વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વેપારીઓ માટે ચૂંટણીલક્ષી કરી મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વેપારીઓ માટે ચૂંટણીલક્ષી કરી મોટી જાહેરાત

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપારીઓ માટે એક જાહેરાત કરી છે. વડાપ્રધાને જણાવ્યુ કે વેપારીઓએ હંમેશા દેશ માટે કામ કર્યુ છે.  આપણા દેશના વેપારીઓની તાકાત હતી કે ભારત ‘સોને કી ચિડીયા’ કહેવામાં આવતો હતો. દેશની અર્થવ્યવસ્થામાં જેમ જેમ ઈમાનદારી વધશે, પારદર્શિતા વધશે તો દેશના વિકાસમાં મોટી મદદ મળશે. આજે તમારી સલાહના […]

Kunjan Shukal

|

Apr 19, 2019 | 4:14 PM

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપારીઓ માટે એક જાહેરાત કરી છે. વડાપ્રધાને જણાવ્યુ કે વેપારીઓએ હંમેશા દેશ માટે કામ કર્યુ છે. 

આપણા દેશના વેપારીઓની તાકાત હતી કે ભારત ‘સોને કી ચિડીયા’ કહેવામાં આવતો હતો. દેશની અર્થવ્યવસ્થામાં જેમ જેમ ઈમાનદારી વધશે, પારદર્શિતા વધશે તો દેશના વિકાસમાં મોટી મદદ મળશે. આજે તમારી સલાહના કારણે રોજિંદા વપરાશની વસ્તુઓ પર ઝીરો ટેક્સ છે.

98% વસ્તુઓ 18%થી ઓછા ટેક્સના માળખામાં છે. GST પછી વેપારમાં ઘણી પારદર્શિતા આવી છે. આ કારણ છે કે રજીસ્ટર્ડ વેપારીઓની સંખ્યા GST આવ્યા પછી લગભગ ડબલ થઈ છે. તેમને વધુમાં જણાવ્યુ કે મે છેલ્લા 5 વર્ષમાં પુરી ઈમાનદારીથી તમારા કારોબાર અને જીવનને સારૂ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી તમે બધા જ ટેન્શન ફ્રી થઈ કોઈ ભય વગર કામ કરો. મારો ઉદ્દેશ કામમાં સરળતા નહી પણ જીવનમાં સરળતા લાવવાનો છે.

આ પણ વાંચો: સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે ‘રાજનેતા’ બનવાની કરી જાહેરાત, આગામી વિધાનસભા ચૂંટણી લડી શકે

વેપારીઓ માટેની જાહેરાત

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલા વેપારીઓ માટે વાયદા કરતા કહ્યુ કે અમે GSTની હેઠળ રજીસ્ટર્ડ બધા જ વેપારીઓને 10 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો ઉપલબ્ધ કરાવીશુ. કિસાન ક્રેડિટ કાર્ટની જેમ બધા જ રજીસ્ટર્ડ વેપારીઓ માટે વેપારી ક્રેડિટ કાર્ડની યોજના લાવીશું.

ભાજપ છુટક વેપારને વધારવા માટે રાષ્ટ્રીય છુટક વેપાર નીતિ પણ બનાવશે. વડાપ્રધાને કહ્યું કે દેશના વિકાસને ધ્યાનમાં રાખીને 23મેના રોજ ફરીથી મોદી સરકાર બનશે તો રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડ બનાવવામાં આવશે. તેના દ્વારા સરકાર અને વેપારીની વચ્ચે સીધી વાતચીત થશે. સરકાર વેપારીઓની સાથે સતત જોડાયેલી રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati