AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway New Time Table: આજથી રેલવેનું બદલાયું ટાઈમટેબલ, સફર પહેલા ધ્યાનમાં રાખજો આ ફેરફાર

ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલના સમયમાં પણ મુસાફરોની માંગ પ્રમાણે 1લી નવેમ્બર, 2021થી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રેન નંબર 09487 મહેસાણા - વિરમગામ પેસેન્જર સ્પેશિયલ મહેસાણાથી 09.20 કલાકને બદલે 08.55 કલાકે ઉપડશે

Railway New Time Table: આજથી રેલવેનું બદલાયું ટાઈમટેબલ, સફર પહેલા ધ્યાનમાં રાખજો આ ફેરફાર
Railway New Time Table
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 7:35 AM
Share

ભારતીય રેલ્વેએ આજે 1લી નવેમ્બરથી કેટલીક પેસેન્જર ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો પશ્ચિમ રેલવે ઝોનમાંથી દોડશે. આ ટ્રેનોને નોન-મોન્સૂનના સમય અનુસાર ચલાવવામાં આવશે. અહીં નોન-મોન્સૂન ટાઈમિંગનો અર્થ એ છે કે જે સમય પહેલા ટ્રેન દોડતી હતી તે જ સમય પર ચલાવાશે. ચોમાસા અથવા વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રેનનો સમય શરુઆતના સ્ટેશનથી બદલવામાં આવે છે, જેને ચોમાસાનો સમય કહેવામાં આવે છે. હવે ચોમાસું વીતી ગયા બાદ ટ્રેનોને તેના જૂના સમયમાં ફરી ફેરફાર કરવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલ્વેએ ટ્રેનોના સમયમાં ફેરફાર અંગે એક યાદી જાહેર કરી છે. તેમાં એવી ટ્રેનોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ટ્રેનોના નામ આ પ્રમાણે છે.

  • ટ્રેન નંબર 09331/09332 કોચુવેલી-ઈન્દોર-કોચુવેલી (સાપ્તાહિક) વિશેષ
  • ટ્રેન નંબર 09262/09261 પોરબંદર-કોચુવેલી-પોરબંદર (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09578/09577 જામનગર-તિરુનેલવેલી-જામનગર (દ્વિ-સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09424/09423 ગાંધીધામ – તિરુનેલવેલી – ગાંધીધામ (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09260/09259 ભાવનગર-કોચુવેલી-ભાવનગર (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 02908/02907 હાપા-મડગાંવ-હાપા (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ

મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલના સમયમાં મુસાફરોની માંગ અનુસાર ફેરફાર ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલના સમયમાં પણ મુસાફરોની માંગ પ્રમાણે 1લી નવેમ્બર, 2021થી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રેન નંબર 09487 મહેસાણા – વિરમગામ પેસેન્જર સ્પેશિયલ મહેસાણાથી 09.20 કલાકને બદલે 08.55 કલાકે ઉપડશે અને વિરમગામ 10.50 કલાકને બદલે 10.20 કલાકે પહોંચશે. આ ઉપરાંત ટ્રેન નંબર 01684 આનંદ વિહાર ટર્મિનલ – પટના જંકશન ગતિ શક્તિ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં પણ ફેરફાર કરાયા છે.

હવે જનરલ કોચમાં મળશે રિઝર્વેશન જેવી સુવિધા ભારતીય રેલવે(Indian Railway)એ બાયોમેટ્રિક ટોકન મશીન(Biometric Token ) લોન્ચ કર્યું છે. કોરોનામાં મુસાફરોની સલામતી અને સાવચેતીને ધ્યાનમાં રાખીને આ મશીન શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનના ઘણા લાભ છે.હવે રિઝર્વેશનની જેમ જનરલ ટિકિટમાં પણ યાત્રીને કોચ નંબર અને સીટની ફાળવણી કરવામાં આવશે. આ પ્રયોગ કોરોનાથી યાત્રીઓને સુરક્ષિર રાખવાના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવ્યો છે જોકે જનરલ કોચમાં માત્ર સીટની સંખ્યા જેટલા  મુસાફરો મુસાફરી કરતા નથી તેવા સંજોગોમાં સિસ્ટમ કારગર નીવડશે કે નહિ તે પ્રશ્નો પણ ઉઠયા છે.

આ પણ વાંચો :  IPO : Policybazaar સહીત 3 કંપનીઓ લાવી છે કમાણીની તક, 3 નવેમ્બર સુધી સબ્સ્ક્રિપશન માટે ખુલ્લા રહેશે IPO

આ પણ વાંચો : Bank Holidays in November 2021 : નવેમ્બરમાં 17 દિવસ રહેશે બેંક બંધ, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">