Share Market: મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો

વીકલી એક્સપાયરીના દિવસે 11 નવેમ્બરે બજાર પર દબાણ જોવા મળ્યું હતું. અમેરિકામાં મોંઘવારીના આંકડા આવતા તેની અસર શેરબજાર પર જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 433 પોઈન્ટ (0.72%) ઘટીને 59,919 પર બંધ થયો હતો.

Share Market: મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 9:29 AM

આજે મજબૂત વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(Share Market) સારી સ્થિતિમાં ખુલ્યું છે. સેન્સેક્સ(Sensex) આજે 60,248.04 ની સપાટી ઉપર ખુલ્યો છે જેનું ગઈકાલનું બંધ સ્તર 59,919.69 હતું. નિફટી(Nifty)ની વાત કરીએતો ઇન્ડેકસે 17,977.60 ઉપર કારોબાર શરૂ કર્યો હતો . નિફટી ગઈકાલે 17,873.60 ઉપર કારોબાર બંધ કર્યો હતો.

વૈશ્વિક સંકેત સારા મળ્યા ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મજબૂત દેખાઈ રહ્યા છે. આજે 12 નવેમ્બરના ટ્રેડિંગમાં એશિયાના મુખ્ય બજારોમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ ગુરૂવારે અમેરિકી બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ગુરુવારે ડાઉ જોન્સ 159 પોઈન્ટ ઘટીને 35,921 ના ​​સ્તર પર બંધ થયો હતો પરંતુ નાસ્ડેક અને એસએન્ડપી 500 ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે. ગુરુવારે ટેક શેરોમાં બાઉન્સબેક જોવા મળ્યો હતો. આજે એશિયન બજારો ધાર સાથે કારોબાર કરી રહ્યા છે. SGX નિફ્ટીમાં 0.30 ટકાની મજબૂતી છે જ્યારે નિક્કી 225 ઇન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂત થયો છે. સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, કોસ્પી સહિત અન્ય બજારોમાં પણ ખરીદી જોવા મળી રહી છે.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે આજે કેટલીક મોટી અને નાની કંપનીઓ તેમના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તેમાં Coal India, Hero MotoCorp, Hindalco, ONGC, Grasim Industries, Amara Raja Batteries, Apollo Hospitals, Ashok Leyland, Bharat Forge, Burger King, Force Motors, Glenmark Pharma, Motherson Sumi, NALCO, NBCC, Paras Defence અને Suzlon Energyનો સમાવેશ થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

F&O હેઠળ NSE પર પ્રતિબંધ F&O હેઠળ NSE પર આજે 7 શેરોમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. તેમાં Bank of Baroda, BHEL, Escorts, Indiabulls Housing Finance, PNBank, SAIL અને Sun TV Networkનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ગુરુવારે બજારમાંથી રૂ. 1637.46 કરોડ ઉપાડયા હતા. બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ બજારમાં રૂ. 445.76 કરોડનું રોકાણ કર્યું હતું.

ગુરુવારે ઘટાડા સાથે કારોબાર બંધ થયો શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વીકલી એક્સપાયરીના દિવસે 11 નવેમ્બરે બજાર પર દબાણ જોવા મળ્યું હતું. અમેરિકામાં મોંઘવારીના આંકડા આવતા તેની અસર શેરબજાર પર જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 433 પોઈન્ટ (0.72%) ઘટીને 59,919 પર બંધ થયો હતો.નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 143 (0.8%) તૂટ્યો અને 18,873 પર બંધ થયો. નિફ્ટી મિડકેપ 0.9%, નિફ્ટી બેંક 1.19% અને નિફ્ટી ફાઈનાન્શિયલ 1.25% ઘટીને બંધ થયા છે. નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ 0.43% ઘટ્યો હતો.નિફ્ટીમાં SBI, SBI લાઇફ અને ONGC 2-2% ઘટ્યા હતા જ્યારે Titan, Hindalco અને JSW વધ્યા હતા.

આ પણ વાંચો : EPFO : જો ખાતામાં PF વ્યાજ ન આવ્યું હોય તો ક્યાં કરવી ફરિયાદ? મિસ્ડ કોલ અને SMS સહીત આ 4 રીતે તપાસો તમારું બેલેન્સ

આ પણ વાંચો : IPO Allotment Status: PolicyBazaar ના શેરની થઇ રહી છે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

g clip-path="url(#clip0_868_265)">