મોદી સરકાર આ યોજના હેઠળ ખાતામાં જમા કરી રહી છે 10,000 રૂપિયા, આ રીતે મેળવો લાભ

મોદી સરકાર આ યોજના હેઠળ ખાતામાં જમા કરી રહી છે 10,000 રૂપિયા, આ રીતે મેળવો લાભ
PM Narendra Modi

આ યોજના હેઠળ રૂ. 10,000 શેરી વિક્રેતાઓ(street vendors)ને એક વર્ષ માટે કોઈપણ ગેરંટી વિના(Guarantee free Loan) આપવામાં આવે છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jan 22, 2022 | 9:15 AM

PM Svanidhi Yojna : કોરોના રોગચાળાએ નાના ઉદ્યોગો અને રોજમદાર શ્રમજીવીઓને સૌથી વધુ અસર કરી છે. હવે આ ઉદ્યોગ ધીમે ધીમે ફરી શરૂ થયો છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ ફેરિયાઓ કે સ્ટ્રીટ વેન્ડર(street vendors) તરીકે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમનો વેપાર ધંધો શરૂ થયો નથી. આવા લોકોએ પરેશાન થવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર રૂ. 10 હજારની નાણાકીય સહાય સીધી તેમના ખાતામાં જમા કરી રહી છે,

કેન્દ્રની મોદી સરકારે દેશના ગરીબ અને આર્થિક રીતે પછાત લોકો માટે વિવિધ યોજનાઓ રજૂ કરી છે. તેમાંથી એક PM સ્વાનિધિ યોજના છે. આ યોજના હેઠળ રૂ. 10,000 સુધીની નાણાકીય મદદ શેરી વિક્રેતાઓને આપવામાં આવે છે. જો તમે આ લોન સમયસર ચૂકવો છો તો સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે તમારા મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવાની જરૂર છે.

યોજનાની વિશેષ માહિતી

  • યોજના હેઠળ લોન લેનારનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે.
  • આ લોન ફક્ત તે જ લોકોને મળશે જેઓ 24 માર્ચ, 2020 ના રોજ અથવા તે પહેલા પોતાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કર્યો હશે
  • યોજના માર્ચ 2022 સુધી માન્ય છે તેથી જલ્દી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • સ્ટ્રીટ વેન્ડર, શહેરી હોય કે અર્ધ-શહેરી કે ગ્રામીણ આ લોન મેળવી શકે છે.
  • આ લોન પર વ્યાજ સબસિડી આપવામાં આવે છે અને રકમ ત્રિમાસિક ધોરણે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

કોઈ ગેરંટીની જરૂર નથી

આ યોજના હેઠળ રૂ. 10,000 શેરી વિક્રેતાઓ(street vendors)ને એક વર્ષ માટે કોઈપણ ગેરંટી વિના(Guarantee free Loan) આપવામાં આવે છે. તમે માસિક ધોરણે લોનની ચુકવણી કરી શકો છો. જો શેરી વિક્રેતા પીએમ સ્વાનિધિ યોજનામાં લોનની નિયમિત ચુકવણી કરે છે તો તેને વાર્ષિક 7% ના દરે વ્યાજ પર વ્યાજ સબસિડી આપવાની જોગવાઈ છે. વ્યાજ સબસિડીની રકમ ત્રિમાસિક ધોરણે લાભાર્થીના બેંક ખાતા (DBT)માં સીધી મોકલવામાં આવશે.

આ પણ વાંચો :  તમારા દ્વારા કચરામાં ફેંકાતા વાળનો કરોડો રૂપિયાનો કારોબાર થાય છે, જાણો વાળના વેપારની રસપ્રદ માહિતી અહેવાલ દ્વારા

આ પણ વાંચો : LIC IPO : દેશના સૌથી મોટા IPO ના શેર મેળવવા તમને મળશે વિશેષ પ્રાધાન્ય પણ પહેલા નિપટાવવું પડશે આ કામ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati