AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનના પહેલા અઠવાડિયામાં વીજ વપરાશમાં 12.6 ટકાનો વધારો થયો , અર્થતંત્ર માટે રિકવરીના સંકેત

દેશમાં વીજળીના વપરાશ(electricity consumption)માં વધારો નોંધાયો છે. આ વધારો દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓમાં ધીમેધીમે સુધરી રહી હોવાના સંકેત આપી રહ્યો છે.

જૂનના પહેલા અઠવાડિયામાં વીજ વપરાશમાં 12.6 ટકાનો વધારો થયો , અર્થતંત્ર માટે રિકવરીના સંકેત
Power Finance Corporation - PFC
| Updated on: Jun 10, 2021 | 8:30 AM
Share

દેશમાં વીજળીના વપરાશ(electricity consumption)માં વધારો નોંધાયો છે. આ વધારો દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓમાં ધીમેધીમે સુધરી રહી હોવાના સંકેત આપી રહ્યો છે. દેશમાં વીજળીનો વપરાશ જૂનના પહેલા અઠવાડિયામાં 12.6 ટકા વધીને 25.38 અબજ યુનિટ થયો છે. ૧૦ ટકાથી વધુ વીજમાંગમાં વધારાને વેપારી પ્રવૃત્તિમાં સુધારા તરીકે જોડવામાં આવી રહી છે.

સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.જેઆંકડા દર્શાવે છે કે દેશમાં વ્યાપારી અને ઔદ્યોગિક વીજળીની માંગમાં રિકવરી ગતિ હજુ ધીમી છે. વીજ મંત્રાલયના આંકડા અનુસાર, ગયા વર્ષે જૂનના પહેલા અઠવાડિયામાં વીજળીનો વપરાશ 22.53 અબજ યુનિટ હતો.

નિષ્ણાતો કહે છે કે ગયા વર્ષના નીચા આધાર પ્રભાવને કારણે વીજ વપરાશ અને માંગમાં રિકવરીની ગતિ સુસ્ત રહી છે. ગયા વર્ષે જૂનના આખા મહિનામાં વીજળીનો વપરાશ લગભગ 11 ટકા ઘટીને 105.08 અબજ યુનિટ રહ્યો હતો. જૂન 2019 માં તે 117.98 અબજ યુનિટ હતો.

જાણો મેના પહેલા અઠવાડિયામાં શું હતી સ્થિતિ કોવિડ -19 રોગચાળાની બીજી લહેરના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન અને પ્રતિબંધ હોવા છતાં આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં વીજળીનો વપરાશ 26.24 અબજ યુનિટ રહ્યો છે. આ અનુસાર જૂનના પ્રથમ સપ્તાહમાં મેના પ્રથમ સપ્તાહની તુલનામાં 3.35 ટકાનો ઘટાડો થયો છે.

જૂન 2020 વીજમાંગની સ્થિતિ જૂનના પહેલા સપ્તાહમાં વ્યસ્ત સમયની ડિમાન્ડ પાછલા વર્ષની તુલનામાં લગભગ 15 ટકા વધીને 168.72 ગિગાવોટ (7 જૂન) થઈ છે. ગયા વર્ષે 6 જૂને તે 146.53 ગિગાવોટ રહી હતી. જૂન 2019 માં વ્યસ્ત સમયની વીજમાંગ 181.52 ગિગાવોટ(4 જૂન) હતી. ગત વર્ષે આખા જૂનમાં આ માંગ ઘટીને 164.98 ગિગાવોટથઈ હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં 182.45 ગિગાવોટ હતી.

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">