AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI MPC Meeting 2024: આજથી ત્રણ દિવસ અર્થતંત્રના દિગ્ગ્જ મોંઘવારી પર મનોમંથન કરશે, શું રેપોરેટમાં ફેરકાર કરાશે?

RBI MPC Meeting 2024: બજેટની જાહેરાત બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોનેટરી પોલિસી બેઠકનું આયોજન કરવા જઈ રહી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય MPC આજે મંગળવાર 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ છે. નિર્ણયો 8 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ દરમિયાન મોંઘવારી પર ચર્ચા થશે.

RBI MPC Meeting 2024: આજથી ત્રણ દિવસ અર્થતંત્રના દિગ્ગ્જ મોંઘવારી પર મનોમંથન કરશે, શું રેપોરેટમાં ફેરકાર કરાશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2024 | 7:28 AM
Share

RBI MPC Meeting 2024: બજેટની જાહેરાત બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોનેટરી પોલિસી બેઠકનું આયોજન કરવા જઈ રહી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય MPC આજે મંગળવાર 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ છે. નિર્ણયો 8 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ દરમિયાન મોંઘવારી પર ચર્ચા થશે. રેપો રેટને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં 6 લોકો ભાગ લેશે.

રેપો રેટમાં ફેરફારની શક્યતા નહીંવત

નિષ્ણાતોનું માનીએ તો RBI આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. સેન્ટ્રલ બેંક જુલાઈ સુધી 6.5%ના દરે જાળવી શકે છે. આ પહેલા 5 વખત રિઝર્વ બેંકે દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2023માં છેલ્લી MPC મીટિંગમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. રેપો રેટ લોન અને EMI સાથે સંબંધિત છે. જો આમાં કોઈ ફેરફાર નહીં થાય તો લોનના વ્યાજ દર પણ સ્થિર રહેશે.

એસબીઆઈનો અભિપ્રાય

એસબીઆઈના જણાવ્યા અનુસાર, આરબીઆઈ આગામી પોલિસીમાં પણ તેની સ્થિરતાનું વલણ ચાલુ રાખશે. મજબૂત યુએસ નોન-ફાર્મ પેરોલ્સ ડેટા અને વેતનોએ ઝડપી દર કટ માટેની બજારની અપેક્ષાઓ ઓછી કરી છે. જૂન 2024માં પ્રથમ રેટ કટ ટેબલ પર છે. શ્રેષ્ઠ શરત ઓગસ્ટ 2024 માં લાગે છે.

મોંઘવારી અંગે મનોમંથન

ડિસેમ્બરમાં મોંઘવારી દરમાં ઘટાડો થયો હોવા છતાં, આંકડા હજુ પણ આરબીઆઈના નિયંત્રણની બહાર છે. બેંક ઓફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ કહે છે કે, “ડિસેમ્બરના ડેટા મુજબ ફુગાવો હજુ પણ ઊંચો છે.” ખોરાકની બાજુ પર દબાણ છે. SBIના અહેવાલ મુજબ, CPI નાણાકીય વર્ષ 24 માં 5.4% અને નાણાકીય વર્ષ 2025 માં 4.6-4.8% રહેવાની ધારણા છે. જોકે, 2014ની સરખામણીએ 2024માં ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવેમ્બરમાં ફુગાવાનો દર 5.55% હતો જે ડિસેમ્બરમાં વધીને 5.6% થયો છે.

MPC શું છે?

મોનેટરી પોલિસી કમિટી (MPC) એ ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી એક સમિતિ છે. જેની રચના 27 જૂન, 2016ના રોજ વ્યાજ દરના નિર્ધારણને વધુ ઉપયોગી અને પારદર્શક બનાવવા માટે કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટમાં સુધારો કરીને ભારતમાં નીતિ નિર્માણને નવી રચાયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ને સોંપવામાં આવી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">