રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જિયો પ્લેટફોર્મ્સમાં વધુ એક રોકાણ થયું છે. વાયરલેસ ટેક્નોલોજી સેક્ટરની દિગ્ગજ કંપની ક્વાલકોમ ઈનકોર્પોરેટેડની ઈન્વેસ્ટમેન્ટ કંપની ક્વાલકોમ વેન્ચર્સે જિયોમાં 730 કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સોદા માટે જિયોની ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ક્વાલકોમ વેન્ચર્સ જિયો પ્લેટફોર્મમાં 0.15 ટકાની ભાગીદારી લેશે. ઉલ્લેખનીય છે કે જિયો પ્લેટફોર્મ્સમાં 12 અઠવાડિયાની અંદર આ 13મું રોકાણ છે.
Qualcomm Ventures, the investment arm of Qualcomm Incorporated, to invest up to Rs 730 Crores in Jio Platforms: Reliance Industries Ltd#TV9News
pic.twitter.com/ub2k4dFLLG— tv9gujarati (@tv9gujarati) July 12, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણની શરૂઆત ફેસબુકે કરી હતી. ફેસબુકે લગભગ 44 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી 9.99 ટકા ભાગીદારી ખરીદી છે. ત્યારબાદ સિલ્વર લેક પાર્ટનર્સ, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઈએ, ટીપીજી, એલ કેટરટન, પીઆઈએફ અને ઈન્ટેલ કેપિટલ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરી ચૂક્યા છે.
ક્વાલકોમ દુનિયાની અગ્રણી વાયરલેસ ટેક્નોલોજી ઈનોવેટર છે અને 5જીના વિકાસ, લોન્ચ અને વિસ્તાર માટે કામ કરે છે. રિસર્ચ અને વિકાસ પર ક્વાલકોમ અત્યાર સુધી 62 બિલિયન ડોલરથી વધારે ખર્ચ કરી ચૂકી છે. છેલ્લા 35 વર્ષોમાં ક્વાલકોમની પાસે પેટન્ટ અને પેટન્ટ એપ્લીકેશન મળીને 1,40,000થી વધારે ઈનોવેશન છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]