રાખમાંથી રતનનું સર્જન, વર્ષો સુધી કચરા તરીકે પડી રહેલી ફ્લાય એશ બની આ કંપની માટે કમાણીનું સાધન, જાણો કેવા લીધા પગલા

ઘર હોય કે ઉદ્યોગ કચરાનો નિકાલ એ સૌથી મોટી સમસ્યા હોય છે. આ સમસ્યા હલ કરવા ઉદ્યોગોએ મોટો ખર્ચ કરવો પડે છે સરકારી સાહસ NTPC પણ કંઈક આમજ કરતી હતી પરંતુ NTPC એ તેના થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતી રાખીને કચરામાંથી કમાણીની વ્યાખ્યામાં તબદીલ કરી નાખી છે. અત્યાર સુધી જે વેસ્ટના નિકાલ અને ટ્રાન્સપોર્ટેશન માટે તગડી […]

રાખમાંથી રતનનું સર્જન, વર્ષો સુધી કચરા તરીકે પડી રહેલી ફ્લાય એશ બની આ કંપની માટે કમાણીનું સાધન, જાણો કેવા લીધા પગલા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 21, 2020 | 10:56 AM

ઘર હોય કે ઉદ્યોગ કચરાનો નિકાલ એ સૌથી મોટી સમસ્યા હોય છે. આ સમસ્યા હલ કરવા ઉદ્યોગોએ મોટો ખર્ચ કરવો પડે છે સરકારી સાહસ NTPC પણ કંઈક આમજ કરતી હતી પરંતુ NTPC એ તેના થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતી રાખીને કચરામાંથી કમાણીની વ્યાખ્યામાં તબદીલ કરી નાખી છે. અત્યાર સુધી જે વેસ્ટના નિકાલ અને ટ્રાન્સપોર્ટેશન માટે તગડી રકમ આપવી પડતી હતી તે રાખ હવે કરોડોની કમાણીનું સાધન બની છે. રાખને રો મટીરીયલ તરીકે અનેક ક્ષેત્રની જરૂરિયાતનું સાધન બનાવી  માગ ઉભી કરતા રાખ ખરીદવા હવે કરોડોના ટેન્ડર ભરાઈ રહ્યા છે.

થોડા સમય પહેલા સરકારી કંપની પાસેથી ફ્લાય એશની સમસ્યા હલ કરતા અધિકારીઓને પરસેવો પડતો હતો. લોકો તેનો ઉપયોગ કરવા આજીજી કરવી પડતી હતી. લોડિંગ-અનલોડિંગના ખર્ચ પણ આપવામાં આવતા હતા. પરંતુ ફ્લાય એશ મેનેજમેન્ટની એવી ફોર્મ્યુલા તૈયાર કરાઈ કે  હવે આ સરકારી કંપની નેશનલ થોર્મલ પાવર કોર્પોરેશન – NTPC ના અચ્છે દિન આવી ગયા  છે.  હવે એ જ રાખ લેવા કરોડો રૂપિયાની બોલી લાગે છે. મોટા  ટેન્ડર ભરાય છે.જે રાખ કચરો ગણાતી હતી તે  રાખ મેળવવા ખરીદારો લાઇન લગાવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

NTPC વર્ષે 52 મિલિયન ટન રાખ ઉત્તપન્ન કરે  છે દેશમાં National Thermal Power Corporation -NTPC પાસે 70 પાવર પ્લાન્ટ છે. ૭૦ પૈકી  24 માત્ર કોલસા આધારિત અને 7 કોલસા અને ગેસ સંયુક્ત આધારિત છે. એક  વર્ષમાં  NTPCના દેશભરમાં સ્થાપિત તમામ 70 પ્લાન્ટમાંથી  52 મિલિયન ટન ફ્લાય એશનું ઉત્પાદન થાય છે. આ જથ્થો NTPC પ્લાન્ટમાં નીકળતી કુલ રાખનો 80 ટકા હિસ્સો છે. પ્લાન્ટમાંથી  20 ટકા રાખ  અન્યપ્રકારની ઉત્પન્ન થાય છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન NTPCએ વિવિધ ફાયદાકારક હેતુઓ પ્રાપ્ત કરવા માટે લગભગ 44.33 મિલિયન ટન ફ્લાય એશનું વેચાણ કર્યું હતું.

કેમ વધી NTPC ની રાખની માંગ નેશનલ થોર્મલ પાવર કોર્પોરેશન – NTPC પાસેથી રાખ ખરીદનારા સપ્લાયરોના જણાવ્યા મુજબ આ રાખનો ઉપયોગ હવે સિમેન્ટ, ઈંટ નિમાર્ણ,, માર્ગ બનાવવા , પાળા બાંધકામ, ખાણોમાં ફાઈલિંગ માટે  અને ખાડીમાં  ફીલિંગ કામ કરવા માટે થઇ રહ્યો છે. ઇમારતના નિર્માણ દરમિયાન પ્લીન્થ ઊંચી કરવા માટે ભરાઈ માટે પણ ફ્લાયસેહનો મોટાપાયે ઉપયોગ થાય છે. વજનમાં હલકી , ખરાબ ન થતી અને અન્ય પદાર્થોની સરખામણીએ સસ્તી પડતી ફ્લાયશેષનો ઉપયોગ વધી રહ્યો છે

સિમેન્ટ ફેક્ટરીઓ રાખના મોટા ખરીદારો બની ગયા 
તાજેતરમાં જ આસામના નાગાંવમાં દાલમિયા સિમેન્ટના પ્લાન્ટમાં, 3,834 મેટ્રિક ટન ફ્લાય એશ 59 વેગન ગુડ્સ ટ્રેન ભરીને મોકલવામાં આવી હતી.  આ અગાઉ ટિકારીયા (ઉત્તર પ્રદેશ), કોમોર (મધ્યપ્રદેશ) અને રોપર (પંજાબ) ખાતે પણ એસીસી સિમેન્ટ પ્લાન્ટ માટે ફ્લાય એશ ભરેલી રેક મોકલવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">