PMJAY : સરકારની આ યોજના હેઠળ મળે છે 90 ટકા સુધી સસ્તી દવાઓ, જાણો વિગતવાર
પ્રધાનમંત્રી જનઔષધિ પ્રોજેક્ટ વર્ષ 2015 માં શરૂ કરવામાં આવ્યો હતો. એક તરફ દવાની કિંમત વધી રહી ગતિ ત્યારે આ યોજના ખુબ લાભકારક સાબિત થઇ રહી છે.
PM JanAushadhi Kendra: કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના (PMJAY) ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. તે વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી.આ સ્ટોર જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે (Medicine at Cheap Rates)સારી ગુણવત્તાની દવા ઉપલબ્ધ કરાવે છે. હાલમાં બજારમાં વેચાતી કેટલીક દવાઓની કિંમતના માત્ર 10 ટકા કિંમત સુધી સસ્તી દવાઓ યોજના હેઠળ ઉપલબ્ધ થાય છે.
2015 માં યોજના શરૂ થઇ હતી
પ્રધાનમંત્રી જનઔષધિ પ્રોજેક્ટ વર્ષ 2015 માં શરૂ કરવામાં આવ્યો હતો. એક તરફ દવાની કિંમત વધી રહી ગતિ ત્યારે આ યોજના ખુબ લાભકારક સાબિત થઇ રહી છે. આ દુકાન તમને સામાન્ય મેડિકલ સ્ટોર્સ દ્વારા કરતા 90% સુધી સસ્તી દવાઓ મળી શકે છે. અત્યાર સુધીમાં દેશભરમાં સાડા પાંચ હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.
3 પ્રકારની કેટેગરી
સરકારે જન ઔષધિ કેન્દ્ર માટે 3 શ્રેણીઓ બનાવી છે. આ પ્રથમ શ્રેણી છે જ્યાં કોઈપણ વ્યક્તિ અથવા બેરોજગાર ફાર્માસિસ્ટ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ સ્ટોર શરૂ કરી શકે છે. બીજી શ્રેણીમાં ટ્રસ્ટ, એનજીઓ, ખાનગી હોસ્પિટલો અને સમાજના સ્વ જૂથોનો સમાવેશ થાય છે. ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકાર દ્વારા નામાંકિત એજન્સીઓને મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ જોડાવા માટે કેટલીક શરત પણ હોય છે જેમ કે મેડિકલ સ્ટોર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના નામથી ખોલવો ફરજીયાત છે. દવાનો સ્ટોર ખોલવા માટે 120 ચોરસ ફૂટનો વિસ્તાર જરૂરી છે. સ્ટોર શરૂ કરવા માટે સરકાર દ્વારા 900 જેટલી દવાઓ આપવામાં આવે છે. આ યોજનાની સારી વાત એ છે કે આ યોજનાનો ખર્ચ સરકાર ભોગવે છે. ઘણા લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે પરંતુ કેટલીકવાર પૈસાના અભાવને કારણે આ શક્ય થતું નથી પરંતુ આ યોજનાના લાભાર્થીઓ પોતાનું દવા કેન્દ્ર અથવા જેનેરિક મેડિકલ સ્ટોર ખોલી શકે છે જેનો ખર્ચ સરકાર ઉઠાવે છે.
PMJAY હેઠળ સંચાલકને પ્રોત્સાહન અપાય છે
PMJAY હેઠળ ખોલવામાં આવેલ જન ઔષધિ કેન્દ્રને 12 મહિનાના વેચાણ પર 10% વધારાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. જોકે આ રકમ વધુમાં વધુ રૂપિયા 10000 પ્રતિ મહિનો અપાય છે. પૂર્વોત્તર રાજ્યો, નક્સલ પ્રભાવિત વિસ્તારો, આદિવાસી વિસ્તારોમાં આ પ્રોત્સાહન 15% સુધી હોઈ શકે છે. અહીં પણ રૂપિયાના સંદર્ભમાં આ રકમ મહત્તમ 15000 રૂપિયા હોઈ શકે છે.દવાની પ્રિન્ટ કિંમત પર સારો નફો અપાય છે તો રૂપિયા ૨ લાખ સુધીની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો : 7th Pay Commission : માર્ચમાં તમામ કર્મચારીઓને પગાર વધારો મળે તેવા સંકેત! DA Arrears પર પણ મળવાની સંભાવના