ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટાટા ગ્રુપ(Tata Group )ની અન્ય કંપનીમાં પોતાનું રોકાણ વધાર્યું છે. રાકેશ ઝુનઝુનવાલા ટાટા ગ્રુપની ત્રણ કંપનીઓમાં રોકાણ ધરાવે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેઓએ ટાટા કમ્યુનિકેશન્સ(Tata Communications)માં તેમનું રોકાણ વધાર્યું છે. કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ કંપનીમાં ઝુનઝુનવાલાનો હિસ્સો 1.04 ટકાથી વધીને 1.08 ટકા થયો છે.
ઝુનઝુનવાલાએ પોતાની પત્ની રેખા ઝુનઝુનવાલાના નામે આ કંપનીમાં રોકાણ કર્યું છે. તેમની પાસે કંપનીના 30 લાખ 75 હજાર 687 શેર છે. રેખા ઝુનઝુનવાલા પાસે જૂન ક્વાર્ટરમાં કંપનીના 29 લાખ 50 હજાર 687 શેર હતા. આમ બિગ બુલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના 1.25 લાખ નવા શેર ખરીદ્યા.
Tata Communications માં રોકાણ વધાર્યું આ સપ્તાહે ટાટા કોમ્યુનિકેશન્સનો શેર 1440 રૂપિયા પર બંધ થયો. 52 સપ્તાહની ઉંચી કિંમત રૂ 1522 અને નીચલું સ્તર રૂ. 835 છે. છેલ્લા એક સપ્તાહમાં શેરમાં 2 ટકાનો ઘટાડો થયો છે. એક મહિનામાં તેણે લગભગ 6 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 31 ટકા અને છેલ્લા એક વર્ષમાં 68 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. આ કંપનીનું માર્કેટ કેપ 41,040 કરોડ છે.
Tata Motors માં રોકાણથી બમ્પર કમાણી રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સ(Tata motors) અને ટાઇટન(Titan)માં પણ રોકાણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટાટા મોટર્સના શેરમાં જબરદસ્ત વધારો થયો છે. આ સપ્તાહે શેર 497 રૂપિયા પર બંધ થયો હતો. તે આ સપ્તાહની શરૂઆતમાં 530 રૂપિયાનીઉપલી સપાટીને સ્પર્શ્યો હતો. આ 52 અઠવાડિયાનું નવું ઉચ્ચતમ સ્તર છે જ્યારે ન્યૂનતમ સ્તર રૂ. 126 છે. ટાટા મોટર્સના શેર છેલ્લા એક સપ્તાહમાં 32 ટકા, એક મહિનામાં 63 ટકા, ત્રણ મહિનામાં 60 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 170 ટકા અને છેલ્લા એક વર્ષમાં 280 ટકા વધ્યા છે. ઝુનઝુનવાલા ટાટા મોટર્સમાં 1.1 ટકા હિસ્સો ધરાવે છે. તેમની પાસે કુલ 3.77 કરોડ શેર છે.
TITAN માં 4.81 ટકા હિસ્સો રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની કંપની ટાઇટનમાં પણ રોકાણ કર્યું છે. આ સપ્તાહે શેર 2564 રૂપિયા પર બંધ થયો હતો. 2608 રૂપિયા 52 સપ્તાહની ઉપલી અને 1154 રૂપિયા નીચલું સ્તર છે. છેલ્લા એક સપ્તાહમાં શેર 8 ટકા, એક મહિનામાં 24 ટકા, ત્રણ મહિનામાં 50 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 64 ટકા અને છેલ્લા એક વર્ષમાં 110 ટકા રીટાર આપ્યું છે. ટાઇટનમાં તેનો હિસ્સો 4.81 ટકા છે. તેમની પાસે કુલ 4.26 કરોડ શેર છે.
આ પણ વાંચો : વિમાન ઉડાવવાનો શોખ પૂરો કરવા માટે RATAN TATA એ કર્યું હતું આ કામ! તો JRD એ શરૂ કરી હતી ડાક સેવા
આ પણ વાંચો : વીમા દસ્તાવેજોને સંપૂર્ણ ન વાંચી હસ્તાક્ષર કરવાના આવી શકે છે માઠાં પરિણામ! જાણો આ કિસ્સાના આધારે