતમાં તેમના વ્યૂહાત્મક ભંડારમાંથી ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું હતું. જેણે કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ કરી હતી. જો કે આ પગલાંની લાંબા ગાળાની અસર ન હતી. જે બાદ હવે દેશોએ તેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે.
ક્રૂડ 80 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે
ક્રૂડ ઓઇલમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 80 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. એક મહિના પહેલા બ્રેટ 73 ડોલર પ્રતિ બેરલ પર હતો. 20 ડિસેમ્બરે કિંમતો 72 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી ગઈ હતી, ત્યારબાદ તે 10 ટકાથી વધુ વધી ગઈ છે. બજારના આંતરિક સૂત્રો ઊંચા ભાવની આગાહી કરી રહ્યા છે. મોર્ગન સ્ટેન્લીનો અંદાજ છે કે ક્રૂડ ઓઈલના ભાવ સતત વધશે અને 2022માં બ્રેન્ટ ક્રૂડ 90 ડોલર પ્રતિ બેરલને પાર કરી જશે. મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની માંગ સતત વધી રહી છે પરંતુ માંગ પ્રમાણે ઉત્પાદન વધશે તેવા કોઈ સંકેત નથી તેથી કાચા તેલમાં સતત વધારો થવાની સારી શક્યતા છે.
આ પણ વાંચો :સરકારનો એફટીએ દ્વારા ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ માટે ડ્યુટી કન્સેશન મેળવવાનો પ્રયાસઃ ટેક્સટાઇલ મંત્રી