રાકેશ ઝુનઝુનવાલાના નિધનથી રોકાણકારોમાં શોકની લહેર, PM મોદી સહિતના દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યું

|

Aug 14, 2022 | 11:08 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

રાકેશ ઝુનઝુનવાલાના નિધનથી રોકાણકારોમાં શોકની લહેર, PM મોદી સહિતના દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યું
Rakesh jhunjhunvala Passes Away

Follow us on

દેશના દિગ્ગજ રોકાણકાર અને શેરબજારની દુનિયામાં બિગ બુલ (Big Bull)તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)નું આજે નિધન થયું છે.  62 વર્ષની વયે તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.ભારતના વોરેન બફેટના નિધનથી રોકાણકારો સહિત શેરમાર્કટ (Share Market)  માં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

બિગ બુલના નિધન પર PM મોદીએ શોક વ્યકત કર્યો

PM મોદીએ (PM Modi) પણ બિગ બુલના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે,રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી વિનોદી અને સમજદાર, તે નાણાકીય વિશ્વમાં અવિશ્વસનીય યોગદાન છોડીને ગયા છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ….

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 અમે તેને ક્યારેય ભૂલી શકશું નહીં : ગૌતમ અદાણી

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ (Gautam Adani)રાકેશ ઝુનઝુલવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.ભારતના સૌથી સુપ્રસિદ્ધ રોકાણકારના અકાળે અવસાનથી ખૂબ જ દુઃખી છું. શ્રી ઝુનઝુનવાલાએ તેમના તેજસ્વી વિચારોથી સમગ્ર પેઢીને આપણા ઇક્વિટી માર્કેટમાં વિશ્વાસ કરવા માટે પ્રેરણા આપી. ભારત તેને યાદ કરશે પરંતુ અમે અમે તેને ક્યારેય ભૂલી શકશું નહીં.

રાકેશ ઝુનઝુનવાલા નિધન પર અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah)  શોક વ્યક્ત કરતા લખ્યું કે,રાકેશ ઝુનઝુનવાલા જીના નિધન વિશે જાણીને દુઃખી છું. તેમના બહોળા અનુભવ અને શેરબજારની સમજણએ અસંખ્ય રોકાણકારોને પ્રેરણા આપી છે. તેમને હંમેશા બુલિશ અંદાજ માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ શાંતિ….

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ શોક વ્યક્ત કર્યો

Published On - 10:54 am, Sun, 14 August 22

Next Article