Post Office Scheme: 10 હજારનું કરો રોકાણ અને મેળવો લાખોનું વળતર

પોસ્ટ ઑફિસ આરડી ડિપોઝિટ એકાઉન્ટ એ એક સરકાર સમર્થિત યોજના છે જે તમને નજીવી રકમ જમા કરવાની અને વધુ વ્યાજ દર મેળવવાની મંજૂરી આપે છે.

Post Office Scheme: 10 હજારનું કરો રોકાણ અને મેળવો લાખોનું વળતર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 11:55 PM

Post Office Recurring Deposit (RD) Account: જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે  પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં રોકાણ કરી શકો છો. આ યોજનાઓમાં તમને ચોક્કસપણે સારું વળતર મળે છે. સાથે જ તેમાં રોકાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ થાય છે તો તમને ફક્ત 5 લાખ રૂપિયા પાછા મળશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં એવું નથી. આ સિવાય પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) એકાઉન્ટ પણ ખોલી શકો છો. આમાં તમને બેંકો કરતા વધુ સારું વ્યાજ મળશે. ઉદાહરણ તરીકે હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં 5 વર્ષથી 10 વર્ષની મહત્તમ મુદત માટે 5.40 ટકા વ્યાજ મળી રહ્યું છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની FD પર તમને 5.8 ટકાના દરે વ્યાજ મળશે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

વ્યાજ દર

જો તમે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતું ખોલો છો તો તમને વાર્ષિક 5.8% વ્યાજ મળશે. વ્યાજ ત્રિમાસિક ધોરણે ગણતરી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે જો તમે દર મહિને 10 હજાર રોકશો તો તમને 16 લાખ રૂપિયા મળશે. જો તમે 10 વર્ષ માટે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં દર મહિને રૂ. 10,000નું રોકાણ કરો છો તો તમે 5.8%ના દરે રૂ. 16 લાખથી વધુ એકઠા કર્યા હશે.

રોકાણની રકમ

5 વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વ્યક્તિ 10 રૂપિયાના ગુણાંકમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકે છે. રોકાણની કોઈ અધિકતમ મર્યાદા રાખવામાં આવી નથી.

કોણ ખોલી શકે છે ખાતું?

પોસ્ટ ઓફિસની આ યોજનામાં એક પુખ્ત વ્યક્તિ ત્રણ પુખ્ત વયના લોકો સાથે સંયુક્ત ખાતું, તેમજ સગીર તરફથી વાલી પણ ખાતુ ખોલી શકે છે.

યોજનાની વિશેષતાઓ

1. એકાઉન્ટ રોકડ અથવા ચેકથી ખોલી શકાય છે. ચેકના કિસ્સામાં જમા કરાવવાની તારીખ ચેકના ક્લિયરન્સની તારીખ હોવી જોઈએ.

2. જો એકાઉન્ટ મહિનાની 15 તારીખ સુધીમાં ખોલવામાં આવે છે તો તેના પછી ડીપોઝીટ આગામી મહીનાની 15 તારીખ સુધી કરવાનું રહેશે.

3. જો ખાતું 16મા દિવસથી મહિનાના છેલ્લા કામકાજના દિવસની વચ્ચે ખોલવામાં આવે તો તેના પછી ડીપોઝીટ મહીનાના છેલ્લા કામકાજના દિવસ સુધી કરવાનું રહેશે.

4. 12 હપ્તા જમા કરાવ્યા પછી અને એક વર્ષ સુધી ખાતું જાળવી રાખ્યા પછી ખાતેદાર ખાતામાં રહેલી બેલેન્સના 50% સુધીની રકમ પર લોન મેળવી શકે છે.

5. લોનની ચુકવણી એક સાથે અથવા ઈએમઆઈમાં કરવાની રહેશે.

6. લોન પર વ્યાજ 2 ટકા પ્લસ આરડીના વ્યાજ દરનું રહેશે.

7. આરડી એકાઉન્ટને ખાતુ ખોલવાની તારીખથી ત્રણ વર્ષ બાદ પ્રિમેચ્યોરલી બંધ કરી શકાય છે. આ માટે સંબંધિત પોસ્ટ ઓફિસમાં એપ્લીકેશન ફોર્મ સબ્મીટ કરવાનું રહેશે.

8. જો પાકતી મુદતના એક દિવસ પહેલા પણ ખાતું બંધ કરવામાં આવે તો પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનો વ્યાજ દર લાગુ થશે.

આ પણ વાંચો :  બિઝનેસ સાઇકલ NFO સદાબહાર ફંડ છે, જે સેક્ટરલ કે થિમેટિક વિચારોથી વિપરીત છે – ABSLMFના CEO મહેશ પાટીલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">