PNB એ આ સુવિધા બંધ કરી, હવે ગ્રાહકોને કેશબેક નહીં મળે

|

Jun 17, 2022 | 6:42 AM

PNBએ કહ્યું છે કે આ વર્ષે મે મહિનાથી પેટ્રોલ ઈન્સેન્ટિવ બંધ કરી દેવામાં આવ્યું છે. PNB અનુસાર આ નવો ફેરફાર 10 મે 2022થી લાગુ કરવામાં આવ્યો છે. આ તારીખથી  પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર ડિજિટલ પેમેન્ટ દ્વારા પેટ્રોલની ખરીદી પર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.

PNB એ આ સુવિધા બંધ કરી, હવે ગ્રાહકોને કેશબેક નહીં મળે
PNB discontinues fuel incentives

Follow us on

ઓઈલ કંપનીઓએ ડિજિટલ પેમેન્ટ(Digital Payment) પરનું ડિસ્કાઉન્ટ બંધ કરી દીધું છે. ઓઈલ કંપનીઓ તેમના ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ દ્વારા ઓઈલની ખરીદી પર ઈન્સેન્ટિવ આપતી હતી પરંતુ મોંઘવારીને કારણે તે બંધ કરાયું છે. પેમેન્ટમાં આ ડિસ્કાઉન્ટ પેટ્રોલ પંપ પર આપવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંક (Punjab National Bank – PNB)એ પણ તેલ કંપનીઓની ઑફર બંધ થતાં જ તેના ગ્રાહકોને તેલની ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરી દીધું છે. પહેલા તેલ ખરીદવા પર 0.75 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું જે હવે બંધ કરી દેવામાં આવ્યું છે. PNBએ ગયા મહિનાથી તેને બંધ કરી દીધું છે. PNBએ કહ્યું છે કે ઓઈલ કંપનીઓ ડિજિટલ પેમેન્ટ પર ઈન્સેન્ટિવ નથી આપી રહી તેથી તે ગ્રાહકો માટે આ સુવિધા પણ બંધ કરવા જઈ રહી છે.

PNBએ કહ્યું છે કે આ વર્ષે મે મહિનાથી પેટ્રોલ ઈન્સેન્ટિવ બંધ કરી દેવામાં આવ્યું છે. PNB અનુસાર આ નવો ફેરફાર 10 મે 2022થી લાગુ કરવામાં આવ્યો છે. આ તારીખથી  પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર ડિજિટલ પેમેન્ટ દ્વારા પેટ્રોલની ખરીદી પર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં. અગાઉ દરેક ટ્રાન્ઝેક્શન પર 0.75 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું પરંતુ તેને બંધ કરી દેવામાં આવ્યું છે.

યોજના શા માટે શરૂ કરવામાં આવી હતી?

વર્ષ  2016 માં નોટબંધી પછી લોકોને ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરવા માટે તેલની ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવાની યોજના રજૂ કરવામાં આવી હતી. સરકારે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસેથી ઓઈલની ખરીદી પર 0.75 ટકા પ્રોત્સાહન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ લાભ ત્યારે જ આપવામાં આવ્યો જ્યારે લોકો રોકડને બદલે ડિજિટલ મોડથી ટ્રાન્ઝેક્શન કરતા હતા. હવે ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે અને લોકો તેને ઝડપથી અપનાવી રહ્યા છે. આ સાથે કાચા તેલની મોંઘવારીથી સ્થાનિક બજારમાં તેલની કિંમત 100 રૂપિયા  સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં તેલ કંપનીઓ અને બેંકો પર પણ મોટી અસર જોવા મળી રહી છે. આમાંથી રાહત માટે પ્રોત્સાહન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ડિજિટલ પેમેન્ટના ફાયદા

પ્રોત્સાહનનો લાભ માત્ર ડિજિટલ પેમેન્ટ કરવા પર જ આપવામાં આવતો હતો. ડિજિટલ પેમેન્ટ્સમાં ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, ઓનલાઈન પેમેન્ટ્સ અને UPI એપ્સ જેમ કે Paytm, Google Pay અને PhonePe દ્વારા પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હતું. શરૂઆતમાં ક્રેડિટ કાર્ડ પર 0.75 ટકા પેટ્રો ઇન્સેન્ટિવ નાબૂદ કરવામાં આવ્યું હતું. જે બાદ ડેબિટ કાર્ડ પર પણ આ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. હવે ડિજિટલ પેમેન્ટ પર પણ કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં. હવે આ સુવિધા તમામ પ્રકારના ડિજિટલ પેમેન્ટમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.

13 ડિસેમ્બર 2016થી પેટ્રોલની ખરીદી પર 0.75 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મનીમાંથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર પ્રોત્સાહનો ઉપલબ્ધ હતા. આ ડિસ્કાઉન્ટ કેશબેકના રૂપમાં આપવામાં આવ્યું હતું. તેલ ખરીદ્યાના અને વ્યવહાર કર્યાના ત્રણ દિવસમાં ખરીદનારના ખાતામાં કેશબેકના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

Next Article