રેલવેએ ભંગાર વેચીને 402.5 કરોડ રૂપિયાની કરી કમાણી, ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં 93.40 ટકાનો વધારો

રેલવેએ ભંગાર વેચીને 402.5 કરોડ રૂપિયાની કરી કમાણી, ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં 93.40 ટકાનો વધારો
File Image

તમને જણાવી દઈએ કે ઉત્તર રેલવેએ નવેમ્બર 2021માં રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલ રૂ. 370 કરોડનો સ્ક્રેપ વેચાણનો લક્ષ્યાંક પણ હાંસલ કરવામાં આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Dec 30, 2021 | 9:12 PM

ભારતીય રેલવે (Indian Railway)ના ઉત્તર રેલવે ઝોનના જનરલ મેનેજર આશુતોષ ગંગલે ગુરૂવારે જણાવ્યું કે ઉત્તર રેલવેએ સ્ક્રેપના વેચાણમાં રેકોર્ડ બનાવ્યો છે. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં થયેલા રૂ. 208.12 કરોડના વેચાણ કરતાં 93.40 ટકા વધુ છે.

આ પ્રકારે ઉત્તર રેલવેએ સપ્ટેમ્બર 2021માં 200 કરોડ રૂપિયા, ઓક્ટોબર 2021માં 300 કરોડ રૂપિયા અને ડિસેમ્બર 2021માં સ્ક્રેપ વેચાણનો આંકડો રૂ. 400 કરોડને પાર કરીને તમામ ઝોનલ રેલવે અને ઉત્પાદન એકમોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

ઉત્તર રેલ્વેએ રેલ્વે બોર્ડ દ્વારા આપવામાં આવેલ લક્ષ્ય હાંસલ કર્યું

તમને જણાવી દઈએ કે ઉત્તર રેલવેએ નવેમ્બર 2021માં રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલ રૂ. 370 કરોડનો સ્ક્રેપ વેચાણનો લક્ષ્યાંક પણ હાંસલ કરવામાં આવ્યો છે. અન્ય ઝોનલ રેલ્વે અને ઉત્પાદન એકમોની સરખામણીમાં ઉત્તર રેલ્વે મોખરે છે.

ઉત્તર રેલવેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે જણાવ્યું હતું કે ભંગારનો નિકાલ એ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. ભંગારમાંથી કમાણી ઉપરાંત તે રેલ્વે પરિસરને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. રેલ્વે લાઇનની આસપાસ પડેલા રેલ્વે ટ્રેક, સ્લીપર, ટાયર વગેરેના ટુકડાને કારણે સલામતીનું જોખમ પણ રહે છે.

તેવી જ રીતે પાણીની ટાંકીઓ, કેબિન, ક્વાર્ટર્સ અને અન્ય બાંધકામો જેવા બિનઉપયોગી બાંધકામોનો દુરુપયોગ થવાની સંભાવના છે. તેથી, તેનો હંમેશા અગ્રતાના ધોરણે નિકાલ કરવામાં આવે છે. તેની સાથે ઉચ્ચ સ્તરે પણ દેખરેખ રાખવામાં આવે છે.

ઉત્તર રેલવેની પાસે મોટી માત્રામાં છે સ્ક્રેપ

આશુતોષ ગંગલે જણાવ્યું કે સ્ક્રેપ, પીએસસી સ્લીપરો, જે ઉત્તર રેલવેની પાસે મોટી માત્રામાં જમા છે. આનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી આવક મેળવવાની સાથે રેલ્વેની જમીન રેલ પ્રવૃત્તિઓ માટે સાફ કરી શકાય. તેમને કહ્યું ઉત્તર રેલવે ઝીરો સ્ક્રેપ સ્ટેટસ હાંસલ કરવા અને આ નાણાકીય વર્ષમાં સૌથી વધુ સ્ક્રેપ વેચાણનો રેકોર્ડ બનાવવા માટે મિશન મોડમાં કામ કરીને તેના પરિસરને સાફ કરવા પ્રતિબદ્ધ છે. ઉત્તર રેલ્વે તેના તમામ મુસાફરો અને વપરાશકર્તાઓને સલામત, સરળ અને અસરકારક સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો: EPFOએ આપી રાહત, હવે 31 ડિસેમ્બર પછી પણ ભરી શકાશે નોમિનીનું નામ

આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2022 : કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે સરકાર સમિટ યોજવા અડગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati