તમારા પૈસા તો નથી ને આ બેન્કમાં, RBI એ લાયસન્સ કર્યું રદ

આરબીઆઈએ કહ્યું છે કે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતા નથી. જો બેંકને બેંકિંગ વ્યવસાયને આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, તો તે જાહેર હિતને પ્રતિકૂળ અસર કરશે. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો સામે પણ કડક કાર્યવાહી કરી હતી.

તમારા પૈસા તો નથી ને આ બેન્કમાં, RBI એ લાયસન્સ કર્યું રદ
RBI
Follow Us:
| Updated on: Jun 17, 2024 | 9:39 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે ​​મોટો નિર્ણય લીધો છે. એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંક દ્વારા જે બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે તેનું નામ પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંક છે, જે ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં સ્થિત છે. સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે પૂર્વાંચલ કોઓપરેટિવ બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી. આરબીઆઈએ નિવેદનમાં કહ્યું કે ઉત્તરપ્રદેશના કોઓપરેટિવ કમિશનર અને કોઓપરેટિવ સોસાયટીઝના રજિસ્ટ્રારને બેંકને બંધ કરવા અને લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ બેંકમાં જેના પૈસા છે એમનું શું થશે ?

લિક્વિડેશન હેઠળ દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ લોન ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી માત્ર રૂ. 5 લાખ સુધીની તેમની થાપણ રકમ મેળવવા માટે હકદાર હશે. આરબીઆઈએ કહ્યું કે પૂર્વાંચલ કોઓપરેટિવ બેંકના ડેટા મુજબ, લગભગ 99.51 ટકા થાપણદારો તેમની સંપૂર્ણ થાપણો DICGC પાસેથી મેળવવા માટે હકદાર છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે સહકારી બેંક તેની વર્તમાન નાણાકીય સ્થિતિ સાથે તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ છે.

RBIએ શું કહ્યું ?

આરબીઆઈએ કહ્યું છે કે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતા નથી. જો બેંકને બેંકિંગ વ્યવસાયને આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, તો તે જાહેર હિતને પ્રતિકૂળ અસર કરશે. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો સામે કડક કાર્યવાહી કરી હતી. યસ બેંક અને ICICI બેંક પર કાર્યવાહી કરતી વખતે RBIએ કરોડોનો દંડ ફટકાર્યો હતો. બેંકિંગ રેગ્યુલેટરનું કહેવું છે કે યસ બેંક અને ICICI બેંક કેન્દ્રીય બેંકના ઘણા નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. જેના કારણે યસ બેંક પર 91 લાખ રૂપિયા અને ICICI બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ

આ કારણે દંડ લાદવામાં આવ્યો છે

આરબીઆઈએ તાજેતરમાં જ માહિતી આપી હતી કે બંને બેંકો ઘણી માર્ગદર્શિકાનું પાલન કરી રહી નથી. આરબીઆઈના જણાવ્યા અનુસાર, યસ બેંક પર ગ્રાહક સેવા અને આંતરિક અને ઓફિસ ખાતા સંબંધિત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. આવા ઘણા કિસ્સા આરબીઆઈ સમક્ષ આવ્યા હતા જેમાં બેંકે અપૂરતી બેલેન્સને કારણે ઘણા ખાતાઓમાંથી ચાર્જ વસૂલ કર્યો હતો. તેમજ આંતરિક અને કચેરીના ખાતામાંથી ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હતી.

આરબીઆઈએ તેના મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2022 દરમિયાન યસ બેંક દ્વારા આવું ઘણી વખત કરવામાં આવ્યું હતું. બેંકે તેના ગ્રાહકોના નામે ફંડ પાર્કિંગ અને ગ્રાહક વ્યવહારોના રૂટીંગ જેવા ગેરકાયદેસર હેતુઓ માટે અમુક આંતરિક ખાતા ખોલ્યા હતા અને તેનું સંચાલન કર્યું હતું. આ તમામ સૂચનાઓનું પાલન ના કરવા બદલ બેંક પર 91 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Latest News Updates

ખંભાળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
ખંભાળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ
નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
g clip-path="url(#clip0_868_265)">