પટૌડી ખાનદાનના લાડલા IBRAHIM ALI KHANએ જોઈન કર્યું ઓલ સ્ટાર ફૂટબોલ કલબ

રમતગમત હંમેશાં લોકોના જીવનનો અહમ ભાગ રહ્યો છે અને બોલિવૂડમાં અને રમતોને પણ સંબંધ છે. સૈફ અલી ખાન(SAIF ALI KHAN) અને અમૃતા સિંહના (AMRITA SINGH) પુત્ર ઈબ્રાહિમ અલી ખાને(IBRAHIM ALI KHAN) અગાઉ ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

પટૌડી ખાનદાનના લાડલા IBRAHIM ALI KHANએ જોઈન કર્યું ઓલ સ્ટાર ફૂટબોલ કલબ

રમતગમત હંમેશાં લોકોના જીવનનો અહમ ભાગ રહ્યો છે અને બોલિવૂડમાં રમતોને પણ સંબંધ છે. સૈફ અલી ખાન(SAIF ALI KHAN) અને અમૃતા સિંહના (AMRITA SINGH) પુત્ર ઈબ્રાહિમ અલી ખાને(IBRAHIM ALI KHAN) અગાઉ ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ઈબ્રાહીમ અલીખાનને એક મોટા ફૂટબોલ ફેન્સ તરીકે ઓળખાય છે. ઈબ્રાહીમ અલી ખાન કોલેજમાં ફૂટબોલ રમતો હતો આ માટે કોલેજમાં એક ટીમ પણ બનાવી હતી.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ એક વર્ષના લોકડાઉન બાદ અને કોઈપણ પ્રકારની આઉટડોર ગેમ ન રમ્યા બાદ હવે સ્ટાર કિડ ઈબ્રાહિમ અલી ખાન ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબમાં(ALL STAR FOOTBALL CLUB) શામેલ થઈ ગયો છે. આ કલબના હેડ નિર્માતા બંટી વાલિયા છે. એક મીડીયા રિપોર્ટ અનુસાર ઈબ્રાહિમે ગત વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડથી આવ્યા પછી રણબીર કપૂર અને અભિષેક બચ્ચન સાથે મેચ રમી હતી અને હવે બંટીએ તેમને ક્લબમાં જોડાવાનું કહ્યું તો તેણે આ મોકાનો ફાયદો ઉઠાવી લીધો હતો.

 

ઈબ્રાહીમ ટૂંક સમયમાં તેની નવી ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરશે, જેમાં અભિષેક, રણબીર, અર્જુન કપૂર, કાર્તિક આર્યન, આદિત્ય રોય કપૂર અને અન્ય પાંચ ખેલાડીઓનો સમાવેશ થાય છે. સંભવ છે કે આ ટીમમાં પ્રારંભિક 11 ખેલાડીઓમાં શામેલ છે કારણ કે તે સારો ખેલાડી હોય પહેલાથી જ છે. બંટી વાલિયા ઈબ્રાહિમએ ક્લબમાં જોડાવા માટે ખૂબ જ ખુશ છે, બંટીએ કહ્યું હતું કે, “ઈબ્રાહિમ ફૂટબોલનો બહુ જ સારો ખેલાડી છે. તે અહીં આવવા લાયક છે. હું ખુલ્લા હાથથી તેનું સ્વાગત કરું છું.

 

આ વચ્ચે સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને(SARA ALI KHAN) એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઈબ્રાહીમ બોલીવુડમાં પ્રવેશ કરે છે તો ભાગ્યશાળી હશે. મને લાગે છે કે ફિલ્મ એક સારો ધંધો છે. જો તે આ દુનિયામાં પ્રવેશ કરે છે તો ભાગ્યશાળી હશે. જો તેને એક્ટિંગની કોઈ સલાહ જોઈએ અથવા તો કોઈપણ મદદ જોઈએ તો પરિવાર તેને મદદ કરશે. મારાથી વધુ અનુભવી એક્ટર અને સિતારાઓ છે.

 

આ પણ વાંચો: પ્રિયંકા ચોપડાના EX બોયફ્રેન્ડના લગ્નની તારીખ આવી સામે, મંગેતર સાથે આ દિવસે લેશે 7 ફેરા

Click on your DTH Provider to Add TV9 Gujarati