Air Indiaના પ્રવાસીઓનું રતન ટાટાએ કર્યુ સ્વાગત, ટ્વિટ કરી જાહેર કર્યો વિડીયો
રતન તાતા (Ratan Tata) પોતે ઍરઇન્ડિયાના પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા છે. એર ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રતન ટાટાનો એક વેલકમ મેસેજ જાહેર કર્યો છે.
એર ઇન્ડિયા (Air india) હવે ટાટા ગ્રુપ (Tata Group)નો એક ભાગ છે,ત્યારે એર ઇન્ડિયાના પ્રવાસીઓને અનેક ફેરફાર મળવા લાગ્યા છે. હવે રતન તાતા (Ratan Tata) પોતે ઍર ઇન્ડિયાના પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા છે.એર ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રતન ટાટાનો એક વેલકમ મેસેજ જાહેર કર્યો છે.
એર ઇન્ડિયાએ ટ્વિટ કરી શેર કર્યો વિડીયો
ઍર ઇન્ડિયાએ બુધવારે ટ્વિટર પર રતન ટાટાના મેસેજવાળી વિડીયો ક્લિપ શૅર કરી છે. આ ક્લિપમાં રતન ટાટાનો અવાજ સંભળાઇ રહ્યો છે. ટાટા સન્સના Chaitman Emeritus મેસેજમાં પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા છે. તે લોકોને વિશ્વાસ આપતા કહી રહ્યા છે કે ઍર ઇન્ડિયાને મળીને સૌથી ગમતી ઍરલાઇન બનાવવામાં આવશે. ક્લિપમાં રતન ટાટાના અવાજમાં કહેવામાં આવી રહ્યું છે કે, ટાટા ગ્રુપ ઍરઇન્ડિયાના નવા ગ્રાહકોનું સ્વાગત કરે છે. મુસાફરોની સુવિધા અને સેવા મામલે એર ઈન્ડિયાને મનપસંદ એરલાઈન બનાવવા માટે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છે. મહત્વનું છે કે ગયા અઠવાડિયે ટાટાએ એર ઈન્ડિયાની માલિકી પ્રાપ્ત કરી લીધી છે અને નુકસાનમાં ચાલતી એરલાઈનને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાનું વચન આપ્યું.
#FlyAI: A warm welcome extended by Mr Ratan Tata, Chairman Emeritus, Tata Sons, Chairman Tata Trusts, to our passengers onboard Air India flights. pic.twitter.com/MkVXEyrj3J
— Air India (@airindiain) February 2, 2022
દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાના રૂ18,000 કરોડમાં ઉગારી
આઠ ઓક્ટોબર, 2021ના દિવસે દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાના અધિગ્રહણની 18,000 કરોડ રૂપિયામાં બોલી જીતી લીધી હતી. આ રીતે ઍરઇન્ડિયા 69 વર્ષ પછી ફરી પોતાના જૂના માલિક પાસે આવી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં થયેલી નીલામીમાં ટાટા સમૂહે 18 હજાર કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાડીને ઍરઇન્ડિયા પોતાને નામે કરી. હેન્ડઓવરની પ્રક્રિયા પહેલા ઔપચારિકતાઓ પૂરી કરવામાં થોડોક સમય લાગ્યો.
શું હશે નવા ફેરફાર
ઍર ઇન્ડિયાના હેન્ડઓવરના પહેલા દિવસથી જ સર્વિસેસમાં ફેરફાર થવા લાગ્યા. ટાટા ગ્રુપે વારંવાર કહ્યું છે કે તેમનું સૌથી પહેલું ધ્યાન ઍર ઇન્ડિયાના ઑન ટાઇમ પર્ફોર્મન્સને વધારે સગવળ ભર્યુ બનાવવા પર રહેશે. આ સિવાય ગ્રુપ પ્રવાસીઓને મળનારી સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવા પર રહેશે. ટાટા સમૂહે પહેલા દિવસે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. પહેલા દિવસે ચાર ફ્લાઇટ પર Enhanced Meal Service રજૂ કરવાની સાથે આની શરૂઆત થઈ. કંપની ટુંક જ સમયમાં બધી ફ્લાઇટમાં આ સર્વિસ શરૂ કરવાની છે.
આ પણ વાંચો :ઓગસ્ટમાં લોન્ચ થશે ‘Chandrayaan 3’ 2022 માટે ISROએ બનાવ્યો મોટો પ્લાન
આ પણ વાંચો :JAMNAGAR : ઓનલાઈન શિક્ષણમાં માત્ર 20 ટકા વિદ્યાર્થીઓની હાજરી, જાણો શું છે કારણ ?