SBI: બેંક લોન ભરવામાં થઈ રહી છે મુશ્કેલી? માત્ર એક ફોર્મ ભરી ઘરે બેઠા જ આ યોજનાનો લાભ મેળવો

દેશની સૌથી મોટી બેંક SBI એ તેના ગ્રાહકોને 25 કરોડ સુધીની લોનનું પુનર્ગઠન (Loan Restructure) કરવાની તક આપી છે.

SBI: બેંક લોન ભરવામાં થઈ રહી છે મુશ્કેલી? માત્ર એક ફોર્મ ભરી ઘરે બેઠા જ આ યોજનાનો લાભ મેળવો
Loan Restructure
Follow Us:
| Updated on: May 31, 2021 | 12:21 PM

કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણી બેંકો (Bank) તેમના ગ્રાહકોને વિવિધ પ્રકારની સુવિધાઓ આપી રહી છે. દેશની સૌથી મોટી બેંક SBI એ તેના ગ્રાહકોને 25 કરોડ સુધીની લોનનું પુનર્ગઠન (Loan Restructure) કરવાની તક આપી છે.

એસબીઆઈના ચેરમેનના જણાવ્યા અનુસાર, આ સુવિધા માટે જાહેર ક્ષેત્રની બેંકે સામાન્ય લોકો, નાના ઉદ્યોગપતિઓ અને એમએસએમઇ માટે 25 કરોડ રૂપિયા સુધીની લોનનું પુનર્ગઠન કરવાની યોજના તૈયાર કરી છે.

આ યોજના હેઠળ, કોઈપણ ઉદ્યોગપતિ અથવા સંસ્થા અથવા લોન ધારક જે લોનનું પુનર્ગઠન કરાવા માગે છે તે ખૂબ જ સરળ રીતે પૂર્ણ કરી શકે છે. આ માટે ક્યાંય જવાની જરૂર નથી. આ માટે તમારે એસબીઆઈ બેંકની વેબસાઇટ પર એક એપ્લિકેશન કરવાની છે અને તમારી લોનની પુનર્ગઠનમાં તમને કેવા પ્રકારનાં પરિવર્તન જોઈએ છે તે જણાવવાનું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આરબીઆઈએ નિર્ણય લીધો હતો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં સામાન્ય લોકો, નાના ઉદ્યોગપતિઓ અને એમએસએમઈ માટે 25 કરોડ રૂપિયા સુધીની લોનની પુનર્ગઠન માટે એક નવો નિયમ જાહેર કર્યો હતો. જેને હવે બેંકો અનુસરવા પગલાં લઈ રહી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું કે બેંકોએ લોનની પુનર્ગઠન માટે પગલાં ભરવા જોઈએ. જેની શરૂઆત એસબીઆઈ સહિત અન્ય પીએસબી દ્વારા કરવામાં આવી રહી છે.

આ કારણથી નિર્ણય લેવામાં આવ્યો

બેંક એ આ યોજના લોકોના જીવન નિર્વાહમાં મદદ અને દેશમાં વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગ આપવા કર્યો છે. આ યોજનાથી સરળ શરતો સાથે સંસ્થાકીય લોનને પ્રોત્સાહન આપી શકાય છે. સાથે જ બેંકોની સ્થિતિમાં પણ સુધારો થશે.

આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરવામાં આવી હતી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મહિનાની 6 તારીખે લોન રિસ્ટ્રક્ચર્સ 2.0 ની જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, નવી સિસ્ટમ હેઠળ અરજીઓ 30 સપ્ટેમ્બર, 2021 સુધી કરી શકાશે. જો બધી શરતો પૂરી થાય છે, તો લોન લેનાર વ્યક્તિ / સંસ્થા માટે તેનો અમલ બેંક દ્વારા 90 દિવસમાં કરવો પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">