PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ
હાલ દેશભરમાં એટીએમમાં છેતરપીંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ છેતરપિંડીને રોકવા માટે પંજાબ નેશનલ બેન્કએ (PUNJAB NATIONAL BANK) મોટું પગલું ભર્યું છે.
હાલ દેશભરમાં એટીએમમાં છેતરપીંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ છેતરપિંડીને રોકવા માટે પંજાબ નેશનલ બેન્કએ (PUNJAB NATIONAL BANK) મોટું પગલું ભર્યું છે. જો તમે પણ પંજાબ નેશનલ બેન્કમાં ખાતું ધરાવે છો તો આ તમારા માટે વાંચવું જરૂરી છે.
પંજાબ નેશનલ બેન્કના ખાતા ધારકો માટે 1 ફેબ્રુઆરી 2021થી(1 February-2021) પીએનબીના ગ્રાહકો નોન ઇએમવી એટીએમના મશીનોથી લેણદેણ નહિ કરી શકે. એટલે કે, તમે નોન ઇએમવી મશીનોથી (NON EMV ATM) પૈસા નહિ ઉપાડી શકો. પીએનબીએ ઓફીશિયલ ટ્વિટર (TWITTER)પરથી આ અંગેની જાણકારી આપી છે.
પંજાબ નેશનલ બેન્કે ટ્વિટ કરને જણાવ્યું કે, અમારા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે પીએનબી નોન ઇએમવી મશીનમાંથી 1 ફેબ્રુઆરીથી લેવડ-દેવડને પ્રતિબંધિત કરે છે, ગો ડિજિટલ, ગો સેફ.
બેંકે કહ્યું કે, છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પીએનબીએ આ પગલું ભર્યું છે, જેથી ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે. 1 ફેબ્રુઆરીથી ગ્રાહકો ઇએમવી વિના એટીએમથી નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં.
To protect our esteemed customers from fraudulent ATM activities, PNB will be restricting transactions(financial & non-financial) from Non-EMV ATM machines from 01.02.2021. Go Digital, Stay Safe!
#TransactioKaroFearless #ATM pic.twitter.com/puvHq7fda3
— Punjab National Bank (@pnbindia) January 14, 2021
નોન ઈએમવી એટીએમ તે છે જે લેવડ-દેવડ દરમિયાન કાર્ડ વગર કોઈ પણ વ્યવહાર થઈ શકે છે. જેમાં મેગ્નેટિક સ્ટ્રીપ દ્વારા ડેટા રીડ કરવામાં આવે છે. આ સિવાય ઈએમવી એટીએમ કાર્ડ થોડા સેકન્ડ માટે લોક થઈ જાય છે. તાજેતરમાં પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને PNBOne એપ્લિકેશન દ્વારા તેમના એટીએમ ડેબિટ કાર્ડ ચાલુ/બંધ કરવાની સુવિધા આપી છે. જો તમે તમારું કાર્ડ વાપરતા નથી, તો તમે તેને બંધ કરી શકો છો. આ કરવાથી તમારા બેંક ખાતામાં રાખેલા તમારા પૈસા સુરક્ષિત રહેશે.
આ પણ વાંચો: પટૌડી ખાનદાનના લાડલા IBRAHIM ALI KHANએ જોઈન કર્યું ઓલ સ્ટાર ફૂટબોલ કલબ