AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Provident Fund: EPF મેમ્બરને મળે છે 7 લાખનો લાઈફ ઈન્સ્યોરન્સ, એ પણ કોઈ પ્રીમિયમ વિના- જાણો સમગ્ર વિગત

EPF મેમ્બરને સરકાર તરફથી 7 લાખ રૂપિયાનો લાઈફ ઈન્સ્યોરન્સ મળે છે. જેના માટે કર્મચારીએ કોઈ જ પ્રીમિયમ ભરવાનું નથી. જો કે આ ઈન્સ્યોરન્સ તેની નોકરી દરમિયાનના વર્ષો સુધી જ માન્ય રહે છે.

Provident Fund: EPF મેમ્બરને મળે છે 7 લાખનો લાઈફ ઈન્સ્યોરન્સ, એ પણ કોઈ પ્રીમિયમ વિના- જાણો સમગ્ર વિગત
| Updated on: Jun 10, 2026 | 2:53 PM
Share

જો તમે EPF મેમ્બર છો તો તમને કોઈ જ પ્રીમિયમ ભર્યા વિના 7 લાખ રૂપિયા સુધીનો લાઈફ ઈન્સ્યોરન્સ મળે છે. બહુ ઓછા લોકોને તેની જાણકારી હોય છે. આ ઈન્સ્યોરન્સ કવર EDLI (Employees’ Deposit Linked Insurance) યોજના અંતર્ગત મળે છે. EDLI સ્કીમ એક સરકાર સમર્થિત જીવન વિમા કવર છે. જે એ તમામ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે જે EPF ની અંદર આવે છે.

વીમા વિશેષજ્ઞ ના અનુસાર જો કોઈ EPF સદસ્યનુ જોબ દરમિયાન મૃત્યુ થઈ જાય છે તો તેના નોમિની કે કાનુની વારસદારને એક વીમા રાશિ મળે છે. કર્મચારીને આના માટે અલગથી કોઈ પ્રીમિયમ દેવાની જરૂર નથી ના તો કોઈ મેડિકલ ટેસ્ટ કે વધારાના કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય છે. ઈકોનોમિક ટાઈમસના અનુસાર જ્યા સુધી કર્મચારીEPF ના સક્રિય સદસ્ય છે, ત્યા સુધી આ વીમા કવર આપોઆપ લાગુ પડે છે.

EPF, EPS અને EDLI માં પૈસાની વહેંચણ કેવી રીતે થાય છે?

EPF, EPS અને EDLI આ ત્રણેય દ્વારા કર્મચારી માટે એક સામાજિક સુરક્ષા સ્ટ્રક્ચર તૈયાર થાય છે. તમારી સેલરીમાંથી કટ છનાર હિસ્સો અને કંપની દ્વારા જોડવામાં આવતી રાશિ આ મુજબ ફાળવવામાં આવે છે.

EPF (પ્રોવિડન્ટ ફંડ): આમાં કર્મચારીના મૂળ પગારના 12% અને કંપનીના મૂળ પગારના 3.67% ફાળો શામેલ છે. તેનો ઉદ્દેશ્ય નિવૃત્તિ માટે એકમ રકમનું ભંડોળ બનાવવાનો છે.

EPS (પેન્શન યોજના): કર્મચારી આ યોજનામાં કોઈ યોગદાન આપતો નથી. તેના બદલે, કંપની મૂળ પગારના 8.33% (₹1,250 સુધી મર્યાદિત) ફાળો આપે છે. તેનો ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી આજીવન માસિક પેન્શન પૂરું પાડવાનો છે.

EDLI (વીમા યોજના): કર્મચારીને આ યોજનામાં પણ કોઈ યોગદાન આપવાની જરૂર નથી. જો કે, કંપની મૂળ પગારના 0.5% (₹75 સુધી મર્યાદિત) ફાળો આપે છે. તેનો ઉદ્દેશ્ય રોજગાર દરમિયાન મૃત્યુના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે.

કેટલી વીમા રાશિ મળે છે?

EDLI અંતર્ગત મળનારી વીમા રાશિ કર્મચારીને છેલ્લા 12 મહિનાની સરેરાશ સેલરી પર આધાર રાખે છે. તેના બે મુખ્ય ભાગ છે.

  • મૂળ ગણતરી: છેલ્લા 12 મહિનાના સરેરાશ માસિક પગારના 35 ગણા. આ ગણતરી માટે મહત્તમ પગાર મર્યાદા ₹15,000 નક્કી કરવામાં આવી છે. તેના આધારે, મહત્તમ રકમ ₹5.25 લાખ થાય છે.
  • બોનસ: છેલ્લા 12 મહિનામાં સરેરાશ PF બેલેન્સના 50%. આ માટેની મહત્તમ મર્યાદા ₹1.75 લાખ છે.

આ બંનેને જોડીને, નોમિનીને મહત્તમ ₹7 લાખ ચૂકવી શકાય છે. જો કોઈ વ્યક્તિનો મૂળ પગાર ₹15,000 થી વધુ હોય અને તેમનું PF બેલેન્સ ₹3.5 લાખથી વધુ હોય, તો તેમનો પરિવાર સંપૂર્ણ ₹7 લાખ ચુકવણી માટે પાત્ર બને છે.

મિનિમમ કવરેજની ગેરંટી

આ યોજનામાં મિનિમમ કવરેજ માટેની જોગવાઈ પણ શામેલ છે. સામાન્ય રીતે, મિનિમમ EDLI લાભ ₹2.5 લાખ છે. જોકે, 18 જુલાઈ, 2025 ના રોજ કરવામાં આવેલા સુધારા મુજબ, જો કોઈ સભ્યનું સરેરાશ પીએફ બેલેન્સ ₹50,000 થી ઓછું હોય, તો ચૂકવવાપાત્ર લઘુત્તમ લાભ ₹50,000 હશે; જે ઓછા બેલેન્સ ધરાવતા સભ્યોના પરિવારો માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ છે.

સિક્કાની બીજી બાજુ: નબળો રૂપિયો કેવી રીતે નિકાસકારો માટે વરદાન સાબિત થઈ શકે?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">