AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિલાયન્સ શરૂ કરવા જઈ રહી છે નવી રિટેલ બ્રાન્ડ,  બિગ બજારનું સ્થાન લેશે ‘સ્માર્ટ બજાર’

રિલાયન્સ રિટેલ નવી રિટેલ સ્ટોર બ્રાન્ડ 'સ્માર્ટ બજાર' લોન્ચ કરવા જઈ રહી છે. ફ્યુચર ગ્રુપના બિગ બજાર આઉટલેટ જ્યાં કામ કરતા હતા તે જગ્યાઓ માટે તેણે આ નામ નક્કી કર્યું છે.

રિલાયન્સ શરૂ કરવા જઈ રહી છે નવી રિટેલ બ્રાન્ડ,  બિગ બજારનું સ્થાન લેશે 'સ્માર્ટ બજાર'
Reliance Retail is going to launch a new retail store brand Smart Bazaar
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 7:22 PM
Share

રિલાયન્સ રિટેલ (Reliance Retail) નવી રિટેલ સ્ટોર બ્રાન્ડ ‘સ્માર્ટ બજાર’ (Smart Bazaar) લોન્ચ કરવા જઈ રહી છે. ફ્યુચર ગ્રુપના બિગ બજાર (Big Bazaar) આઉટલેટ જ્યાં કામ કરતા હતા તે જગ્યાઓ માટે તેણે આ નામ નક્કી કર્યું છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ઉદ્યોગના બે અધિકારીઓએ તેમને કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ શાખા લગભગ 950 પ્રોપર્ટીમાં પોતાના સ્ટોર ખોલવા પર કામ કરી રહી છે. આ સ્ટોર્સ તે છે જે ફ્યુચર ગ્રુપે સબ-લીઝ પર લીધા હતા, પરંતુ ભાડું ચૂકવવાનું કારણ દર્શાવીને તેનો કબજો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, કંપની આ સ્થળોએ ઓછામાં ઓછા 100 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે, જેમાં કેટલાક સ્માર્ટ બજાર સ્ટોર્સનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે આ મહિને ખોલવામાં આવશે. જોકે, રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રૂપે હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સ્માર્ટ બજાર ગ્રાહકો માટે રોજબરોજની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલના હાલના સ્માર્ટ સુપરમાર્કેટ કરતાં સ્માર્ટ બજાર રોજિંદા કપડાં અને સામાન્ય માલસામાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આને બિગ બજારની તર્જ પર તૈયાર કરવામાં આવશે, જેથી ગ્રાહકો કનેક્ટેડ અનુભવી શકે.

કેટલીક મિલકતોમાં ફ્યુચર ગ્રુપના વધુ મોટા સ્ટોર્સ ઉપલબ્ધ છે, જે 60,000 સ્ક્વેર ફીટથી લઈને 100,000 સ્ક્વેર ફીટ સુધી વિસ્તરેલુ હોય છે. અહીં રિલાયન્સ તેની હાલની બ્રાન્ડ્સ જેમ કે રિલાયન્સ મોલ લાવશે. વધુમાં, ફ્યુચર ગ્રુપે રિલાયન્સ માટે સેન્ટ્રલ ફોર્મેટની ફ્યુચર ગ્રુપની એક ફ્રેન્ચાઈઝી તરીકે કામ કરવાની દરખાસ્ત મુકી છે, જેઓ ફીની ચુકવણી પર શોપ-ઇન-શોપ તરીકે કામ કરે છે.

રિલાયન્સ ફ્યુચર ગ્રુપના ગ્રોસરી સ્ટોર ઈઝી ડે અને હેરિટેજનુ સ્થાન લેવા માટે પોતાની કેટલીક નાની રિટેલ બ્રાન્ડ્સ જેમ કે 7-Eleven અને Reliance Fresh લોન્ચ કરશે. જ્યારે, કેટલાક વેલ્યુ એપેરલ ફોર્મેટ FBBને ટ્રેંડ્સમાં બદલવામાં આવશે. જે રિલાયન્સની વેલ્યુ ફેશન ચેઈન છે.

રિલાયન્સ હાલમાં એસી, સ્ટોકિંગ શેલ્ફ, લાઇટ, ચિલર, ફ્રીઝર, બિલિંગ મશીન, ટ્રોલી અને એસ્કેલેટર મશીન સહિતની તમામ ભૌતિક સંપત્તિઓ દૂર કરી રહી છે. આ સંપત્તિઓ હવે બેંકોની છે. ફ્યુચર ગ્રુપને 17,000 કરોડ રૂપિયાની લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Real Estate Sector : રિયલ એસ્ટેટમાં બદલાઇ રહ્યો છે ટ્રેન્ડ, જૂના પ્રોજેક્ટને બદલે નવા પ્રોજેક્ટ્સમાં ખરીદીમાં આવ્યો ઉછાળો

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">