AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi આજે 1 લાખ કરોડ ડોલરનું બોન્ડ માર્કેટ ખુલ્લું મુકશે, જાણો RBI Retail Direct શું છે?

ગવર્મેન્ટ સિક્યોરિટી (G-Sec) એ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવતું ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ(RBI Retail Direct Scheme) લોન્ચ કરશે.

PM Modi  આજે 1 લાખ કરોડ ડોલરનું બોન્ડ માર્કેટ ખુલ્લું મુકશે, જાણો RBI Retail Direct શું છે?
PM Modi launch RBI Retail Direct Scheme Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 9:55 AM
Share

ભારત સરકાર આજે શુક્રવારે વ્યક્તિગત રોકાણકારો માટે તેનું બોન્ડ માર્કેટ ખોલવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ(RBI Retail Direct Scheme) લોન્ચ કરશે. આ પછી રોકાણકારો RBIમાં સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ ખોલી શકશે.

વડાપ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું છે કે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમનો હેતુ રિટેલ રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ આપવાનો છે. આ સાથે રોકાણકારો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સિક્યોરિટીઝમાં સીધું રોકાણ કરી શકે છે.રોકાણકારો આરબીઆઈ સાથે મફતમાં સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ ખોલી અને જાળવી શકે છે.

RBI બોન્ડ શું છે? બોન્ડ એ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં રોકાણકાર એન્ટિટીને લોન આપે છે. એન્ટિટી કોર્પોરેટ અથવા સરકારી હોઈ શકે છે. તે નિશ્ચિત અથવા ફ્લોટિંગ વ્યાજ દરો પર ભંડોળ ઉધાર લે છે. બોન્ડ્સનો ઉપયોગ કંપનીઓ, નગરપાલિકાઓ, રાજ્ય અને સોવરેન સરકારો દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અને કામોને નાણાં આપવા માટે કરવામાં આવે છે. બોન્ડના માલિકો ઇશ્યુ કરનારના ડેટ હોલ્ડરસ અથવા લેણદારો છે.

ગવર્મેન્ટ સિક્યોરિટી (G-Sec) શું છે? ગવર્મેન્ટ સિક્યોરિટી (G-Sec) એ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવતું ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આવી સિક્યોરિટીઝ ટૂંકા ગાળાની હોય છે (સામાન્ય રીતે ટ્રેઝરી બિલ કહેવાય છે અને એક વર્ષથી ઓછી મુદતની મૂળ પાકતી મુદત સાથે આવે છે) અથવા લાંબા ગાળાની (સામાન્ય રીતે સરકારી બોન્ડ કહેવાય છે અને એક વર્ષ કે તેથી વધુની મૂળ પાકતી મુદત સાથે આવે છે). ભારતમાં, કેન્દ્ર સરકાર ટ્રેઝરી બિલ અને બોન્ડ અથવા ડેટેડ સિક્યોરિટીઝ બંને જારી કરે છે. જ્યારે રાજ્ય સરકારો માત્ર બોન્ડ અથવા ડેટેડ સિક્યોરિટીઝ જારી કરે છે જેને સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ (SDLs) કહેવામાં આવે છે. G-Sec માં સામાન્ય રીતે ડિફોલ્ટનું કોઈ જોખમ નથી.

G-Secs માં રોકાણ કરવાના ફાયદા શું છે? દૈનિક જરૂરિયાત કરતાં વધુ રોકડ રાખવા માટે કોઈ વળતર મળતું નથી. સોનામાં રોકાણ કરવામાં ઘણી મુશ્કેલીઓ છે જેમ કે શુદ્ધતા, મૂલ્યાંકન, વેરહાઉસિંગ અને સેફ કસ્ટડી વગેરે પણ તેની સરખામણીમાં G-Secs માં રોકાણ કરવાના ઘણા ફાયદા છે

  • કૂપન (વ્યાજ)ના રૂપમાં વળતર આપવા ઉપરાંત G-Secs મહત્તમ રક્ષણ પણ આપે છે કારણ કે તેમની પાસે વ્યાજની ચુકવણી અને મૂળ રકમની ચુકવણી પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા છે.
  •  બુક એન્ટ્રીમાં રાખી શકાય છે, એટલે કે કોઈ દસ્તાવેજ નથી. તેથી તેને સુરક્ષિત રાખવા માટે કોઈ દબાણ નથી. તેઓ ફિઝિકલ સ્વરૂપમાં પણ રાખી શકાય છે.
  • G-Secs 91 દિવસથી 40 વર્ષની મેચ્યોરિટી રેન્જમાં ઉપલબ્ધ છે. આ વિવિધ સંસ્થાઓના જવાબદારી માળખાના સમયગાળા અનુસાર પસંદ કરી શકાય છે.
  • રોકડની જરૂરિયાત પૂરી કરવા માટે સેકન્ડરી માર્કેટમાં G-Secs સરળતાથી વેચી શકાય છે.
  • તેનો  ઉપયોગ રેપો માર્કેટમાં ફંડ ઉધાર લેવા માટે કોલેટરલ તરીકે પણ થઈ શકે છે.
  • સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ (SDL) અને સ્પેશિયલ સિક્યોરિટીઝ (ઓઇલ બોન્ડ, UDAY બોન્ડ વગેરે) જેવી સિક્યોરિટીઝ આકર્ષક ઉપજ આપે છે.
  • G-Secs માં ટ્રેડિંગ માટેની સેટલમેન્ટ સિસ્ટમ, જે ડિલિવરી વિ પેમેન્ટ (DvP) પર આધારિત છે, તે ખૂબ જ સરળ, સુરક્ષિત અને અસરકારક સેટલમેન્ટ સિસ્ટમ છે.

G-Secs કેવી રીતે રાખી શકાય? RBI ની પબ્લિક ડેટ ઑફિસ (PDO) G-Secs માટે રજિસ્ટ્રી અને સેન્ટ્રલ ડિપોઝિટરી તરીકે કામ કરે છે. રોકાણકારો તેને ફિઝિકલ સ્ટોક અથવા ડીમેટ અથવા ઈલેક્ટ્રોનિક રીતે રાખી શકે છે. સેન્ટ્રલ બેંકની વેબસાઈટ મુજબ 20 મે, 2002 થી તમામ RBI નિયમનકારી સંસ્થાઓ માટે G-Secsમાં માત્ર ડીમટીરિયલાઈઝ્ડ (ડીમેટ અથવા ઈલેક્ટ્રોનિક) સ્વરૂપે વ્યવહાર કરવો ફરજિયાત છે.

આ પણ વાંચો :  Share Market: મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો

આ પણ વાંચો :  EPFO : જો ખાતામાં PF વ્યાજ ન આવ્યું હોય તો ક્યાં કરવી ફરિયાદ? મિસ્ડ કોલ અને SMS સહીત આ 4 રીતે તપાસો તમારું બેલેન્સ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">