AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules from 1st September: આવતીકાલથી બચત, વ્યવસાય અને મુસાફરી સાથે જોડાયેલ આ 4 નવા નિયમ લાગુ પડશે , જાણો તમારા ઉપર શું પડશે અસર

1 સપ્ટેમ્બર 2021 થી દેશમાં નાણાં, મુસાફરી અને વ્યવસાય સંબંધિત 4 નવા નિયમો અથવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારોને કારણે તમને થોડી સગવડ મળશે અને ક્યાંક લાભ થોડો ઘટશે. આવતા મહિનાથી અમલમાં આવી રહેલા આ ફેરફારો વિશે અમને જવી રહ્યાં છીએ.

New Rules from 1st September: આવતીકાલથી બચત, વ્યવસાય અને મુસાફરી સાથે જોડાયેલ આ 4 નવા નિયમ લાગુ પડશે , જાણો તમારા ઉપર શું પડશે અસર
New Rules from 1st September
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 7:56 AM

New Rules from September 1: દેશમાં દર મહિનાની પહેલી તારીખથી કેટલાક ફેરફારો અથવા નવા નિયમો લાગુ પડે છે. 2021 ના ​​સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ આવું થવાનું છે. 1 સપ્ટેમ્બર 2021 થી દેશમાં નાણાં, મુસાફરી અને વ્યવસાય સંબંધિત 4 નવા નિયમો અથવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારોને કારણે તમને થોડી સગવડ મળશે અને ક્યાંક લાભ થોડો ઘટશે. આવતા મહિનાથી અમલમાં આવી રહેલા આ ફેરફારો વિશે અમને જવી રહ્યાં છીએ.

PNB માં વ્યાજ દરમાં ઘટાડો પંજાબ નેશનલ બેંક 1 સપ્ટેમ્બર 2021 થી બચત ખાતાની થાપણો પર વ્યાજ દર ઘટાડવા જઈ રહી છે. આ માહિતી બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી મળી છે. બેંકનો નવો વ્યાજ દર વાર્ષિક 2.90 ટકા રહેશે. નવો વ્યાજ દર PNB ના હાલના અને નવા બચત ખાતા બંને પર લાગુ થશે.અત્યારે પંજાબ નેશનલ બેંકમાં બચત ખાતા પર વ્યાજ દર વાર્ષિક 3 ટકા છે.

PF UAN સાથે આધાર લિંકિંગ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF યોગદાન અને અન્ય લાભો માટે આધાર કાર્ડને PF UAN (universal account number) સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. UAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા અગાઉ 31 મે 2021 હતી જે વધારીને 31 ઓગસ્ટ 2021 કરવામાં આવી હતી. 31 ઓગસ્ટ, 2021 પછી આધાર સાથે લિંક નહીં કરાયેલા PF એકાઉન્ટ્સને એમ્પ્લોયર દ્વારા PF યોગદાન જમા કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. કર્મચારીઓ ખાતામાં માત્ર પોતાનો જ હિસ્સો દેખાશે.

કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!
કરોડો રુપિયાનો માલિક મોહમ્મદ સિરાજનો આવો છે પરિવાર
'લૉડ ઠાકુર'નો આવો છે પરિવાર
આ 5 ફૂડ તમારા દાંતને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે

GST રિટર્ન પર નવો નિયમ જે કારોબારીઓએ છેલ્લા બે મહિનામાં GSTR-3B રિટર્ન ફાઇલ કર્યું નથી તેઓ 1 સપ્ટેમ્બરથી GSTR-1 માં જાવક પુરવઠાની વિગતો ભરી શકશે નહીં. GSTN કહે છે કે સેન્ટ્રલ GST નિયમો હેઠળ નિયમ -59 (6) 1 સપ્ટેમ્બર, 2021 થી અમલમાં આવશે. જે કારોબારીઓ ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરે છે જો તેઓએ અગાઉના ટેક્સ સમયગાળા દરમિયાન ફોર્મ GSTR-3B માં રિટર્ન ફાઈલ કર્યું નથી તો તેમને પણ GSTR-1 ફાઇલ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

વેપારી સંસ્થાઓ પછીના મહિનાના 11 મા દિવસે એક મહિના માટે GSTR-1 ફાઇલ કરે છે, GSTR-3B નીચેના મહિનાના 20-24 મા દિવસની વચ્ચે ક્રમિક રીતે ફાઇલ કરવામાં આવે છે. વ્યાપારી સંસ્થાઓ GSTR-3B મારફતે કર ચૂકવે છે.

તેજસ રેક સાથે નવી રાજધાની જોવા મળશે પટના-નવી દિલ્હી રાજધાની 1 સપ્ટેમ્બરથી અત્યાધુનિક તેજસ રેક્સ સાથે દોડશે. આ ત્રીજી રાજધાની એક્સપ્રેસ છે જે તેજસ સ્માર્ટ સ્લીપર કોચથી સજ્જ હશે. પટના-નવી દિલ્હી રાજધાની હવે તેજસ રાજધાની તરીકે ઓળખાશે. અગાઉ રેલવેએ મુંબઈ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને અગરતલા-આનંદ વિહાર રાજધાની એક્સપ્રેસમાં આધુનિક તેજસ રેક ઉમેર્યા છે. પટના-નવી દિલ્હી રાજધાનીમાં તેજસ રેક ફીટ થયા બાદ તેના ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : એક સપ્તાહથી ઇંધણની કિંમતોમાં કોઈ ફેરફાર નહિ ! શું પેટ્રોલ – ડીઝલની કિંમતો નીચે આવશે? જાણો તમારા શહેરના ભાવ

આ પણ વાંચો : Income Tax Returns: જાણો Online Income Tax Return માટે ક્યા ફોર્મની ડેડલાઈન કેટલી લંબાવવામાં આવી

g clip-path="url(#clip0_868_265)">