તહેવારોની સિઝન પહેલા રોજગારના મોરચે સારા સમાચાર, સપ્ટેમ્બરમાં રોજગારીમાં જોવા મળ્યો 57 ટકાનો ઉછાળો

TV9 GUJARATI

|

Updated on: Oct 09, 2021 | 7:54 PM

નોકરી જોબસ્પીકના તાજેતરના અહેવાલ મુજબ સપ્ટેમ્બર મહિનામાં જોબ માર્કેટમાં વાર્ષિક 57 ટકાનો ઉછાળો આવ્યો હતો. આઈટી અને હોસ્પિટાલિટી ક્ષેત્રનો આમાં મોટો ફાળો છે.

તહેવારોની સિઝન પહેલા રોજગારના મોરચે સારા સમાચાર, સપ્ટેમ્બરમાં રોજગારીમાં જોવા મળ્યો 57 ટકાનો ઉછાળો
ONGC Recruitment 2021

સપ્ટેમ્બરમાં ભારતીય જોબ માર્કેટમાં વાર્ષિક ધોરણે 57 ટકાનો વધારો થયો છે. નોકરી જોબસ્પીકના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય જોબ માર્કેટની રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા સપ્ટેમ્બરમાં સતત ત્રીજા મહિને ચાલુ રહી હતી. કુલ 2,753 રોજગાર પ્લેસમેન્ટ સાથે આ ઈન્ડેક્સ સપ્ટેમ્બર 2019માં પૂર્વ-કોવિડ સ્તરની તુલનામાં 21 ટકા વધ્યો છે.

નોકરી જોબસ્પીક એક માસિક ઈન્ડેક્સ છે જે Naukri.com વેબસાઈટ પર દર મહિને જોબ લિસ્ટિંગના આધારે પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓની ગણતરી કરે છે અને રેકોર્ડ કરે છે. નોકરી જોબ સ્પીકનો હેતુ વિવિધ ઉદ્યોગો, શહેરો અને અનુભવ સ્તરો પર ભરતી પ્રવૃત્તિને માપવાનો છે.  પ્રતિ વર્ષે મોટાભાગના ક્ષેત્રો આઈટી (138 ટકા) અને આતિથ્ય (82 ટકાથી વધુ)ની આગેવાની હેઠળ નોંધપાત્ર વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.

આઈટી પ્રોફેશનલ્સની માંગ વધી છે

રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય સંગઠનોમાં ડિજિટલ પરિવર્તનની તાજેતરની લહેરને કારણે ટેકનિકલ વ્યાવસાયિકોની માંગને વેગ મળ્યો છે. આઈટી – સોફ્ટવેર / સોફ્ટવેર સેવા ક્ષેત્રે વાર્ષિક ધોરણે સપ્ટેમ્બર, 2021માં 138 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતિથ્ય જેવા ક્ષેત્રો એટલે કે હોટેલ્સ (82 ટકા) અને રીટેલ જેવા ક્ષેત્રો (70 ટકાથી વધુ) મહામારીથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. સપ્ટેમ્બરમાં દેશભરમાં ઘણી હોટલો અને સ્ટોર્સ ફરી ખુલ્યા છે અને વાર્ષિક ધોરણે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી.

શિક્ષણ ક્ષેત્રે 53% ઉછાળો

સપ્ટેમ્બર 2020ની સરખામણીમાં શિક્ષણ (53 ટકા), બેંકિંગ/નાણાકીય સેવાઓ (43 ટકા) અને ટેલિકોમ/આઈએસપી (37 ટકાથી વધુ) ક્ષેત્રોમાં ભરતી પ્રવૃત્તિ પણ વધી છે. મેટ્રો સીટીએ સપ્ટેમ્બરમાં 88 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે, જેણે ટાયર II શહેરોને પાછળ છોડી દીધા છે. આ શહેરોમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં 3 ટકાનો ઉછાળો

નોકરી જોબસ્પીકના એક રિપોર્ટ અનુસાર ઓગસ્ટની 2,673ની સરખામણીમાં સપ્ટેમ્બરની ભરતીમાં ત્રણ ટકાનો વધારો થયો છે. નોકરી ડોટ કોમના ચીફ બિઝનેસ ઓફિસર પવન ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં ભરતીની ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે જે પહેલા ક્યારેય જોવા મળી નથી. આઈટી પ્રોફેશનલ્સની માંગને કારણે તહેવારોની સીઝનની શરૂઆતમાં ઉદ્યોગોમાં સુધાર જોવા મળવો એ ખરેખર આનંદદાયક છે.

આ પણ વાંચો :  Maharashtra: વિશ્વની સૌથી નાની બિલાડીના 45 દિવસના બચ્ચાનું કરવામાં આવ્યું રેસ્ક્યુ, સુરક્ષિત રીતે છોડવામાં આવ્યું

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati